FCI માટે નવી મોસમ; ઘઉં-ચોખાના ભાવો ઘટશે
- ઘઉં ચોખાના માલનો ભરાવો હળવો કરવા સરકારે રિઝર્વ ભાવમાં કરેલો ઘટાડો
- નવો માલ આવશે તેના માટે જગ્યા કરવી પડશે : આગ લાગે ત્યારે કૂવો ખોદવાના બદલે અગમચેતી બતાવાઈ : ગ્રાહકોને લાભ થશે
મુંબઈ, તા. 24 જાન્યુઆરી 2020, શુક્રવાર
અમનાજ બજારમાંથી મળી રહેલા સમાચાર મુજબ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે ઘઉં-ચોખાનો માલભરાવો વધધ્યો ચે અને માલભરાવો હળવો કરવા હવે કેન્દ્ર સરકારે ઘઉં ચોખાના રિઝર્વ ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. ઘઉં-ચોખાની હવે પછીની નવી ખરીદી શરૂ થાય એ પૂર્વે ગોદામોમાં હાલ રહેલો સ્ટોક હળવો કરવો જરૂરી છે અને આના પગલે આવા રિઝર્વ ભાવમાં ઘટાડો કરાયો છે.
દરમિયાન, ઓપન માર્કેટ સેલ યોજના હેઠળ સરકારે ચોખાના રિઝર્વ ભાવ કિવ.ના જે આ પૂર્વે રૂ.૨૭૮૫ હતા તે ઘટાડી ૨૨૫૦ કરવામાં આવ્યા છે જ્યારે ઘઉંના આવા રિઝર્વ ભાવ કિવ.ના રૂ.૨૨૪૫ વાળા રૂ.૨૧૩૫ કરવામાં આવ્યા છે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની ઈકોનોમિક કોસ્ટ કરતા આ પૂર્વે પણ આવા રિઝર્વ ભાવ નીચા રહ્યા હતા અને હવે આવા રિઝર્વ ભાવમાં ઘટાડો કરાતાં આ તફાવત હવે વધુ વધ્યો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
એફસીઆઈના ઈકોનોમિક કોસ્ટમાં ટેકાના ભાવોએ થયેલી ખરીદી ઉપરાંત ઘઉં-ચોખાની ટ્રાન્સપોર્ટ કોસ્ટ, સ્ટોરેજ કોસ્ટ, હેન્ડલીંગ તથા વિતરણ ખર્ચનો સરવાળો ગણતાં આવી ઈકોનોમિક કોસ્ટ ચોખાની રૂ.૩૬૦૧ તથા ઘઉંની રૂ.૨૫૦૫ જેટલી થાય છે જ્યારે તેની સામે રિઝર્વ ભાવ નોંધપાત્ર નીચા રહ્યા છે.
દેશમાં ઘઉંની નવી આવકો માથે તોળાઈ રહી છે તેવા સમયે ફૂડ કોર્પોરેશનના ગોદામોમાં માલનો ભારવો ઉંચો રહેતાં એફસીઆઈના અધિકારીઓ ચિંતીત બન્યા છે. જાન્યુઆરી આરંભના આંકડા મુજબ ફૂડ કોર્પોરેશનના ગોદામોમાં ચોખાનો કુલ સ્ટોક ૨૩૭થી ૨૩૮ લાખ ટન જેટલો નોંધાયો છે. જ્યારે ઘઉંનો સ્ટોક આશરે ૩૨૭થી ૩૨૮ લાખ ટન આસપાસ નોંધાયો છે.
જોકે બફર સ્ટોકના ધારાધોરણો જોઈએ તો આવો સ્ટોક ઘઉંનો માત્ર ૧૩૮ લાખ ટનનો તથા ચોખાનો સ્ટોક માત્ર ૭૬ લાખ ટનનો હોવો જરૂરી છે એ જોતાં આવો સ્ટોક બફર સ્ટોકની જરૂરી વાત કરતાં નોંધપાત્ર ઉંચો રહ્યો છે આવા માહોલમાં આવો માલભરાવો હળવો કરવા હવે સરકારે પ્રયત્નો શરૂ કર્યા છે. આ ઉપરાંત ફૂટ કોર્પોરેશનના ગોદામોમાં મિલીંગ કરાયા ન હોય એવા આશરે ૨૭૮થી ૨૭૯ લાખ ટન ડાંગર-ચોખાનો સ્ટોક પણ પડેલો રહ્યો છે. દરમિયાન, અનાજ બજારમાં તાજેતરમાં ઘઉં-ચોખાની માગ ધીમી રહી છે એવા માહોલમાં હવે સરકારે ઘઉં-ચોખાના રિઝર્વ ભાવ ઘટાડવાનો વારો આવ્યો છે.
દરમિયાન, ૨૦૧૯-૨૦માં કેન્દ્ર સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ૧૦૦ લાખ ટન ઘઉંનું વેંચાણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો તેની સામે નવેમ્બર ૨૦૧૯ના અંત સુધીમાં હકીકતમાં આખું વેંચાણ માંડ ૧૦ લાખ ટનનું થયું હતું! ચોખાના વેંચાણ માટે સરકારે આવો ટારગેટ ૫૦ લાખ ટનનો રાક્યો હતો તેની સામે હકીકતમાં આવું વેંચાણ નવેમ્બર સુધીમાં માંડ ૬ લાખ ટનનું થયું હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.ફૂડ કોર્પોરેશને કેન્દ્ર સરકાર તરફથી મળતી સબસીડી અપેક્ષા કરતા ઓછી મળી રહી છે ત્યારે એફસીઆઈએ એનએસએસએફ પાસેથી ઉંચા દરોને ધિરાણ મેળવવું પડે છે. હવે રિઝર્વ ભવા ઘટાડાતાં એફસીઆઈની ખોટ વધવાની શક્યતા છે.