મૂડીઝે અને DBSએ ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસદરનો અનુમાન ઘટાડ્યું
નવી દિલ્હી, તા. 13 ડિસેમ્બર 2019, શુક્રવાર
દુનિયાની બે મુખ્ય એજન્સીઓ મુડીઝ અને DBSએ ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દરનું અનુમાન ઘટાડ્યું છે. મુડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસેઝએ 2019 માટે ભારતના GDP ગ્રોથ રેટ અનુમાન ઘટાડીને 5.6% કરી દીધું છે. જ્યારે સિંગાપુરની ફાઈનેંશિયલ સર્વિસ પ્રોવાઈડર કંપની ડીબીએસ બેંકિંગ ગૃપે ચાલુ નાણાંકિય વર્ષ 2019-20માં ભારતના વિકાસ દરનું અનુમાન 5.5%થી ઘટાડીને 5% કરી દીધું છે.
આ પહેલાં રિઝર્વ બેંકે પણ નરમ દેશની આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન 6.1% કર્યું છે. વર્લ્ડબેંકે પણ તે અનુમાન ઘટાડીને 6% કરી દીધું છે. એશિયન ડેવલપમેન્ટ બેંકે પણ 2019-20 માટે ભારતની વિકાસ દરનું અનુમાન 6.5% ઘટાડીને 5.1% કર્યું છે.
મૂડિઝે શુક્રવારે એક રિપોર્ટમાં કહ્યું કે, રોજગારની ધીમી વૃદ્ધિદરનો ઉપભોગ પર અસર પાડી રહ્યું છે. વૃદ્ધિદરમાં તે બાદ સુધારો થશે અને તે 2020 અને 2021માં ક્રમશ: 6.6% અને 6.7% રહી શકે છે. જો કે વૃદ્ધિદર સુધાર બાદ પણ પહેલાની તુલનામાં ઓછી બની રહેશે. મૂડિઝના રિપોર્ટ અનુસાર, અમે 2019 માટે ભારતના GDPની વૃદ્ધિ દરના અનુમાન ઘટાડીને 5.6% કરી દીધું છે, જે 2018ના 7.4%થી ઓછું છે. ભારતની આર્થિક વૃદ્ધિ દરની રફ્તાર મધ્ય 2018 બાદ સુસ્ત પડી છે અને વાસ્તવિક GDP વૃદ્ધિ દર લગભગ 8%થી ઘટીને 2019ના બીજા ક્વાર્ટરમાં 5% પર આવી ગઈ. GDP સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધારે ઘટીને 4.5% પર નોંધવામાં આવી.
ડીબીએસએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, આ વર્ષે ભારતીય અર્થવ્યવસ્થા પર આર્થિક ગતિવિધિઓમાં તેજ ઘટાડો તથા ફાઈનેંશિયલ સેક્ટરના પડકાર હાવી થઈ રહ્યાં છે. આ નરમી ઘણાં ફેક્ટરના કારણે છે. તે આંશિકરીતે ચક્રિય છે અને તેનુ કારણ માળખાગત પણ છે. તેનાથી લાગે છે કે, 2020માં પણ સુધારની ગતિ ધીમી રહી શકે છે. અનુકુળ મૂળભૂત પ્રભાવ અને સરળ નાણાંકિય સ્થિતી માંગને સમર્થન આપી શકે છે.
DBSએ કહ્યું કે, નાણાંકિય વર્ષ 2020-21માં ભારતના GDPના વૃદ્ધિ દર 5.8% પર પહોંચી શકે છે. ફેબ્રુઆરીમાં રજૂ થનારા સામાન્ય બજેટમાં માંગનો વધારો કરતા ઉપાયોની જાહેરાત કરવામાં આવી શકે છે. તેનાથી ટૂંકાગાળામાં આર્થિકવૃદ્ધિને સહારો મળી શકે છે.