Budget 2026 and LPG price Hike : બજેટના દિવસે જ જનતાને મોંઘવારીનો જોરદાર ફટકો પડ્યો છે. નાણામંત્રી બજેટ રજૂ કરે તે પહેલા જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકી દીધો છે.
બજેટના દિવસે જ ખિસ્સા ખાલી
1 ફેબ્રુઆરી 2026 એટલે કે આજના બજેટના દિવસે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹50 સુધીનો વધારો કરી દીધો છે. ફેબ્રુઆરી મહિનાના આ પહેલા જ મોટા ફેરફારે લોકોના બજેટ પર સીધી અસર કરી છે.
સતત બીજા મહિને ભાવવધારો
ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ સતત બીજા મહિને વધારો જોવા મળ્યો છે. અગાઉ જાન્યુઆરીની શરૂઆતમાં જ ઓઇલ કંપનીઓએ ભાવમાં ₹111 સુધીનો મોટો વધારો ઝીંક્યો હતો. આમ, બે મહિનામાં જ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આશરે ₹160 જેટલો વધારો થઈ ચૂક્યો છે.
ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર
સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડર (Domestic LPG) ની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ઘરેલું સિલિન્ડર હજુ પણ ₹853 ના ભાવે મળી રહ્યો છે. છેલ્લે એપ્રિલ 2025માં તેના ભાવમાં ફેરફાર થયો હતો, ત્યારથી આ ભાવ સ્થિર જળવાઈ રહ્યા છે.


