Get The App

133 વર્ષ જૂની કેમેરા કંપની દેવાળિયું થવાની અણીએ, સ્માર્ટફોનના આગમનથી પડતીની શરુઆત

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
133 વર્ષ જૂની કેમેરા કંપની દેવાળિયું થવાની અણીએ, સ્માર્ટફોનના આગમનથી પડતીની શરુઆત 1 - image


Kodak Journey: એક સમયે ફોટોગ્રાફીની દુનિયામાં કોડકનું નામ વિશ્વ પ્રસિદ્ધ હતું. તે ઘણાં દાયકાઓ સુધી એક બ્રાન્ડ રહી હતી. વર્ષો સુધી અનેકગણો નફો નોંધાવ્યા બાદ સ્માર્ટફોન અને ટૅક્નોલૉજીના આગમનથી કોડકની પડતી શરુ થઈ હતી. હવે કોડક કંપની વેન્ટિલેટર પર ચાલી રહી છે. તેનો 133 વર્ષ જૂનો લાંબો વારસો ખતમ થવાની અણી પર છે.

શાનદાર શરુઆત 

વર્ષ 1888માં જ્યોર્જ ઈસ્ટમેને આ કંપનીની શરુઆત કરી હતી. ત્યારે કંપનીનો પ્રથમ કેમેરા 25 ડૉલરમાં વેચ્યો હતો. જેનું નામ 'ધ કોડક કેમેરા' હતું. આ દોરમાં કેમેરાથી ફોટો ક્લિક કરવો મોટી વાત હતી. તેના માટે એક્સપર્ટની જરૂર પડતી હતી. આ સમગ્ર પ્રક્રિયા ખર્ચાળ પણ હતી. જો કે, કોડકે સામાન્ય લોકો સુધી પહોંચવા અનેક અપગ્રેડેડ કેમેરા લોન્ચ કરી અઢળક કમાણી કરી હતી. ત્યારે કંપનીએ એક નારો આપ્યો હતો 'તમે બટન દબાવો, બાકીનું કામ અમે કરીશું...' ત્યારબાદ કંપની લોકો વચ્ચે પ્રચલિત બની હતી. 

1970ના દાયકામાં વિશ્વના તમામ દેશોમાં કોડકના જ કેમેરા વેચાતા હતા. ત્યારબાદ કોડકે પોતાના કેમેરામાં અનેક ફેરફારો કર્યા અને લોકપ્રિયતા મેળવી. 1975માં કોડક માટે કામ કરતાં સ્ટીવ સેસને પ્રથમ ડિજિટલ કેમેરાનો પ્રોટોટાઇપ બનાવ્યો હતો. ત્યારબાદ અન્ય કંપનીઓને માર્કેટમાં પ્રવેશવાની તક મળી. જ્યાં સુધી કોડક ડિજિટલ કેમેરાના બિઝનેસમાં એન્ટ્રી કરવાનો પ્રયાસ કરે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

પતનની શરુઆત આ રીતે થઈ

20મી સદીની શરુઆતની સાથે જ ટૅક્નોલૉજીએ અનેક કંપનીઓને નુકસાન પહોંચાડ્યું. ઘણી કંપનીને તાળા વાગ્યા. સ્માર્ટફોનના પ્રવેશથી ફોનમાં જ ફોટો ક્લિક થવા લાગ્યા. તેને પ્રિન્ટ કરાવવાના બદલે સોશિયલ મીડિયા પર પોસ્ટ થવા લાગી. જેથી કોડક જેવી કેમેરા ટૅક્નોલૉજી બનાવતી કંપનીઓના પડકારો વધ્યા. કોડકના ફિલ્મ બિઝનેસને પણ મોટું નુકસાન થયું. અંતે 2012માં કંપનીએ દેવાળું ફુંક્યું.

કંપની પર 50 કરોડ ડૉલરનું દેવું

અબજો ડૉલરનો વેપાર કરતી કોડક કંપની આજે દેવાના બોજો હેઠળ છે. તેના માથે 50 કરોડ ડૉલરથી વધુ દેવું છે. કંપની બજારમાં ટકી રહેવા ટીવી અને અન્ય સેગમેન્ટમાં હાથ અજમાવી રહી છે. પરંતુ તેમાં કોઈ ખાસ કરામત કરી શકી નથી. આજે પણ કોડક ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કેમિકલ અને ફિલ્મ બનાવવાનું કામ કરે છે. કોડકની આ સ્થિતિ પરથી બોધ મળે છે કે, જો તમે સમય રહેતાં નિર્ણયો નહીં લો અને સમય સાથે પરિવર્તન નહીં લાવો તો તમે ગમે તેટલી મોટી બ્રાન્ડ કેમ ન હોવ, તમે આકાશ પરથી જમીન પર પટકાતા વાર નહીં લાગે. નોકિયા, ઓનિડા અને બ્લેકબેરી જેવી કંપનીઓની હાલત પણ કોડક જેવી થઈ છે. 

કોડકે આપ્યું નિવેદન

કોડક કંપનીએ દેવાળું ફૂંક્યું હોવા છતાં તેણે નિવેદન આપ્યું છે કે, કંપની દેવાળિયા માટે અરજી કરી રહી નથી. તે પોતાને વિસ્તરિત કરવાનો પ્રયાસ કરી રહી છે. દેવું સમયસર ચૂકવવાનો પણ દાવો કર્યો છે.

133 વર્ષ જૂની કેમેરા કંપની દેવાળિયું થવાની અણીએ, સ્માર્ટફોનના આગમનથી પડતીની શરુઆત 2 - image

Tags :