ગ્રોવર અધ્યાયને પાછળ છોડી BharatPeએ નોંધાવી રેકોર્ડ વૃદ્ધિ, 18-24 મહિનામાં IPO લાવવાની તૈયારી
- જાન્યુઆરીથી માર્ચ દરમિયાન પ્રત્યેક લેવડ-દેવડ, TPV, લોન અને રેવન્યુ મોરચે તેમનો બિઝનેસ 20% વધ્યો
નવી દિલ્હી, તા. 10 એપ્રિલ 2022, રવિવાર
ફિનટેક (fintech) સ્ટાર્ટઅપ એટલે કે, નાણાકીય ટેક્નોલોજી કંપની ભારતપે (BharatPe)એ પોતાના સહ-સંસ્થાપક અશ્નીર ગ્રોવર સાથે સંકળાયેલા વિવાદોને પાછળ છોડીને 31 માર્ચના રોજ સમાપ્ત થતાં નાણાકીય વર્ષમાં રેકોર્ડ સમાન વૃદ્ધિ નોંધાવી છે.
BharatPeના સીઈઓ સુહૈલ સમીરે જણાવ્યું કે, કંપની હવે ખર્ચા કાઢવા મામલે અગ્રેસર છે. વધુમાં જણાવ્યું કે, કંપનીને આગામી 18થી 24 મહિનામાં શેર માર્કેટમાં લિસ્ટ કરાવવાની તૈયારી થઈ રહી છે.
સમીરે જણાવ્યું કે, ગ્રોવરે કંપની સાથે જે નાણાકીય છેતરપિંડી કરી છે તે મામલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ભવિષ્યના નિર્ણયો લેશે. હાલ તેમની પ્રાથમિકતા કંપનીના કર્મચારીઓ છે, જેમના દ્વારા તેઓ સ્થિર રીતે કામકાજ કરી શક્યા.
સમીરના કહેવા પ્રમાણે તેમની બીજી પ્રાથમિકતા બિઝનેસના મોરચા પર આગળ વધવાની છે. તેમના અને તેમની ટીમના માટે બિઝનેસ જ અગત્યનો છે. તેઓ તેના પર બમણું ધ્યાન આપી રહ્યા છે અને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે.
સમીરે જણાવ્યું કે, 'જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક સમય દરમિયાન પ્રત્યેક લેવડ-દેવડ, TPV, લોન અને રેવન્યુ મોરચે તેમનો બિઝનેસ 20% વધ્યો છે. અમે આ એવા સમયે સાબિત કરી શક્યા છીએ જ્યારે કોવિડ-19ના કારણે દિલ્હી અને અનેક શહેરોમાં પ્રતિબંધો લાગુ હતા.'
BharatPe દુકાનદારોને QR કોડ દ્વારા ડિજિટલ પેમેન્ટની સુવિધા આપે છે અને હાલ કંપની 225 શહેરોમાં અસ્તિત્વ ધરાવે છે. કંપનીના સ્ટેજ પર હાલ 80 લાખથી વધારે દુકાનદારો (મર્ચન્ટ) જોડાયેલા છે. 31 માર્ચ 2021ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ દરમિયાન તે સંખ્યા 50 લાખ હતી.
તેમણે જણાવ્યું કે, કંપનીના મંચ પર લેવડ-દેવડ મૂલ્ય (TPV) વાર્ષિક આધાર ઉપર 2.5 ગણું વધીને 16 અબજ ડોલર થઈ ગયું છે. એજ રીતે વેચાણ કેન્દ્ર (POS) બિઝનેસ પણ બમણો થયો છે. માર્ચ સુધીમાં તેમના સ્ટેજ દ્વારા 4 અબજ લેવડ-દેવડના વ્યવહાર થયા છે.