નિફટીમાં 12311નો નવો વિક્રમ : સેન્સેક્સ વધીને 41600
- નિફટી ૪૧ પોઈન્ટ ઉછળીને ૧૨૨૫૭ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની ફરી વ્યાપક લેવાલી : FPIs/FIIની કેશમાં રૂ.૪૩૧ કરોડની ચોખ્ખી વેચવાલી, DIIની કેશમાં રૂ.૪૧૯ કરોડની ચોખ્ખી ખરીદી
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 10 જાન્યુઆરી, 2020, શુક્રવાર
અમેરિકા અને ઈરાન વચ્ચે ટેન્શન હળવું થતાં અને બીજી તરફ અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ ૧૫,જાન્યુઆરી બાદ થવાની શકયતા બતાવતું નિવેદન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરતાં સપ્તાહના અંતે વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેર બજારોમાં પણ તેજી આગળ વધી હતી. આ સાથે કોર્પોરેટ ઈન્ડિયાની ડિસેમ્બર ૨૦૧૯ અંતના ત્રીજા ત્રિમાસિકના પરિણામોની સીઝન આજે આઈટી જાયન્ટ ઈન્ફોસીસના અપેક્ષાથીસારા રિઝલ્ટ સાથે શરૂ થઈ જતાં ફંડોએ આરિઝલ્ટ જાહેર થતાં પૂર્વે જ અફડાતફડીના અંતે તેજીને આગળ વધારી હતી. આ ઉપરાંત ૧,ફેબુ્રઆરી ૨૦૨૦ના રજૂ થનારા કેન્દ્રિય બજેટમાં આવખતે અર્થતંત્રને પુન:બેઠું કરવા બજેટની કમાન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળતાં અને ઉદ્યોજકો સાથે સંખ્યા બંધ મીટિંગો યોજીને તેમના અભિપ્રાયો મેળવ્યા સાથે અર્થશાસ્ત્રીઓ સાતે પણ મીટિંગ યોજીને જરૂરી સુધારા માટે સલાહ લેતાં આ વખતે બજેટમાં નક્કર મહત્વના મોટા નિર્ણયો લેવાશે એવી અપેક્ષાએ ફંડોએ શેરોમાં ઓલ રાઉન્ડ ખરીદી ચાલુ રાખી હતી. બજેટમાં આ વખતે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ(એલટીસીજી)માં રાહત સાથે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્ષ નાબૂદી તેમ જ સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકેશન ટેક્ષ(એસટીટી)માં ઘટાડા સહિતની જોગવાઈ કરાશે એવીઅપેક્ષાએ મહારાથીઓ, નામી દિગ્ગજો, ફંડો ફરી તેજીમાં આવી ગયા હતા. જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં ક્રુડ ઓઈલ જે તાજેતરમાં બ્રેન્ટના ૭૦ ડોલરની સપાટી કુદાવી ગયા હતા, તે ૬૫ ડોલર નજીક આજે પણ બ્રેન્ટ ૬૫.૩૭ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૫૯.૪૯ ડોલર નજીક રહ્યા હતા. ૮૦ ટકા ક્રુડની આયાત પર નિર્ભર ભારત માટે આ પોઝિટીવ પરિબળે ફંડોએ મોટું શોર્ટ કવરિંગ વધવા સાથે ફંડોનું વેલ્યુબાઈંગ વધ્યું હતું.ઓટોમોબાઈલ, આઈટી, મેટલ-માઈનીંગ, એફએમસીજી, કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં લેવાલી થઈ હતી. સેન્સેક્સ ૧૪૭.૩૭ પોઈન્ટની વધીને ૪૧૫૯૯.૭૨ અને નિફટી સ્પોટ ૧૨૩૧૧.૨૦ નવી ઊંચાઈનો વિક્રમ સજીૅ અંતે ૪૦.૯૦ પોઈન્ટ ઉછળીને ૧૨૨૫૬.૮૦ બંધ રહ્યા હતા.
સેન્સેક્સમાં સતત તેજી છતાં અફડાતફડીમાં ઉપરમાં ૪૧૭૭૫ અને નીચામાં ૪૧૪૪૭ થઈ અંતે ૧૪૭ પોઈન્ટ વધીને ૪૧૬૦૦
ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત તેજીએ થઈ હતી. અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ ૧૫,જાન્યુઆરી બાદ થઈ જવાની સંભાવના ડોનાલ્ડ ટ્રમ્પે બતાવતાં એશીયાના બજારોમાં તેજી સાથે ભારતીય શેર બજારોમાં પણ ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૧૪૫૨.૩૫ સામે ૪૧૫૬૮.૨૦ મથાળે ખુલીને આરંભથી જ ઓટોમોબાઈલ શેરોમાં આકર્ષણમાં મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, હીરો મોટકોર્પ વધી આવતાં અને મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ તેમ જ પાવર-કેપિટલ ગુડઝ શેરો સાથે આઈટી-સોફટવેર શેરોમાં ઈન્ફોસીસના પરિણામ જાહેર થતાં પૂર્વે આકર્ષણે એક તબક્કે વધીને ૪૧૭૭૫.૧૧ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને નીચામાં ૪૧,૪૪૭.૧૧ સુધી આવી ફરી તેજીમાં ફ્રન્ટલાઈન શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, એશીયન પેઈન્ટસ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા,લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ફાઈનાન્સ તેમ જ નેસ્લે ઈન્ડિયા, આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર સહિતા એફએમસીજી શેરોમાં આકર્ષણે અંતે ૧૪૭.૩૭ પોઈન્ટ વધીને ૪૧૫૯૯.૭૨ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૨૦,ડિસેમ્બર ૨૦૧૯ બાદ નવો વિક્રમ સર્જાયો : ૧૨૩૧૧ નવો ઈતિહાસ રચી અંતે ૪૧ પોઈન્ટ વધીને ૧૨૨૫૭
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨૨૧૫.૯૦ સામે ૧૨,૨૭૧ મથાળે ખુલીને આરંભથી જ તેજીમાં ઓટોમોબાઈલ શેરોમાં મારૂતી સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ સહિતમાં લેવાલી અને ઈન્ફોસીસના પરિણામ પૂર્વે ફંડોની લેવાલી થતાં અને એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી, નેસ્લે ઈન્ડિયામાં આકર્ષણે અને મેટલ-માઈનીંગ શેરોમાં કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, વેદાન્તા, હિન્દાલ્કો સહિતમાં તેજીએ અને અલ્ટ્રાટેક સિમેન્ટ, ગેઈલ ઈન્ડિયા, સન ફાર્મા, એશીયન પેઈન્ટસ, સિપ્લા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી સહિતમાં આકર્ષણે નિફટી સ્પોટ અગાઉનો ૨૦,ડિસેમ્બર ૨૦૧૯નો ૧૨૨૯૩.૯૦નો રેકોર્ડ કુદાવી ૧૨૩૧૧.૨૦ નવો ઈતિહાસ રચી નીચામાં ૧૨૨૧૩.૨૦ સુધી આવી અંતે ૪૦.૯૦ પોઈન્ટ વધીને ૧૨૨૫૬.૮૦ બંધ રહ્યો હતો.
નિફટી ૧૨,૩૦૦નો કોલ ૪૮.૩૫ થી વધીને ૮૯.૮૦ થઈ અંતે ૫૧.૮૫ : નિફટી ૧૨,૨૦૦નો પુટ ૫૯.૭૫ થી ઘટીને ૪૯
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ તેજી જાળવી હતી. નિફટી ૧૨,૩૦૦નો કોલ ૪,૮૨,૩૮૨ કોન્ટ્રેકટસમાં રૂ.૪૪,૭૧૮.૪૦ કરોડના કામકાજે ૪૮.૩૫ સામે ૫૧ મથાળે ખુલીને ઉપરમાં ૮૯.૮૦ થઈ ઘટીને ૩૯.૭૦ સુધી આવી અંતે ૫૧.૮૫ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો પુટ ૩,૭૨,૯૦૫ કોન્ટ્રેકટસમાં રૂ.૩૪,૨૫૮.૦૭ કરોડના કામકાજે ૫૯.૭૫ સામે ૪૯.૮૫ મથાળે ખુલીને ઉપરમાં ૬૪.૩૫ થઈ ઘટીને ૩૮.૦૫ સુધી આવી અંતે ૪૯ રહ્યો હતો. નિફટી ૧૨,૪૦૦નો કોલ ૩,૦૨,૫૦૪ કોન્ટ્રેકટસમાં રૂ.૨૮,૧૮૯.૪૧ કરોડના કામકાજે ૧૯.૫૦ સામે ૨૪ મથાળે ખુલીને ઉપરમાં ૪૦.૪૫ થઈ ઘટીને ૧૪.૮૫ સુધી આવી અંતે ૧૮.૭૦ રહ્યો હતો.
નિફટી જાન્યુઆરી ફયુચર ૧૨,૨૬૯ થી વધીને ૧૨,૩૫૭ થઈ અંતે ૧૨,૨૯૩ : બેંક નિફટી ફયુચર
નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૧૭,૦૫૨ કોન્ટ્રેકટસમાં રૂ.૧૦,૮૦૧.૫૫ કરોડના કામકાજે ૧૨,૨૬૯.૭૫ સામે ૧૨,૨૯૪.૬૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૨,૩૫૭ થઈ ઘટીને ૧૨,૨૫૫.૨૦ સુધી આવી અંતે ૧૨,૨૯૩.૫૦ રહ્યો હતો. બેંક નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૭૮,૫૪૪ કોન્ટ્રેકટસમાં રૂ.૧૧,૪૯૯.૦૬ કરોડના કામકાજે ૩૨,૧૫૨.૬૫ સામે ૩૨,૨૬૩.૯૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૨,૩૮૪.૯૫ થઈ ઘટીને ૩૧,૯૮૦ સુધી આવી અંતે ૩૨,૧૧૨.૦૫ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો પુટ ૩૧.૮૫ સામે ૨૭ મથાળે ખુલીને નીચામાં ૨૧.૭૦ થઈ વધીને ૩૫.૨૦ સુધી પહોંચી અંતે ૨૮ રહ્યો હતો.
ઈન્ફોસીસના અપેક્ષાથી સારા પરિણામ જાહેર થતાં પૂર્વે શેર રૂ.૧૧ વધીને રૂ.૭૩૮ : ઓરકલ રૂ.૯૮ વધીને રૂ.૨૮૫૬
આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં આજે ફંડોની ઈન્ફોસીસના ત્રીજા ત્રિમાસિકના પરિણામ બજાર બંધ થયા બાદ જાહેર થતાં પૂર્વે લેવાલીએ રૂ.૧૦.૭૦ વધીને રૂ.૭૩૮.૨૫ રહ્યો હતો. ઈન્ફોસીસે સાંજે ત્રીજા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૨૩.૫ ટકા વધીને રૂ.૪૪૫૭ કરોડ થયો છે. જ્યારે આવક ૭.૯૨ ટકા વધીને રૂ.૨૩,૦૯૨ કરોડ થઈ છે. આ સાથે ઈન્ફોસીસે નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે આવક વૃદ્વિનો અંદાજ વધારીને ૧૦ થી ૧૦.૫ ટકા મૂક્યો છે. અન્ય આઈટી શેરોમાં ઓરેકલ ફિનસર્વ રૂ.૯૭.૯૫ વધીને રૂ.૨૮૫૬.૧૦, માઈન્ડટ્રી રૂ.૩.૫૦ વધીને રૂ.૮૩૦.૬૦, ટેક મહિન્દ્રા રૂ.૩.૧૫ વધીને રૂ.૭૭૬.૩૦ રહ્યા હતા.
નામી દિગ્ગજ ફરી ઓટોમોબાઈલ શેરોમાં તેજીમાં આવ્યા ? ટાટા મોટર્સ, ટીવીએસ મોટર, મારૂતી, મહિન્દ્રા, આઈશર વધ્યા
નામી દિગ્ગજ ફરી ઓટોમોબાઈલ-ઓટો એનસીલિયરી શેરોમાં તેજીમાં આવ્યાની ચર્ચા વચ્ચે આજે ઓટો શેરોમાં સતત તેજી રહી હતી. ટાટા મોટર્સ રૂ.૪.૩૫ વધીને રૂ.૧૯૬.૪૦, અપોલો ટાયર રૂ.૩.૨૫ વધીને રૂ.૧૬૮.૬૦, ટીવીએસ મોટર રૂ.૭.૯૫ વધીને રૂ.૪૭૦.૩૦, મારૂતી સુઝુકી રૂ.૯૮.૭૦ વધીને રૂ.૭૩૨૭.૪૫, બાલક્રિશ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦.૭૫ વધીને રૂ.૧૦૪૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫.૪૦ વધીને રૂ.૫૪૬.૪૫, એમઆરએફ રૂ.૬૫૯.૩૫ વધીને રૂ.૬૭,૫૪૮.૨૦, આઈશર મોટર્સ રૂ.૧૨૦.૧૦ વધીને રૂ.૨૦,૪૪૫.૦૫, બજાજ ઓટો રૂ.૧૫.૩૦ વધીને રૂ.૩૧૦૩.૦૫, હીરો મોટોકોર્પ રૂ.૬.૪૫ વધીને રૂ.૨૩૬૨.૪૦ રહ્યા હતા.
અમેરિકા-ચાઈના ટ્રેડ ડીલ ૧૫,જાન્યુઆરી બાદ થવાની અપેક્ષાએ મેટલ-માઈનીંગ શેરોમાં આકર્ષણ : સેઈલ, ટાટા સ્ટીલ વધ્યા
અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ ૧૫, જાન્યુઆરી પછી થવાની શકયતા બતાવતું નિવેદન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરતાં મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. કોલ ઈન્ડિયા રૂ.૭.૨૦ વધીને રૂ.૨૦૫.૨૦, સેઈલ રૂ.૧.૪૫ વધીને રૂ.૪૯.૯૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૫.૭૦ વધીને રૂ.૨૧૯.૦૫, વેદાન્તા રૂ.૧.૮૦ વધીને રૂ.૧૫૯.૯૫,ટાટા સ્ટીલ રૂ.૩.૫૫ વધીને રૂ.૪૮૬.૫૫, હિન્દાલ્કો રૂ.૨૧૧.૩૦ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં ફંડોની મોટી તેજી : હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, પરાગ મિલ્ક, મેરિકો ઉછળ્યા
એફએમસીજી શેરોમાં આજે ફંડોની વ્યાપક લેવાલી રહી હતી. પરાગ મિલ્ક રૂ.૬.૯૫ વધીને રૂ.૧૪૫.૬૫, ટાટા ગ્લોબલ બિવરેજીસ રૂ.૧૨.૮૦ વધીને રૂ.૩૪૧.૩૦, જયોતી લેબ રૂ.૫.૫૫ વધીને રૂ.૧૫૪.૫૦, ગોદરેજ કન્ઝયુમર રૂ.૧૩.૯૦ વધીને રૂ.૭૩૮.૧૦, ટાટા કોફી રૂ.૧.૭૦ વધીને રૂ.૯૩.૧૦, મેરિકો રૂ.૫.૫૫ વધીને રૂ.૩૩૮.૨૦, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૧૯.૩૫ વધીને રૂ.૧૯૫૩.૭૫, આઈટીસી રૂ.૨.૨૦ વધીને રૂ.૨૩૮ રહ્યા હતા.
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં સતત તેજીનો કરંટ : ફિનોલેક્ષ કેબલ્સ, થર્મેક્સ, વીગાર્ડ, ભારત ફોર્જ, લક્ષ્મી મશીન, કલ્પતરૂ પાવરવધ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે સતત ફંડોની લેવાલી રહી હતી. ફિનોલેક્ષ કેબલ રૂ.૧૨.૧૦ વધીને રૂ.૪૦૭.૬૫, થર્મેક્સ રૂ.૧૫.૭૫ વધીને રૂ.૧૦૮૭.૪૫, વીગાર્ડ રૂ.૩ વધીને રૂ.૨૧૬.૨૬,ભારત ફોર્જ રૂ.૭.૧૦ વધીને રૂ.૫૧૪.૩૫,લક્ષ્મી મશીનવર્કસ રૂ.૪૧.૧૫ વધીને રૂ.૩૪૩૯.૯૫, કલ્પતરૂ પાવર રૂ.૪.૯૦ વધીને રૂ.૪૨૦.૩૫, એચઈજી રૂ.૯.૯૦ વધીને રૂ.૧૦૬૪.૭૫, હવેલ્સ રૂ.૫.૪૫ વધીને રૂ.૬૪૫.૦૫, લાર્સન રૂ.૩૭.૪૫ વધીને રૂ.૪૭૩૭.૫૦ રહ્યા હતા.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સિલેકટીવ તેજી : સિટી યુનિયન, કોટક, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક, મોતીલાલ ઓસ્વાલ, રેલીગેર વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે પસંદગીની લેવાલી રહી હતી. સિટી યુનિયન બેંક રૂ.૩ વધીને રૂ.૨૩૪.૩૫, કોટક બેંક રૂ.૧૯.૩૫ વધીને રૂ.૧૬૮૪.૨૦, એચડીએફસી બેંક રૂ.૧૨.૪૦ વધીને રૂ.૧૨૮૩.૨૦,સ્ટેટ બેંક ઓફઈન્ડિયા રૂ. ૨ વધીને રૂ.૩૩૨.૨૫, સેન્ટ્રમ રૂ.૧.૬૫ વધીને રૂ.૨૪.૮૦, રેલીગેર રૂ.૨.૦૫ વધીને રૂ.૪૪.૯૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૩૮.૮૦ વધીને રૂ.૮૮૮.૯૫, એબી કેપિટલ રૂ.૩.૫૫ વધીને રૂ.૧૦૯, બિરલા મની રૂ.૧.૧૫ વધીને રૂ.૩૭, ઈક્વિટાસ રૂ.૨.૭૦ વધીને રૂ.૧૦૫.૨૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વ્યાપક તેજી : ૧૪૪૨ શેરો પોઝિટીવ બંધ : ૨૧૩ શેરોમાં ઓનલી બાયરની સર્કિટ
સપ્તાહના અંતિમ દિવસે પણ સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની વ્યાપક લેવાલી રહેતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૨૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૪૪૨ અને ઘટનારની સંખ્યા ૧૧૨૮ રહી હતી. ૨૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૧૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
એફઆઈઆઈ-એફપીઆઈની કેશમાં રૂ.૫૭૮ કરોડની ચોખ્ખી ખરીદી : ડીઆઈઆઈની રૂ.૨૧૬ કરોડની ચોખ્ખી વેચવાલી
એફઆઈઆઈ-એફપીઆઈ રોકાણકારોની આજે-શુક્રવારે કેશમાં રૂ.૫૭૮.૨૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૪૬૭૯.૬૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૧૦૧.૩૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૫૧.૭૪કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૪૩૮.૭૫કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૬૯૦.૪૯ કરોડની વેચવાલી થઈ હતી.