Get The App

વિદેશથી પણ કમાણી કરતા હોવ તો ITRમાં આ વાત ન ભૂલતાં, નહીંતર થશે મોટું આર્થિક નુકસાન

Updated: Jul 10th, 2024

GS TEAM


Google News
Google News
Foreign tax Credit

Image: Envato


Income Tax Return FTC Claim: ભારતમાં રહી વિદેશમાંથી આવક રળતા લોકો ઈનકમ ટેક્સ ફાઈલ કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખશે તો તેઓ ફોરેન ક્રેડિટ ટેક્સનો લાભ લેવા પાત્ર બની શકે છે. જે કરદાતા વિદેશી આવક સહિત વિવિધ સ્રોતોમાંથી આવક મેળવતો હોય તેવા કિસ્સામાં વિદેશમાં પણ ટેક્સ ચૂકવતો હોય છે. જેથી કરદાતા પર કમાણીના બેવડા ટેક્સનુ ભારણ ન નડે તે હેતુ સાથે સરકાર ફોરેન ટેક્સ ક્રેડિટનો લાભ આપે છે.

સરકાર કરદાતાઓને સમાન આવક પર બે વાર કર ચૂકવવાથી સુરક્ષિત કરવા માટે ફોરેન ટેક્સ ક્રેડિટ (FTC) પ્રદાન કરે છે. આ ક્રેડિટ ફોર્મ 67 ફાઇલ કરીને તમામ કરદાતાઓ માટે સુલભ છે. આઇટી કાયદા હેઠળ ફોરેન ટેક્સ ક્રેડિટ ઈનકમ ટેક્સ (I-T) એક્ટ, 1961ની કલમ 90 અને 91 અંતર્ગત એફટીસી લાગૂ છે. ભારતે ઘણા વિદેશી દેશો સાથે ડબલ ટેક્સેશન અવોઈડસ એગ્રિમેન્ટ્સ (DTAAs) પર હસ્તાક્ષર કર્યા હતા. જે દેશો સાથે DTAAs લાગૂ નથી ત્યાં એફટીસીનો લાભ મળે છે. 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના નિયમો અનુસાર, જો ઈનકમ ટેક્સ રિટર્ન I-T એક્ટ હેઠળ નિર્ધારિત સમયની અંદર ફાઇલ કરવામાં આવ્યું હોય, તો ફોર્મ 67 કરદાતા દ્વારા આકારણી વર્ષના અંતે અથવા તે પહેલાં ફાઇલ કરવું જોઈએ.

રિટર્ન ફાઈલ કરી દીધું? ફાઈલિંગ વખતે બેન્ક ખાતાને પ્રિ-વેલિડેટ કરાવજો, નહીં તો મુશ્કેલીમાં મૂકાશો

ફોર્મ 67 ફાઇલ કરવાની પ્રક્રિયા

ઇ-ફાઇલિંગ પોર્ટલમાં લોગ ઇન કરો: તમે તમારા પાન નંબરની મદદથી આઇટી વિભાગના પોર્ટલમાં લોગ ઇન કરી શકો છો. બાદમાં ઈનકમ ટેક્સ ફોર્મ્સ વિકલ્પની પસંદગી કરી ફાઈલ ઈનકમ ટેક્સ ફોર્મ્સ પર ક્લિક કરો. બાદમાં પર્સન નોટ ડિપેન્ડન્ટ ઓન એની સોર્સ ઓફ ઈનકમ (વ્યક્તિ કોઈ અન્ય સ્ત્રોતની આવક પર નિર્ભર નથી) વિકલ્પ પસંદ કરી ફોર્મ 67 પસંદ કરો.

વિગતો ઉમેરોઃ દેશમાંથી થતી આવક અને ચૂકવેલા ટેક્સ સંબંધિત તમામ જરૂરી માહિતી ઉમેરો. જેમાં આવક, આવકનો પ્રકાર, ટેક્સ ચૂકવણીનો દેશ અને ટેક્સની ચોક્કસ રકમની વિગતો આપો.

ટેક્સ ચૂકવણીનો પુરાવોઃ જો તમે ફોરેન ઓથોરિટીને કોઈ ટેક્સ ચૂકવ્યો હોય તો તમારે તેનો પુરાવો આપવો પડશે. જે ટેક્સ રિસિપ્ટ પણ હોઈ શકે. અથવા વિદેશી કંપની પાસેથી મળેલ ટેક્સ ડિડક્શન સર્ટિફિકેટ કે ટેક્સ ચૂકવણીના વેરિફાઈડ સત્તાવાર ડોક્યુમેન્ટ્સ હોઈ શકે છે.

ફોર્મ સબમિટ કરોઃ ફોર્મ ભર્યા બાદ તમામ ડોક્યુમેન્ટ્સ જોડી પોર્ટલ મારફત ઓનલાઈન ફોર્મ સબમિટ કરો. તમે ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ તથા ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટનો ઉપયોગ કરી ઓથેન્ટિકેટ કરાવી સબમિટ કરો.


  વિદેશથી પણ કમાણી કરતા હોવ તો ITRમાં આ વાત ન ભૂલતાં, નહીંતર થશે મોટું આર્થિક નુકસાન 2 - image

Tags :