Get The App

‘સપ્તાહમાં 70 કલાક કામ કરો, અંતિમ શ્વાસ સુધી મારો વિચાર નહીં બદલાય’, નારાયણ મૂર્તિ મક્કમ

Updated: Nov 15th, 2024

GS TEAM


Google News
Google News
Narayana Murthy


Narayana Murthy: ઇન્ફોસિસના કો-ફાઉન્ડર અને પૂર્વ ચેરમેન નારાયણ મૂર્તિએ ફરી એક વખત યુવાનોની દુખતી રગ દબાવી છે. નારાયણ મૂર્તિએ ફાઇવ ડે વર્કિંગ (પાંચ દિવસ  કામકાજ) અંગે નિઃસાસો નાખતાં કહ્યું છે કે, ‘યુવાનોએ પોતાના અને દેશના વિકાસ માટે વધુને વધુ કલાકો કામ કરવું જ જોઈએ. હું વર્ક-લાઇફ બેલેન્સ જેવી ચીજ પર વિશ્વાસ કરતો નથી.’

નારાયણ મૂર્તિએ ગ્લોબલ લીડરશીપ સમિટમાં વર્ક-લાઇફ અંગેના સવાલ પર જવાબ આપતાં ફરી કહ્યું છે કે, ‘વર્ક-લાઇફ બેલેન્સ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. મને તેમાં વિશ્વાસ જ નથી. 1986માં જ્યારે આપણે (ભારત) છ દિવસ પરથી પાંચ દિવસ વર્કિંગ ડે પર શિફ્ટ થયા ત્યારે હું ખૂબ નિરાશ થયો હતો. હું દિલગીર છું, પરંતુ હું મારા અંતિમ શ્વાસ સુધી મારો દૃષ્ટિકોણ નહીં બદલું.’

વડાપ્રધાનનું આપ્યું ઉદાહરણ

નારાયણ મૂર્તિએ વડાપ્રધાન મોદીનું ઉદાહરણ આપતાં કહ્યું કે, ‘આપણા વડાપ્રધાન સપ્તાહમાં 100 કલાક કામ કરી રહ્યા છે. દેશના સતત વિકાસ માટે તેમનું સમર્પણ એક મોડલ બની ગયું છે. વડાપ્રધાન મોદી અથાક પરિશ્રમ કરી રહ્યા છે, વિકસતા દેશમાં વૈશ્વિક હરીફો સાથે સ્પર્ધા કરવા મજબૂત અને અથાક રીતે કામ કરવું જરૂરી પણ ખૂબ છે અને તેનો કોઈ વિકલ્પ નથી. આ વાત યુવાનોએ સમજી લેવી જોઈએ.’

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટમાં એક પછી એક બે બોમ્બ ધડાકા, બ્રાઝિલમાં મચ્યો ખળભળાટ

મૂર્તિ આટલા કલાક કરે છે કામ

મૂર્તિએ પોતાની કારકિર્દી અંગે મહત્ત્વની બાબત શેર કરતાં કહ્યું કે, ‘હું દિવસમાં 14 કલાક કામ કરું છું. આમ, સપ્તાહમાં સાડા છ દિવસ પ્રોફેશનલ ડ્યુટી કરું છું અને રોજ સવારે 6.30 વાગ્યે ઑફિસ પહોંચી જઉં છું અને રાત્રે 8.40 વાગ્યે ઘરે જઉં છું.’ 

અગાઉ પણ નારાયણ મૂર્તિએ યુવાનોને સાપ્તાહિક 70 કલાક કામ કરવા સલાહ આપી હતી. ત્યાર પછી સોશિયલ મીડિયા પર વિવાદ થયો હતો. જો કે, દેશમાં અનેક લોકોએ તેમની વાતનું સમર્થન પણ કર્યું હતું.  

‘સપ્તાહમાં 70 કલાક કામ કરો, અંતિમ શ્વાસ સુધી મારો વિચાર નહીં બદલાય’, નારાયણ મૂર્તિ મક્કમ 2 - image

Tags :