Get The App

મુંબઈ ચાંદી રૂ. 1,41,000ની વિક્રમી સપાટીએ પહોંચી : સોનામાં ટકેલ ટોન

- વૈશ્વિક ચાંદી ૨૦૧૧ બાદ પ્રથમ જ વખત ૪૫ ડોલરને પાર

- અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૫૦૦ ડોલરને પાર : ક્રુડ તેલમાં સુધારો જળવાયો : સોનામાં સેફ હેવન લેવાલી ચાલુ

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈ ચાંદી રૂ. 1,41,000ની વિક્રમી સપાટીએ પહોંચી : સોનામાં ટકેલ ટોન 1 - image


મુંબઈ : વૈશ્વિક સ્તરે અનિશ્ચિત ભૌગોલિકરાજકીય વાતાવરણ વચ્ચે સોનાચાંદીમાં ઊંચા મથાળે  મજબૂતાઈ જળવાઈ રહી હતી. વિશ્વબજારમાં ચાંદી ૨૦૧૧ પછીની નવી ઊંચી ટોચે જોવા મળી હતી.  સોનામાં સેફ હેવન આકર્ષણ જળવાઈ રહ્યું હતું. વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં પણ ચાંદીમાં નવી ઊંચી સપાટી જોવા મળી હતી. પૂરવઠા ખેંચની ધારણાંએ ક્રુડ તેલમાં સુધારો જળવાઈ રહેતા ભાવ ૬૯ ડોલરને પાર કરી ગયા હતા. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૧૩,૩૪૯ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ  ૧,૧૬,૭૪૮ બોલાતા હતા. ૯૯.૫૦ જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૧૨,૮૯૫ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ ૧,૩૭,૦૪૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ રૂપિયા ૧,૪૧,૧૫૦ સાથે ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧,૧૮,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૧૭,૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧,૪૦,૦૦૦ કવોટ થતા હતા. 

વિશ્વ બજારમાં સોનું પ્રતિ ઔંસ ૩૭૪૨ ડોલર જ્યારે ચાંદી મોડી સાંજે ઔંસ દીઠ ૪૪.૬૦ ડોલર મુકાતી હતી. ઈન્ટ્રાડેમાં ચાંદી ઉપરમાં ૪૫.૦૮ ડોલર અને નીચામાં ૪૩.૭૭ ડોલર વચ્ચે રેન્જ બાઉન્ડ રહી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઈન્ટ્રાડેમાં ૧૫૨૨ ડોલર અને ૧૪૭૧ ડોલર વચ્ચે અથડાઈને મોડી સાંજે ૧૫૦૧ ડોલર બોલાતી હતી. પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૨૪૦ ડોલર મુકાતું હતું.

ભૌગોલિકરાજકીય અશાંતિ વચ્ચે સોનામાં સેફ હેવન ખરીદી ચાલુ રહેતા ઊંચા મથાળે ભાવમા ંટકેલુ વાતાવરણ રહ્યું હતું. ઈન્ડોનેશિયામાં કોપરની ખાણમાં કામકાજ ખોરવાવાને કારણે ચાંદીના ભાવને ટેકો મળ્યો હતો. ચાંદી ૨૦૧૧ બાદ પહેલી વખત ૪૫ ડોલરને પાર જોવા મળી હતી.

અમેરિકા ખાતેથી પૂરવઠા ખેંચની શકયતાએ   ક્રુડ તેલમાં સુધારાની આગેકૂચ જળવાઈ રહી હતી.  નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૪.૪૬ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૮.૮૩ ડોલર મુકાતું હતું. નાયમેકસ ક્રુડ ઓઈલ ઉપરમાં ૬૯.૩૩ ડોલર જોવા મળ્યું હતું. 


Tags :