બેંકો દ્વારા લોન લેવામાં MSMEનો હિસ્સો વધ્યો પરંતુ પડકારો યથાવત
- ૨૦૨૦ - ૨૦૨૪ દરમિયાન શિડયુલ્ડ બેંકો દ્વારા લોન મેળવતા આવા ઉદ્યોગોનો હિસ્સો ૧૪ ટકાથી વધીને ૨૦ ટકા
અમદાવાદ : છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) માટે ઔપચારિક ધિરાણની પહોંચ વધી રહી છે. જેના કારણે શેડયુલ્ડ બેંકો દ્વારા લોન મેળવવામાં એમએસએમઈના હિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે.
ભારતમાં એમએસએમઈની સ્પર્ધાત્મકતામાં વધારો વિષય પર નીતિ આયોગ દ્વારા આજે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ભારતના એમએસએમઈની અપાર સંભાવનાઓને ધિરાણ, કૌશલ્ય, નવીનતા અને બજાર સુલભતામાં વ્યવસ્થિત સુધારાઓ દ્વારા બહાર કાઢવા માટે એક વિગતવાર બ્લુપ્રિન્ટ રજૂ કરવામાં આવી છે.
આ અહેવાલમાં જણાવાયું છે કે એમએસએમઈની ઔપચારિક ધિરાણની પહોંચમાં નોંધપાત્ર સુધારો થયો છે. ૨૦૨૦ અને ૨૦૨૪ દરમિયાન શિડયુલ્ડ બેંકો દ્વારા લોન મેળવતા સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોનો હિસ્સો ૧૪ ટકાથી વધીને ૨૦ ટકા થઈ છે. આ જ સમયગાળા દરમિયાન, શિડયુલ્ડ બેંકો દ્વારા લોન લેતા મધ્યમ ઉદ્યોગોનો હિસ્સો ૪ ટકાથી વધીને ૯ ટકા થયો છે.
આ સુધારાઓ છતાં, અહેવાલ દર્શાવે છે કે મોટો ક્રેડિટ ગેપ હજુ પણ યથાવત છે. નાણાકીય વર્ષ ૨૦૧૭ માં એમએસએમઈ ક્ષેત્રની ક્રેડિટ માંગ રૂ. ૬૯.૩ લાખ કરોડ હતી. આમાંથી, ૧૦.૯ લાખ કરોડ રૂપિયા ઔપચારિક સ્ત્રોતોમાંથી આવ્યા હતા અને ૫૮.૪ લાખ કરોડ રૂપિયા અનૌપચારિક સ્ત્રોતોમાંથી આવ્યા હતા. આમ લોન ગેપ રૂ. ૫૮.૪ કરોડ થયો છે.
નાણાકીય વર્ષ ૨૧ સુધીમાં એમએસએમઈ લોનની માંગનો માત્ર ૧૯ ટકા જ ઔપચારિક રીતે પૂર્ણ થયો હતો. નાણાકીય વર્ષમાં એમએસએમઈ લોનની માંગ ૯૯ લાખ કરોડ રૂપિયા નોંધાઈ હતી. જેમાં ઔપચારિક ોતોમાંથી એમએસએમઈને ૧૯ લાખ કરોડ રૂપિયા મળ્યા હતા.
અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વીજળીની તીવ્ર અછત, નબળી ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ઊંચા અમલીકરણ ખર્ચને કારણે એમએસએમઈને આધુનિક ટેકનોલોજી અપનાવવામાં અવરોધોનો સામનો કરવો પડે છે.