Life Insurance: પ્રધાનમંત્રી જીવન વીમા યોજના એ ભારતમાં આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપતાં આર્થિક સુરક્ષામાં વધારો કરતી સરકારની યોજના છે. આ સ્કીમ અર્ફોડેબલ પ્રીમિયમ પર લોકોને જીવન વીમા (Life Insurance)નું રક્ષણ પુરૂ પાડે છે. જેનો લાભ સ્થાનિક લોકોની સાથે વિદેશમાં રહેતાં ભારતીયો (NRI) પણ લઈ શકે છે. યોજનાની નિયમો અને શરતોને આધિન તેઓ આ જીવન વીમો લઈ શકે છે. જેના પર કરવામાં આવેલા દાવાની પતાવટ ભારતીય રૂપિયામાં થશે.
શું છે નિયમ
વિદેશમાં રહેતા ભારતીયો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ લઈ શકે છે. જેના માટે તેઓનું બેન્ક એકાઉન્ટ દેશની કોઈપણ બેન્કમાં હોવુ જરૂરી છે. ત્યારબાદ અમુક નિયમો અને શરતોને આધિન તેઓ આ સરકારી યોજનાનો લાભ લઈ શકે છે. એનઆરઆઈએ આ યોજનાનો લાભ લેવા માટે દેશની કોઈપણ બેન્ક કે પોસ્ટ ઓફિસની મુલાકાત લેવી પડશે. ત્યારબાદ દર વર્ષે ઓટો ડિબેટના માધ્યમથી બેન્ક એકાઉન્ટમાંથી રકમ કપાશે.
યોજના વિશેઃ
આ યોજના એક વર્ષની જીવન વીમા યોજના છે, જે દરવર્ષે રિન્યુ કરવામાં આવે છે. જે કોઈણ કારણોસર મૃત્યુ થવા પર જીવન વીમા કવરેજ આપે છે. 18થી 50 વર્ષની વયજૂથના લોકો પોસ્ટઓફિસ કે બેન્કની મુલાકાત લઈ આ યોજના શરૂ કરાવી શકે છે. જેમાં વીમાધારકની સહમતિ અનુસાર, પ્રીમિયમ દરવર્ષે એક હપ્તો ઓટો ડેબિટની સુવિધાના માધ્યમથી ખાતાધારકના એકાઉન્ટમાંથી જમા થાય છે.
વીમા કવર
PMJJBYના તમામ વીમાધારકોને 1 વર્ષના જીવન વીમા પર રૂ. 2 લાખનું જીવન વીમા કવરેજ આપે છે. જેમાં દર વર્ષે ગ્રાહકે રૂ. 436 પ્રીમિયમ ચૂકવવાનું રહે છે. જેનું પ્રીમિયમ તદ્દન સસ્તુ હોવાથી કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. 9 મે, 2015ના રોજ આ યોજના શરૂ કરવામાં આવી હતી.


