Get The App

ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પડાશે, આરબીઆઈએ કરી જાહેરાત

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પડાશે, આરબીઆઈએ કરી જાહેરાત 1 - image


Indian Currency: ભારતીય રિઝર્વ બેંક ટુંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. બેંક તરફથી શનિવારે આ અંગે માહિતી આપવામાં આવી. જેમાં કહેવામાં આવ્યું કે, નવી નોટ પર ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. આ નોટોની ડિઝાઈન મહાત્મા ગાંધી ન્યૂ સીરિઝની 20 રૂપિયાની નોટ જેવી જ હશે.

આ સાથે જ આરબીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે, 20 રૂપિયાની નવી નોટ જાહેર થયા બાદ જૂની નોટ ચલણમાં યથાવત્ રહેશે. તેનો મતલબ છે કે જે નોટ પહેલાથી ચાલી આવી છે તે બંધ નહીં કરવામાં આવે. પરંતુ નવી નોટને તેમાં સામેલ કરી દેવાશે. જૂની નોટોના ચલણ પર કોઈ પ્રકારની રોક-ટોક નહીં લગાવવામાં આવે.

ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પડાશે, આરબીઆઈએ કરી જાહેરાત 2 - image

Tags :