નવા શિખરો સર કરતું બજાર : સેન્સેક્સ 41120, નિફટી 12132 નવો ઈતિહાસ સર્જાયો : અંતે સેન્સેક્સ 68 પોઈન્ટ ઘટીને 40821
- નિફટી સ્પોટ ૩૬ પોઈન્ટ ઘટીને ૧૨૦૩૭ : બેંકિંગ શેરોમાં આકર્ષણ
- આઈટી, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધોવાણ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક ઓફલોડિંગ
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા.26 નવેમ્બર 2019, મંગળવાર
અમેરિકા-ચાઈના વચ્ચે હવે ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ટ્રેડ ડીલ થઈ જવાની બન્ને દેશો વચ્ચેની વાટાઘાટના સંકેતે વૈશ્વિક બજારોમાં ગઈકાલે અમેરિકી બજારોમાં ન્યુયોર્ક શેર બજારમાં રેકોર્ડ તેજી જોવાતાં આજે વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેર બજારોમાં પણ તેજીનો નવો ઈતિહાસ રચાયો હતો. અલબત આર્થિક મોરચે નબળા પરિબળોને લઈને શેરોમાં ઈન્ડેક્સ બેઝડ આજે વિક્રમી તેજી બાદ પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. મોર્ગન સ્ટેનલી ઈન્ટરનેશન ઈન્ડેક્સ(એમએસસીઆઈ)માં કરાયેલા ફેરફારો સાથે સ્થાનિકમાં સેન્સેક્સ ૩૦ સ્ક્રિપોની યાદીમાં કરાયેલા ફેરફારોને લઈ ગઈકાલે શેરોમાં તેજી બાદ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ લેવાલી કર્યા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતના ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોએ વિક્રમી તેજી કરતાં તેમ જ યુ.એસ.સ્ટીલ જાયન્ટ તેમ જ આર્સેલર મિત્તલ દ્વારા સ્ટીલના ભાવમાં વધારો કરાયાની પોઝિટીવ અસરે અને અમેરિકા-ચાઈના ટ્રેડ ડીલની અપેક્ષાએ મેટલ શેરોમાં તેજી થતાં બજારે ઈન્ડેક્સ બેઝડ આરંભમાં વિક્રમી તેજી બતાવી હતી. સેન્સેક્સ ૪૧૦૦૦ની સપાટી કુદાવી ૪૧૧૨૦.૨૮ નવી ઐતિહાસિક ઊંચાઈ બનાવ્યા સાથે નિફટીએ ૧૨૧૩૨.૪૫ નવો ઈન્ટ્રા-ડે તેજીનો ઈતિહાસ રચ્યો હતો. પરંતુ વધ્યામથાળે ફંડોની ટેલીકોમ, આઈટી, કેપિટલ ગુડઝ-પાવર, ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી નીકળતાં અંતે સેન્સેક્સ ૬૭.૯૩ પોઈન્ટ ઘટીને ૪૦૮૨૧.૩૦ અને નિફટી સ્પોટ ૩૬.૦૫ પોઈન્ટ ઘટીને ૧૨૦૩૭.૭૦ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ આરંભિક તેજીમાં ૨૩૧ પોઈન્ટ ઉછળીને ૪૧૧૨૦ નવો ઈતિહાસ રચી અંતે ૬૮ પોઈન્ટ ઘટીને ૪૦૮૨૧
ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૦૮૮૯.૨૩ સામે ૪૧૦૨૨.૮૫ મથાળે ખુલીને આરંભથી જ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક સહિતમાં ફંડો લેવાલ રહેતાં અને મેટલ શેરોમાં ટાટા સ્ટીલની આગેવાનીમાં તેજી તેમ જ એફએમસીજી જાયન્ટ આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવરમાં આકર્ષણે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આજે નવી ઊંચાઈનો ઈતિહાસ રચતી તેજી જોવાતાં અને હીરો મોટોકોર્પ, એશીયન પેઈન્ટસ સહિતના ફ્રન્ટલાઈન શેરોમાં આકર્ષણે એક તબક્કે સેન્સેક્સ ૨૩૧.૦૫ પોઈન્ટની છલાંગે ૪૧૧૨૦.૨૮ની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને ટેલીકોમ શેરોમાં ભારતી એરટેલને ડાઉનગ્રેડ કરવામાં આવતાં વેચવાલી સાથે આઈટી શેરોમાં ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસમાં ઓફલોડિંગ થતાં અને ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ ડીવીઆર, ટાટા મોટર્સ લિ., મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટોમાં વેચવાલી સાથે સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ, લાર્સન, એનટીપીસી, ઓએનજીસી, યશ બેંક, વેદાન્તા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વેચવાલીએ સુધારો ધોવાઈ નીચામાં ૪૦૭૧૦.૨૦ સુધી આવી અંતે ૬૭.૯૩ પોઈન્ટ ઘટીને ૪૦૮૨૧.૩૦ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ બેંકિંગ શેરોમાં તેજીએ ઈન્ટ્રા-ડે ૧૨૧૩૨ નવો ઈતિહાસ રચી અંતે ૩૬ પોઈન્ટ ઘટીને ૧૨૦૩૭
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨૦૭૩.૭૫ સામે ૧૨૧૧૦.૨૦ મથાળે ખુલીને આરંભિક તેજીમાં આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, યશ બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડ તેમ જ એફએમસીજી શેરોમાં નેસ્લે ઈન્ડિયા, આઈટીસી, બ્રિટાનીયા, હિન્દુસ્તાન યુનિલિવર સાથે ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ સાથે મેટલ શેરોમાં ટાટા સ્ટીલ, હિન્દાલ્કો સહિતમાં આકર્ષણે અને ટાઈટન સહિતમાં લેવાલીએ એક તબક્કે વધીને ૧૨૧૩૨.૪૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને ટેલીકોમ શેરોમાં ભારતી એરટેલ, ઈન્ફ્રાટેલ સાથે ઓટો શેરોમાં મારૂતી સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈશર મોટર્સ સહિતમાં વેચવાલી તેમ જ ગ્રાસીમ, ઝી, લાર્સન, એનટીપીસી, સિપ્લા, અદાણી પોર્ટસ, સન ફાર્મા, બીપીસીએલ, વિપ્રો, ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી સહિતાં વેચવાલીએ ઘટીને નીચામાં ૧૨૦૦૬.૩૫ નવો ઈન્ટ્રા-ડે વિક્રમ સજીૅ અંતે ૩૬.૦૫ પોઈન્ટ ઘટીને ૧૨૦૩૭.૭૦ બંધ રહ્યો હતો.
નિફટી ૧૨,૧૦૦નો કોલ ૫૬.૩૦ થી વધીને ૭૪.૨૦ થઈ અંતે ૪૭.૫૦ : નિફટી ૧૨,૦૦૦નો પુટ૨૬.૬૦ થી ઘટીને ૧૯.૫૦
ડેરિવેટીવ્ઝમાં નવેમ્બર વલણના અંતના સપ્તાહમાં નિફટી ૧૨,૧૦૦નો કોલ ૬,૦૬,૨૧૩ કોન્ટ્રેકટસમાં રૂ.૫૫,૨૨૩.૩૮ કરોડના કામકાજે ૫૬.૩૦ સામે ૬૮ મથાળે ખુલને ઉપરમાં ૭૪.૨૦ થઈ ઘટીને ૧૮.૫૫ સુધી આવી અંતે ૪૭.૫૦ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો પુટ ૫,૩૫,૦૩૫ કોન્ટ્રેકટસમાં રૂ.૪૮,૨૫૩.૮૩ કરોડના કામકાજે ૨૬.૬૦ સામે ૨૩.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૪૫.૨૫ અને નીચામાં ૧૫.૮૫ સુધી આવી અંતે ૧૯.૫૦ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો કોલ ૪,૩૯,૯૯૮ કોન્ટ્રેકટસમાં રૂ.૪૦,૩૦૯.૧૧ કરોડના કામકાજે ૧૯.૫૫ સામે ૪૦ મથાળે ખુલીને નીચામાં ૪.૦૫ સુધી પટકાઈ અંતે ૧૨ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો પુટ ૪,૦૯,૭૨૭ કોન્ટ્રેકટસમાં રૂ.૩૭,૩૬૦.૭૧ કરોડના કામકાજે ૬૦.૧૫ સામે ૫૨ મથાળે ખુલીને ઉપરમાં ૯૯.૮૦ થઈ ઘટીને ૪૧.૪૫ સુધી આવી અંતે ૫૩.૨૫ રહ્યો હતો.
બેંક નિફટી નવેમ્બર ફયુચર ૩૧,૫૬૮ થી વધીને ૩૧,૬૯૮ : નિફટી ફયુચર ૧૨,૦૯૬ થી વધીને ૧૨,૧૩૭ થઈ અંતે ૧૨,૦૯૮
બેંક નિફટી નવેમ્બર ફયુચર ૧,૫૭,૩૮૪ કોન્ટ્રેકટસમાં રૂ.૯૯૬૦.૫૩ કરોડના કામકાજે ૩૧,૫૬૮.૨૫ સામે ૩૧,૬૨૦.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૧,૭૯૧.૮૫ થઈ ઘટીને ૩૧,૪૧૧ સુધી આવી અંતે ૩૧,૬૯૮.૩૫ રહ્યો હતો. બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૩૭,૬૨૮ કોન્ટ્રેકટસમાં રૂ.૨૩૯૦.૧૧ કરોડના કામકાજે ૩૧,૬૭૯.૮૫ સામે ૩૧,૭૩૯.૨૦ મથાળે ખુલીને નીચામાં ૩૧,૫૩૫.૦૫ થઈ વધીને ૩૧,૮૯૫.૭૦ સુધી જઈ અંતે ૩૧,૮૧૯.૮૦ રહ્યો હતો. નિફટી નવેમ્બર ફયુચર ૧,૫૦,૯૦૪ કોન્ટ્રેકટસમાં રૂ.૧૩,૬૭૮.૮૫ કરોડના કામકાજે ૧૨,૦૯૬.૩૦ સામે ૧૨,૧૨૧.૦૫ ખુલીને વધીને ૧૨,૧૩૭.૬૦ સુધી જઈ અંતે ૧૨,૦૯૮.૬૦ રહ્યો હતો. નિફટી ડિસેમ્બર ફયુચર ૯૩,૧૪૫ કોન્ટ્રેકટસમાં રૂ.૮૪૭૫.૫૦ કરોડના કામકાજે ૧૨,૧૪૧.૬૦ સામે ૧૨,૧૪૯.૯૦ મથાળે ખુલીને નીચામાં ૧૨,૦૬૯.૫૦ થઈ વધીને ૧૨,૧૭૬ સુધી પહોંચી અંતે ૧૨,૧૪૪.૪૦ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં અવિરત તેજી : ICICI રૂ.૧૩ વધીને રૂ.૫૧૧ : IIFL રૂ.૧૫ ઉછળીને રૂ.૧૫૨ : ઈન્ડસઈન્ડ, એચડીએફસી શેરો વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની અવિરત તેજી રહી હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૩.૦૫ વધીને રૂ.૫૧૧.૧૦, સિટી યુનિયન બેંક રૂ.૩.૪૦ વધીને રૂ.૨૧૯.૩૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૯.૮૦ વધીને રૂ.૧૫૧૭, એચડીએફસી બેંક રૂ.૩.૨૦ વધીને રૂ.૧૨૭૪.૬૫, આઈઆઈએફએલ રૂ.૧૪.૭૦ ઉછળીને રૂ.૧૫૨.૧૫, આવાસ રૂ.૧૧૦.૫૫ ઉછળીને રૂ.૧૮૧૯.૯૦, મેગ્મા રૂ.૨.૧૦ વધીને રૂ.૪૪.૯૫, આઈબી વેન્ચર્સ રૂ.૬.૧૦ વધીને રૂ.૧૬૧.૯૦, ઉજ્જિવન રૂ.૫.૨૫ વધીને રૂ.૩૦૯.૮૦, બંધન બેંક રૂ.૬ વધીને રૂ.૫૪૫.૨૫, કર્ણાટક બેંક રૂ.૭૪.૧૫, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ રૂ.૨.૦૫ વધીને રૂ.૩૧૪.૮૫, ટાટા ઈન્વેસ્ટ રૂ.૫.૩૦ વધીને રૂ.૮૩૦.૦૫, એચડીએફસી લિમિટેડ રૂ.૧૦ વધીને રૂ.૨૩૦૩.૮૫, એમસીએક્સ રૂ.૨૭.૯૫ વધીને રૂ.૧૧૮૩.૩૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૩૯.૫૨ પોઈન્ટ વધીને ૩૫૯૫૫.૩૧ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં ફંડોની વ્યાપક તેજી : ફયુચર કન્ઝયુમર, બલરામપુર ચીની, એટીએફએલ, બ્રિટાનીયા, નેસ્લે, આઈટીસી વધ્યા
એફએમસીજી શેરોમાં આજે ફંડોએ વ્યાપક લેવાલી કરી હતી. ફયુચર કન્ઝયુમર રૂ.૨.૯૦ ઉછળીને રૂ.૨૬, ગોડફ્રે ફિલિપ રૂ.૯૪.૭૦ વધીને રૂ.૧૨૫૪.૦૫, બલરામપુર ચીની રૂ.૪.૩૫ વધીને રૂ.૧૪૮.૮૦, બજાજ કન્ઝયુમર રૂ.૫.૪૫ વધીને રૂ.૨૪૮.૯૦, ગોદરેજ એગ્રો રૂ.૯.૩૦ વધીને રૂ.૪૮૩.૨૫, એટીએફએલ રૂ.૧૧.૪૫ વધીને રૂ.૬૦૩.૬૫, જીલેટ ઈન્ડિયા રૂ.૯૦.૫૫ વધીને રૂ.૬૯૪૦.૮૦, આઈટીસી રૂ.૧.૩૦ વધીને રૂ.૨૪૯.૧૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૪૨.૪૦ વધીને રૂ.૧૪,૫૩૧.૫૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં ફરી વ્યાપક ઓફલોડિંગ : અશોક લેલેન્ડ, એકસાઈડ, આઈશર, મહિન્દ્રા, મારૂતી, ટાટા મોટર્સ, એમઆરએફ ઘટયા
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ફરી વાહનોની માંગ મંદ પડી રહ્યાના અને ઉદ્યોગનું સંકટ ફરી ઘેરાવા લાગ્યાના અહેવાલ વચ્ચે આજે ઓટો શેરોમાં વ્યાપક વેચવાલી નીકળતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૯૨.૪૬ પોઈન્ટ ઘટીને ૧૮૧૩૧.૩૨ બંધ રહ્યો હતો. અશોક લેલેન્ડ રૂ.૨.૫૫ ઘટીને રૂ.૮૦.૭૫, એકસાઈડ રૂ.૪.૨૦ ઘટીને રૂ.૧૯૩.૩૫, આઈશર મોટર્સ રૂ.૪૭૬.૭૦ ઘટીને રૂ.૨૨,૭૯૦.૯૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૯.૧૫ ઘટીને રૂ.૫૩૮.૬૦, મારૂતી સુઝુકી રૂ.૧૧૦.૦૫ ઘટીને રૂ.૭૧૨૭.૩૫, ટાટા મોટર્સ રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૬૩.૮૦, એમઆરએફ રૂ.૮૬૪.૫૦ ઘટીને રૂ.૬૩,૦૫૩.૯૫, અપોલો ટાયર રૂ.૧.૭૫ ઘટીને રૂ.૧૬૮.૫૦, બજાજ ઓટો રૂ.૧૭.૬૦ ઘટીને રૂ.૩૧૭૮.૧૦, ટીવીએસ મોટર રૂ.૨.૩૦ ઘટીને રૂ.૪૫૨.૯૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૨.૬૫ ઘટીને રૂ.૫૬૬.૧૦ રહ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઈન્ટ્રા-ડે રૂ.૧૫૭૬ નવો વિક્રમ બનાવી અંતે રૂ.૨ ઘટીને રૂ.૧૫૫૮ : માર્કેટ કેપ ફરી રૂ.૧૦ લાખ કરોડ નજીક પહોંચ્યું
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આજે આરંભમાં ફંડોની આક્રમક લેવાલીએ શેર રૂ.૧૫૬૦.૭૦ના આગલા બંધ સામે રૂ.૧૫૬૯.૪૦ મથાળે ખુલીને આરંભમાં જ રૂ.૧૫૭૬ની નવી વિક્રમી ઊંચાઈ બનાવી ફરી કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૧૦ લાખ કરોડ નજીક પહોચી અંતે શેર રૂ.૧.૮૫ ઘટીને રૂ.૧૫૫૮.૮૫ બંધ રહેતાં માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૯,૮૮,૧૭૯.૭૯ કરોડનું રહ્યું હતું.
ટેલીકોમ શેરોમાં પ્રોફિટ બુકિંગ : ભારતી એરટેલનું રેટીંગ ડાઉનગ્રેડ થતાં ઘટયા : આઈડીયા, ઈન્ફ્રાટેલ, એમટીએનએલ ઘટયા
ટેલીકોમ શેરોમાં આજે ભારતી એરટેલને રેટીંગ એજન્સી દ્વારા ડાઉનગ્રેડ કરાતાં શેરમાં વેચવાલીએ રૂ.૧૯.૬૦ ઘટીને રૂ.૪૩૧.૭૦ રહ્યો હતો. વોડાફોન આઈડીયા ૮૦ પૈસા ઘટીને રૂ.૬.૦૪, ઈન્ફ્રાટેલ રૂ.૧૭.૫૦ ઘટીને રૂ.૨૩૨.૪૫, એમટીએનએલ ૪૦ પૈસા ઘટીને રૂ.૮.૫૯, વિંધ્યાટેલી રૂ.૧.૬૫ ઘટીને રૂ.૮૧૮.૩૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી પ્રોફિટ બુકિંગ : ૧૪૫૧ નેગેટીવ બંધ : ૨૧૯૭ શેરોમાં તેજી, ૨૧૭ શેરોમાં મંદીની સર્કિટ
સેન્સેક્સ-નિફટી બેઝડ વિક્રમી તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓનું આજે શેરોમાં વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૦૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૪૫૧ અને ઘટનારની સંખ્યા ૧૦૮૧ રહી હતી. ૧૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૧૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.