રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ અંત તરફ જતું જોઇ બજારમાંના મંદીના પરિબળો દુર થયા
- ઐતિહાસિક સપાટી પાર કરવાની આડે માત્ર ૩૬૯ પોઇન્ટની જરૂર
- બીએસઇના ૧૧ સ્ટોક એવા છે કે જેમાં બુધવારે ૧૫ ટકાનો ઉછાળો નોંધાયો

અમદાવાદ : બુધવારે એક તરફ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ યોજાવાની જાહેરાતની તૈયારીઓ ચાલતી હતી તો બીજી તરફ શેરબજારનો સેન્સેક્સ પણ ઉછાળા મારતો હતો. શેરબજારબંધ રહ્યું ત્યારે સેન્સેક્સ ૧૦૨૩ના કૂદકા સાથે ૮૫,૬૦૯.૫૧ પર બંધ રહ્યું હતું અને ત્યારે કોમનવેલ્થ ગેમની જાહેરાતની સ્ક્રીપ્ટ પણ લખાઇ ગઇ હતી. સૌથી વધુ સેન્સેક્સ ૮૫,૯૭૮ નોંધાયો છે એટલેકે ઐતિહાસિક સપાટી પાર કરવાની આડે માડં ૩૬૯ પોઇન્ટ દુર છે. બજારના જાણકારો કહે છે કે આવતીકાલે સવારેજ સેન્સેક્સ ઐતિહાસિક સપાટી ૮૫,૯૭૮ને કૂદાવી દેશે.
બુધવારે શેરબજારમાં સેન્સેક્સના ઉછાળા પાછળના ટેકેદાર સમાન જે સાત કારણો છે તે અહીં સમજાવાય છે. છેલ્લા ત્રણ દિવસ નબળું ચાલેલું બજાર બુધવારે તમામ નેગેટીવીટી કૂદાવીને ૧૦૨૩ પોઇન્ટ ઉછળ્યું હતું. બજારના જાણકારો કહે છે કે નિફ્ટી જ્યારે ૨૬,૦૦૦ વટાવે ત્યારે તે બજારની મજબૂતાઇ બતાવે છે.
૧..નિફ્ટી-૫૦ ના ઉછાળા પાછળ રશિયા યુક્રેન યુધ્ધનો અંત તરફ પ્રયાણ
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ અંત તરફ જતું જોઇ બજારમાંના મંદીના પરિબળો દુર થયા હતા. તેજી પાછળ વૈશ્વિક તેમજ સ્થાનિક પરિબળોની અસર પણ જોવા મળતી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લીધેલાં કેટલાક પગલાંને કારણે રોકાણકારોનો બજારમાં વિશ્વાસ વધ્યો હતો.
૨..નિફ્ટી ૫૦ એ ટેકો આપ્યો
બુધવારે બજારની તેજી પાછળ નિફ્ટી-૫૦નો ટેકો જોવા મળી રહ્યો છે. નિફ્ટી-૫૦ના ૪૪ સ્ટોક એવા હતા કે જે ઉંચી ટકાવારી સાથે બંધ રહ્યા હતા. જેમકે જેએસ ડબલ્યુ સ્ટીલ(૩.૬૯ ટકા), એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ(૨.૮૦ ટકા) તેમજ બજાજ ફિન સર્વ (૨.૫૫ ટકા) ટોપ ગેનર્સમાં આવ્યા હતા.
૩...નિફ્ટીના લૂઝર્સ અસર ના કરી શક્યા
જેમ નિફ્ટીના ગેઇનર્સ છે એમ લૂઝર્સ પણ છે. પરંતુ આ લૂઝર્સ બજારને કોઇ અસર પહોંચાડી શક્યા નથી. આ લુઝર્સમાં ભારતી એરટેલ(૧.૬૦ ટકા ડાઉન), અદાણી એન્ટરપ્રાઇઝ (૦.૮૧ ટકા ડાઉન) જ્યારે આઇશર મોટર્સ(૦.૫૩ ટકા ડાઉન) છે.
૪....ક્ષેત્રીય સૂચકાંકાએે મજબૂતાઇ બતાવી
તમામ ક્ષેત્રીય સૂચકાંકો મજબૂતાઇ સાથે બંધ રહ્યા હતા. નિફ્ટી મેટલ,કન્ઝ્યુમર ડયૂરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસના સૂચકાંકો બે ટકા જેટલા વધ્યા હતા.
૫...સૌથી વધુ કામકાજ
સૌથી વધુ કામકાજ જે સક્રીય શેરોમાં થયા હતા તેમાં વોડાફોન આઇડયા(૩૯.૨૨ કરોડ શેર્સ),મેગાલનીક ક્લાઉડ (૧૫.૮૦ કરોડ શેર્સ),રીલાયન્સ પાવર (૮.૭ કરોડ શેર્સ)નો સમાવેશ થાય છે.
૬...બીએસઇના ૧૧ શેર્સમાં ૧૫ ટકાનો ઉછાળો..
બીએસઇના ૧૧ સ્ટોક એવા છે કે જેમાં બુધવારે ૧૫ ટકાનો ઉછાળો નોંધાયો છે. આ શેર્સમાં એવરો ઇન્ડિયા, બેસ્ટ એગ્રો લાઇફ. ઇન્ડિયા યુએસ બાયો ટેક, એસવીપી ગ્લોબલ ટેક્સટાઇલ વગેરેનો સમાવેશ થાય છે.
૭..૧૦૦ જેટલા શેર્સ પર સીધી અસર
૧૦૦ જેટલા શેર્સ એવા છે કે જે અઠવાડીયામાં પહેલી વાર ટોપ પર સળવળ્યા છે અને સૌથી ઉંચા ભાવે ટ્રેડ થયા છે. જેમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રી, એસબીઆઇ,લાર્સન એન્ડ ટૂબ્રો,અને એક્સીસ બેંક વગેરેનો સમાવેશ થાય છે.

