Get The App

ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 166 પોઈન્ટ ઘટીને 80544

- નિફટી સ્પોટ ૭૫ પોઈન્ટ ઘટીને ૨૪૫૭૪ : રોકાણકારોની સંપતિમાં રૂ.૨.૭૭ લાખ કરોડનું ધોવાણ :

- હેલ્થકેર ઈન્ડેક્સ ૭૬૨ પોઈન્ટ, આઈટી ઈન્ડેક્સ ૫૬૪ પોઈન્ટ ગબડયા

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 166 પોઈન્ટ ઘટીને 80544 1 - image


મુંબઈ : અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફના નામે વિશ્વ પર જોહુકમી કરી વૈશ્વિક બજારોને ડામાડોળ કરી રહ્યા હોવા સાથે ભારત પર રશીયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદીના નામે વધુ ટેરિફની ધમકી આપ્યા  સામે મોદી સરકારે  વળતી આક્રમક લડત આપ્યા છતાં ટ્રમ્પ ગમે તે ઘડીએ ભારત સામે આકરાં પગલાં જાહેર કરે એવી શકયતાએ સાવચેતીમાં ભારતીય શેર બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયેલું રહ્યું હતું. વૈશ્વિક મોરચે અમેરિકા અને રશીયાની મુલાકાત પર વિશ્વની નજર રહી હોઈ વૈશ્વિક બજારોમાં બે-તરફી સાંકડી વધઘટ જોવાઈ હતી. ઘર આંગણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટી (એમપીસી)ની મીટિંગ બાદ વ્યાજ દરો યથાવત રાખવાનો નિર્ણય લેવાતાં બજાર પર ખાસ કોઈ અસર જોવાઈ નહોતી. ફંડોએ હેલ્થકેર-ફાર્મા, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં મોટી વેચવાલી સાથે કેપિટલ ગુડઝ-પાવર, ઓટો શેરોમાં વેચવાલી રહી હતી. સેન્સેક્સ ૧૬૬.૨૬ પોઈન્ટ ઘટીને ૮૦૫૪૩.૯૯ અને નિફટી ૫૦ સ્પોટ ૭૫.૩૫ પોઈન્ટ ઘટીને ૨૪૫૭૪.૨૦ બંધ રહ્યા હતા.

અમેરિકા ફાર્મા ઈમ્પોર્ટ પર હેવી ટેરિફ લાદશે ? આરતી ફાર્મા રૂ.૫૩, વિમતા લેબ રૂ.૩૯, શિલ્પા રૂ.૪૩ તૂટયા

અમેરિકા ફાર્માસ્યુટિકલ્સ ઈમ્પોર્ટ પર હેવી ટેરિફ લાદશે એવી અટકળો વચ્ચે આજે ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પેનીક સેલિંગે મોટા ગાબડાં પડયા હતા. આરતી ફાર્મા રૂ.૫૩.૦૫ તૂટીને રૂ.૮૧૬.૪૫, વિમતા લેબ્સ રૂ.૩૮.૫૫ તૂટીને રૂ.૬૨૦.૮૦, મોરપેન લેબ રૂ.૩.૩૧ ઘટીને રૂ.૫૩.૨૫, શિલ્પા મેડી રૂ.૪૩.૧૫ ઘટીને રૂ.૮૨૦.૫૦,  ગ્લેક્સો ફાર્મા રૂ.૧૨૮.૪૫ ઘટીને રૂ.૨૭૧૧.૮૫, વોખાર્ટ રૂ.૬૯.૬૦ ઘટીને રૂ.૧૪૭૬.૮૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૭૬૧.૯૯ પોઈન્ટ તૂટીને ૪૩૪૧૨.૩૬ બંધ રહ્યો હતો.

આઈટી-સોફ્ટવેર શેરોમાં બોલેલો કડાકો : ક્વિક હિલ, 

કોફોર્જ, જેનેસીસ, નેટવેબ, નેલ્કો ગબડયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડો, ઓપરેટરોએ સતત મોટી વેચવાલી કરતાં વ્યાપક ધોવાણ થયું હતું. ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૧૫.૫૫ તૂટીને રૂ.૩૦૦, કોફોર્જ રૂ.૬૮.૪૫ ઘટીને રૂ.૧૬૩૭.૯૦, જેનેસીસ રૂ.૨૩.૨૦ ઘટીને રૂ.૫૫૭.૬૫, નેટવેબ રૂ.૮૫.૩૦ ઘટીને રૂ.૨૧૨૨.૬૦,  સિગ્નિટી ટેકનોલોજી રૂ.૫૬.૧૦ ઘટીને રૂ.૧૫૫૬.૪૫,  પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૧૪૭.૯૫ ઘટીને રૂ.૫૦૪૦, ટાટા ટેકનોલોજી રૂ.૧૯.૫૦ ઘટીને રૂ.૬૬૮.૪૦  રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૬૩.૮૩ પોઈન્ટ ગબડીને ૩૩૯૦૬.૭૩ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં કેઈન્સ રૂ.૨૯૦ તૂટી રૂ.૬૦૩૧ : એલજી, પાવર ઈન્ડિયા, જયોતી સીએનસી ઘટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ સતત મોટાપાયે વેચવાલી કરતાં નરમાઈ આગળ વધી હતી.  કેઈન્સ રૂ.૨૯૦.૨૫ તૂટીને રૂ.૬૦૩૧.૫૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૨૬.૨૫ ઘટીને રૂ.૫૪૫.૬૦, પાવર ઈન્ડિયા રૂ.૯૦૨.૩૦ ઘટીને રૂ.૨૦,૪૩૯, જયોતી  સીએનસી રૂ.૩૯.૦૫ ઘટીને રૂ.૯૮૫.૩૫, ભેલ રૂ.૮.૪૦ ઘટીને રૂ.૨૩૯.૬૫, ઝેનટેક રૂ.૪૫.૨૦ ઘટીને રૂ.૧૪૨૮.૭૫, મઝગાંવ ડોક શીપ રૂ.૮૪.૭૦ ઘટીને રૂ.૨૭૬૪.૧૦, થર્મેક્સ રૂ.૧૦૨.૩૦ ઘટીને રૂ.૩૪૫૪.૨૦ રહ્યા હતા.

ઉગ્રો કેપિટલ, કેપિટલ ફર્સ્ટ, પીએફએસ, મુથુટ માઈક્રોફિન, આઈઆઈએફએલ કેપ્સ, સેન્ટ્રમ ઘટયા

ફાઈનાન્શિયલ સર્વિસિઝ, બેંકિંગ શેરોમાં પણ એકંદર નરમાઈ રહી હતી. ઉગ્રો કેપિટલ રૂ.૭.૩૫ ઘટીને રૂ.૧૬૫.૧૦, પીએફએસ રૂ.૧.૫૧ ઘટીને રૂ.૩૮.૩૦, મુથુટ માઈક્રોફિન રૂ.૫.૭૦ ઘટીને રૂ.૧૫૧.૭૦, આઈઆઈએફએલ કેપ્સ રૂ.૧૧.૩૫ ઘટીને રૂ.૩૦૫.૭૫, સેન્ટ્રમ રૂ.૧.૩૭ ઘટીને રૂ.૩૮.૧૫, ડેમ કેપિટલ રૂ.૭.૩૫ ઘટીને રૂ.૨૦૮.૮૫, હોમ ફર્સ્ટ રૂ.૪૩.૩૫ ઘટીને રૂ.૧૨૩૫.૮૦, સ્પન્દના સ્ફૂર્તિ રૂ.૭.૯૫ ઘટીને રૂ.૨૪૩, હુડકો રૂ.૬.૭૦ ઘટીને રૂ.૨૧૧.૯૫ રહ્યા હતા.

ઓટો શેરોમાં ફંડો હળવા થયા : બોશ રૂ.૨૩૯૨ તૂટયો : બાલક્રિષ્ન રૂ.૧૪૬, ભારત ફોર્જ રૂ.૨૩ ઘટયા

અમેરિકા ટેરિફમાં વધારો કરશે એવી શકયતાનાએ ઓટોમોબાઈલ શેરોમાં ફંડોએ તેજીનો વેપાર વધુ હળવો કર્યો હતો. બોશ રૂ.૨૩૯૨.૧૫ તૂટીને રૂ.૩૮,૧૯૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪૬.૩૦ તૂટીને રૂ.૨૩૯૮.૧૫, મધરસન રૂ.૨.૨૨ ઘટીને રૂ.૯૫.૧૭, ભારત ફોર્જ રૂ.૨૨.૫૫ ઘટીને રૂ.૧૧૩૮.૮૦, ઉનો મિન્ડા રૂ.૧૯.૭૦ ઘટીને રૂ.૧૦૮૩.૭૦, હીરો મોટોકોર્પ રૂ.૬૮.૦૫ ઘટીને રૂ.૪૪૭૪, અપોલો ટાયર રૂ.૪.૫૦ ઘટીને રૂ.૪૩૫.૩૦, બજાજ ઓટો રૂ.૫૩.૦૫ ઘટીને રૂ.૮૧૭૭.૦૫, હ્યુન્ડાઈ ઈન્ડિયા મોટર રૂ.૧૦.૧૦ ઘટીને રૂ.૨૧૭૮.૬૫ રહ્યા હતા.

સેન્ટીમેન્ટ વધુ ખરાબ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરોનું ઓફલોડિંગ : ૨૭૦૫ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઓપરેટરો, ખેલંદાઓ, ફંડોનું સેલિંગ પ્રેશર આજે વધતાં માર્કેટબ્રેડથ વધુ નેગેટીવ બની હતી.  બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૦૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૪૭  અને ઘટનારની સંખ્યા ૨૭૦૫ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૭૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૫.૧૯ લાખ કરોડ

શેરોમાં  વેચવાલી વધતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૭૭ કરોડ ઘટીને રૂ.૪૪૫.૧૯ લાખ કરોડ રહ્યું હતું.

Tags :