Get The App

પંજાબ નેશનલ બેંક સહિત દસ બેંકોનું વિલીનીકરણ થશે

- એપ્રિલ સુધીમાં આ પગલું અંકે કરવા કેન્દ્ર કટિબદ્ધ

- ઓરીએેન્ટલ બેંક ઑફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઑફ કોમર્સ પણ જશે

Updated: Feb 10th, 2020

GS TEAM

Google News
Google News
પંજાબ નેશનલ બેંક સહિત દસ બેંકોનું વિલીનીકરણ થશે 1 - image

નવી દિલ્હી તા. 10 ફેબ્રુઆરી 2020, સોમવાર

દેશની 10 સરકારી બેંકોનું એપ્રિલ માસ સુધીમાં વિલીનીકરણ કરવાની દિશામાં કેન્દ્ર સરકારે પગલાં લેવાનો આરંભ કર્યો હતો.

પંજાબ નેશનલ બેંક, ઓરીએન્ટલ બેંક ઑફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઑફ કોમર્સનું પણ વિલીનીકરણ થશે.

સરકારી સૂત્રે કહ્યું કે બેંકોના વિલીનીકરણનું ગ્રાઉન્ડ વર્ક પૂરું થઇ ચૂક્યું છે અને એપ્રિલ સુધીમાં દસ સરકારી બેંકો વિલીન થઇ જશે.

યુનાઇટેડ બેંક ઑફ ઇન્ડિયાના એમડી અશોક કુમાર પ્રધાને કહ્યું કે મોટે ભાગે આ અઠવાડિયેજ સરકાર વિલીનીકરણની ઔપચારિક જાહેરાત કરશે એવું લાગે છે.

બેંકોનું વેલ્યુએશન ચાલુ નાણાંકીય વર્ષના પહેલા છ માસના કામકાજના આંકડા અને પરિણામો પર આધારિત હશે.


Tags :