સતત પાંચમા મહિને પણ IT ક્ષેત્રમાં નવી ભરતીમાં ઘટાડો
- વૈશ્વિક અનિશ્ચિતતા અને સાવચેતીભર્યા ક્લાયન્ટ ખર્ચ વચ્ચે નવી ભરતી ધીમી રહી
અમદાવાદ : ભારતીય આઈટી ક્ષેત્ર અનિશ્ચિતતા વચ્ચે સાવચેત છે, કંપનીઓ હજુ પણ લાંબા ગાળાની પ્રતિબદ્ધતાઓ કરવામાં ખચકાય છે. આ સાવચેતી ભરતીના લેન્ડસ્કેપમાં પ્રતિબિંબિત થાય છે, જ્યાં સમગ્ર સેવા ક્ષેત્રમાં મંદ ગતિ ચાલુ રહી છે. IT સેવાઓ ક્ષેત્રમાં સતત પાંચમા મહિને પણ નવી ભરતીમાં ઘટાડો જોવા મળ્યો છે.
નોકરી ડોટ કોમ દ્વારા તાજેતરના ઇન્ડેક્સ અનુસાર, મે ૨૦૨૫માં આઈટી સેવાઓ ક્ષેત્રમાં ભરતી વાર્ષિક ધોરણે ૪.૮ ટકા અને માસિક ધોરણે ૩.૨ ટકા ઘટી છે, જે સમગ્ર કેલેન્ડર વર્ષ દરમિયાન જોવા મળતા મંદ વલણને વિસ્તૃત કરે છે.
ડેટા સૂચવે છે કે આઈટી ભરતીમાં વધારો વૈશ્વિક ટેક માંગમાં સતત પુન:પ્રાપ્તિ, મેક્રો અનિશ્ચિતતાઓમાં ઘટાડો અને વિવેકાધીન ટેક ખર્ચમાં પુનરુત્થાન પર આધારિત હોવાની શક્યતા છે. જે બધામાં દ્રશ્યતાનો અભાવ છે.
નબળા વિવેકાધીન ખર્ચ Q૧FY૨૬માં આવક વૃદ્ધિ પર ભાર મૂકે તેવી શક્યતા છે. રિપોર્ટ અનુસાર, ૧૬ ક્ષેત્રોમાંથી નવ ક્ષેત્રોએ વાર્ષિક ધોરણે હકારાત્મક ભરતી ગતિ દર્શાવી છે. વ્યાપક નરમાઈ વચ્ચે, એઆઈ અને મશીન લનગમાં વિશિષ્ટ ભૂમિકાઓની માંગ વાર્ષિક ધોરણે ૨૫ ટકા વધી, જે નોકરીની શ્રેણીઓમાં સૌથી વધુ છે. જોકે, આઈટી ક્ષેત્રમાં ૨૦૨૫માં પાંચમાંથી ત્રણ મહિનામાં વાર્ષિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે.