મ્યુ. ફંડોનું મે માસમાં કેશ એલોકેશન રૂ.6240 કરોડ ઘટીને રૂ.2.17 લાખ કરોડ
- મે મહિનામાં કુલ ઈક્વિટી એયુએમ રૂ.૩૮.૩૩ લાખ કરોડ નોંધાયું
- ૬ ફંડોના પોર્ટફોલિયોમાં રૂ.૧૦,૦૦૦ કરોડથી વધુ કેશ
મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડોએ એપ્રિલની તુલનાએ મે મહિનામાં કેશ ફાળવણી રૂ.૬૨૪૦ કરોડ ઘટાડીને રૂ.૨.૧૭ લાખ કરોડ કરી છે. જે એપ્રિલમાં રૂ.૨.૨૩ લાખ કરોડની થઈ હતી. કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)ના કેશ ફાળવણી મે ૨૦૨૫ મહિનામાં ૫.૬૬ ટકા રહી છે. જે એપ્રિલમાં ૬.૧૨ ટકા રહી હતી. મે મહિનામાં કુલ ઈક્વિટી એયુએમ રૂ.૩૮.૩૩ લાખ કરોડ નોંધાયું છે.
૪૪ ફંડ હાઉસોમાંથી ૬ ફંડ હાઉસોનો આ સમયગાળામાં તેમના પોર્ટફોલિયોમાં રૂ.૧૦,૦૦૦ કરોડથી વધુ કેશ રહી છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ સૌથી મોટા ફંડ હાઉસનું મે મહિનામાં પોર્ટફોલિયોમાં કેશ ફાળવણી રૂ.૩૪,૭૪૭ કરોડ રહી છે. જે કુલ એયુએમના ૪.૮૬ ટકા છે.
એચડીએપસી મ્યુચ્યુઅલ ફંડનું પોર્ટફોલિયોમાં કેશ ફાળવણી રૂ.૨૭,૧૩૩.૩૯ કરોડ રહી છે. જે કુલ એયુએમના ૬.૭૫ ટકા રહી છે. ત્યાર બાદ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ પંડનું કેશ એલોકેશન રૂ.૨૬,૭૫૨.૩૧ કરોડ રહ્યું છે. જે કુલ એયુએમના ૫.૯૨ ટકા રહ્યું છે. જ્યારે પીપીએફએએસ મ્યુચ્યુઅલ ફંડનું કેશ એલોકેશન રૂ.૨૩,૫૯૮.૧૫ કરોડ રહ્યું છે. જે એયુએમના ૨૧.૬૨ ટકા રહ્યું છે.
આ સિવાય મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડનું કેશ એલોકેશન રૂ.૧૩,૧૬૮.૪૧ કરોડ રહ્યું છે, જે કુલ એયુએમના ૧૩.૫૬ ટકા છે. જ્યારે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડનું કેશ એલોકેશન મે મહિનામાં રૂ.૧૩,૦૪૪.૬૬ કરોડ રહ્યું છે. જે કુલ એયુએમના ૬.૬૭ ટકા રહ્યું છે.
ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ તેના પોર્ટફોલિયોમાં રૂ.૯૦૨૮ કરોડ કેશ ધરાવતા હોવાનું અને કોટક મ્યુચ્યુઅલ ફંડ રૂ.૭૮૯૪ કરોડ ધરાવતા હતા. જ્યારે રૂ.૧૦૦૦ કરોડથી ઓછી કેશ તેમના પોર્ટફોલિયોમાં ધરાવનારા ફંડ હાઉસોની સંખ્યા ૨૧ જેટલી રહી છે. એડલવેઈઝ મ્યુચ્યુઅલ ફંડ રૂ.૧૦૯૩ કરોડ તેના પોર્ટફોલિયોમાં કેશ ધરાવતા હતા. જે કુલ એયુએમના ૩.૩૩ ટકા રહ્યું છે.