Get The App

સોનું રૂ.1,55,000 બોલાતાં નવો ઈતિહાસ : ચાંદી ઉછળી રૂ.3,23,000

- ચાંદીમાં બે દિવસમાં રૃ.૩૫ હજાર વધી જતાં ખેલાડીઓ અવાકઃ સોનું બે દિવસમાં રૃ.૮૭૦૦ ઉછળ્યું

- વૈશ્વિક સોનું ઉછળી ઔંસના ૪૭૦૦ ડોલર વટાવતાં નવો રેકોર્ડ

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
સોનું રૂ.1,55,000 બોલાતાં નવો ઈતિહાસ : ચાંદી ઉછળી  રૂ.3,23,000 1 - image

અમદાવાદ,મુંબઈ : ગ્રીનલેન્ડ પ્રશ્ને અમેરિકા તથા યુરોપના દેશો વચ્ચે તણાવ વધતાં તથા વૈશ્વિક ડોલર ઈન્ડેક્સગબડતાં વૈશ્વિક સોનામાં ફંડોની તથા સેફ-હેવન બાઈંગ વધ્યાના નિર્દેશો હતા. આ અહેવાલો પાછળ વિશ્વ બજારમાં તોફાની તેજી આગળ વધતાં ઘરઆંગણે પણ ઝવેરી બજારોમાં તેજીનો ચરુ ઊકળતો રહ્યો હતો.જેના પગલે આજે દિલ્હી બુલિયન બજારમાં ચાંદી રૂ.૩.૨૩ લાખની નવી વિક્રમી સપાટીએ પહોંચી હતી. જ્યારે અમદાવાદ સોનું રૂ,૬૫૦૦ ઉછળીને રૂ.૧,૫૫,૦૦૦ની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું હતું.

વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઉછળી ઔંસના ઉંચામાં ૪૭૦૦ ડોલરની સપાટી પાર કરી ગયા હતા જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ ઉછળી ઔંસના ઉંચામાં ૯૬ ડોલરની નજીક પહોંચી ગયા હતા. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાના ભાવ આજે અમદાવાદ ઝવેરી બજારમાં ૧૦ ગ્રામના વધુ રૂ.૬૫૦૦ ઉથળી ૯૯૫ના ભાવ રૂ.૧૫૪૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૫૦૦૦ બોલાતા થતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. સોનાના ભાવ બે દિવસમાં ૮૭૦૦ વધી ગયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના વધુ રૂ.૨૦ હજાર વધતાં ભાવ ઉછળી રૂ.૩ લાખ ૧૦ હજાર બોલાઈ ગયા હતા. ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૩૫ હજાર વધી ગયા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૬૭૦થી ૪૬૭૧ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૪૭૩૭ થઈ ૪૭૨૭થી ૪૭૨૮ ડોલર રહ્યા હતા. સોના પાછળ અન્ય કિંમતી ધાતુઓ પણ ઉછળી રહી હતી. ચાંદીના ભાવ ઔંસના ૯૩.૪૪ વાળા વધી ૯૫.૮૮ થઈ ૯૫.૪૧થી ૯૫.૪૨ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ વધી ૨૪૧૮ થઈ ૨૪૦૭થી ૨૪૦૮ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૮૭૯ થઈ ૧૮૬૧થી ૧૮૬૨ ડોલર રહ્યા હતા.

કોપરના ભાવ આજે વિશ્વ બજારમાં વધુ ૦.૬૫ ટકા ઉંચા બોલાતા હતા. ક્રૂડતેલના ભાવ પણ વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૬૪.૫૫ થઈ ૬૪.૪૭ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ૬૦.૦૬ ડોલર ઉંચામાં રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ઉછળી ૯૯૫ના રૂ.૧૪૬૮૧૯ તથા ૯૯૯ના ભાવ વવધી રૂ.૧૪૭૪૦૭ બોલાયા હકતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૩૦૯૩૪૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.