નવી સંસદમાં મહિલાઓના હક માટે હુંકાર, જાણો સાંસદોનો પગાર અને મળતી હાઈફાઈ સુવિધાઓ વિશે
સંસદના સભ્યોને મળતા પગાર અથવા ભથ્થા પર કોઈપણ પ્રકારનો ટેક્સ લાગતો નથી, એટલે કે તે કરમુક્ત છે
તેમને ઘણા પ્રકારના ભથ્થા મળે છે, જેમાં તેમના પરિવારના સભ્યો માટે ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે
મંગળવાર ભારત માટે ઐતિહાસિક દિવસ હતો, લગભગ 100 વર્ષ જૂની સંસદ છોડીને નવી સંસદ ભવનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આશરે રૂ. 1200 કરોડના ખર્ચે બનેલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવા હાઇટેક સંસદ ભવનમાં પણ કાર્યવાહી શરૂ થઇ છે. આ નવી ઇમારતમાં વિશેષ સત્રમાં પ્રથમ મોટી બાબત એ હતી કે મહિલા અનામત બિલ કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. હવે જોઈએ ચૂંટાયેલા સાંસદોને આપવામાં આવતા પગાર, ભથ્થા અને અન્ય સુવિધાઓ વિશે જેઓ સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં ચર્ચા કરે છે.
સંસદ સત્રમાં ભાગ લેવા માટે મળે છે છે એટલું ભથ્થું
મેમ્બર ઓફ પાર્લામેન્ટ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2010ના પગાર, ભથ્થા અને પેન્શન મુજબ તેને 50,000 રૂપિયાનો પગાર મળે છે. આ પગાર સિવાય, અન્ય ઘણા પ્રકારના ભથ્થા અને લાભો સાંસદને આપવામાં આવે છે. જો સંસદનું સત્ર ચાલી રહ્યું હોય તો તેમાં ભાગ લેવા માટે તેમને દૈનિક ભથ્થું આપવામાં આવે છે. આ ઉપરાંત આ સાંસદોને દર મહિને મતવિસ્તાર ભથ્થું પણ આપવામાં આવે છે, જે 45,000 રૂપિયા છે
સાંસદોને મળે છે મુસાફરી ભથ્થું
આ સાંસદોને અન્ય ઘણી સુવિધાઓ અને ભથ્થાં પણ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, સંસદના સત્રમાં હાજરી આપવા માટે પોતાના મતવિસ્તારમાંથી આવવા માટે મુસાફરી ભથ્થું આપવામાં આવે છે. આ અંતર્ગત જો સાંસદ ટ્રેનમાં મુસાફરી કરે છે તો તેને એક્ઝિક્યુટિવ ક્લાસ એટલે કે ફર્સ્ટ ક્લાસ કેટેગરીમાં AC Pass આપવામાં આવે છે. જો આ સાંસદો બાય એર ટ્રાવેલ કરે છે, તો તેમને કોઈપણ એરલાઈન્સના હવાઈ ભાડાનો એક ચતુર્થાંશ ચૂકવવામાં આવે છે અને જો તેઓ તેમના પોતાના વાહનો દ્વારા બાય રોડ મુસાફરી કરે છે, તો તેમને પ્રતિ કિલોમીટર 16 રૂપિયા ચૂકવવામાં આવે છે. દર વર્ષે દરેક સંસદસભ્યને તેનાના પરિવાર સાથે કુલ 34 સિંગલ એર ટ્રાવેલની સુવિધા આપવામાં આવે છે.
ઓફીસ ખર્ચ ઉપરાંત મળે છે આ સુવિધા
સાંસદોને આપવામાં આવતી સુવિધાઓ અને ભથ્થાઓની યાદી અહીં સમાપ્ત થતી નથી. તેમને પેન્શન, સ્ટેશનરી, ઓફિસ ખર્ચ અને વીમા માટે પણ અલગ પૈસા મળે છે. ઓફિસ ખર્ચની વાત કરીએ તો આ માટે સાંસદોને દર મહિને 45,000 રૂપિયા આપવામાં આવે છે. જેમાં સ્ટેશનરી અને પોસ્ટલ ખર્ચ માટે 15,000 રૂપિયાનો સમાવેશ થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે સાંસદોને મળતા પગાર કે ભથ્થા પર કોઈપણ પ્રકારનો ટેક્સ લાગતો નથી, એટલે કે તે ટેક્સ ફ્રી છે. તેમને ઘણા પ્રકારના ભથ્થા મળે છે, જેમાં તેમના પરિવારના સભ્યો માટે ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
સંસદમાં વધશે મહિલા સાંસદોની સંખ્યા
પુરૂષ અને મહિલા સાંસદોને સમાન સુવિધાઓ અને ભથ્થાં આપવામાં આવે છે. હવે નવા સંસદ ભવનમાં કાર્યવાહીના પ્રથમ દિવસે જ મહિલા અનામત બિલને મંજૂરી મળી ગઈ છે ત્યારે સંસદના બંને ગૃહોમાં મહિલા સાંસદોની સંખ્યામાં પણ વધારો થશે. આ મંજૂરી બાદ મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે મહિલા અનામત બિલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અથવા એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાનો પ્રસ્તાવ છે. આ બિલ લગભગ 27 વર્ષથી પેન્ડિંગ હતું.
પીએમને મળે છે વાર્ષિક 20 લાખ સેલેરી
આ છે સાંસદોને મળતા પગાર અને ભથ્થા વિશેની માહિતી, હવે વાત કરીએ દેશના પ્રધાનમંત્રીના પગારની, તો ભારતના વડાપ્રધાનની સેલરી લગભગ 20 લાખ રૂપિયા વાર્ષિક છે. આ હિસાબે પીએમ નરેન્દ્ર મોદીનો વડાપ્રધાન તરીકેનો પગાર દર મહિને લગભગ 2 લાખ રૂપિયા છે. બેઝિક પે સિવાય, વડાપ્રધાનને મળતા પગારમાં દૈનિક ભથ્થું, સાંસદ ભથ્થા અને અન્ય ઘણા ભથ્થાનો સમાવેશ થાય છે.