Get The App

લાંબા સમયગાળા માટે હોમ લોન લેતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી

Updated: Jun 24th, 2023

GS TEAM

Google News
Google News
લાંબા સમયગાળા માટે હોમ લોન લેતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી 1 - image

                                              Image Source: Freepik

અમદાવાદ, તા. 24 જૂન 2023 શનિવાર

મોંઘવારીના આ સમયમાં ઘર ખરીદવુ દરેક માટે સંભવ નથી પરંતુ આજકાલ પોતાના આ સપનાને પૂરુ કરવા માટે હોમ લોન લેવાનું ચલણ સતત વધી રહ્યુ છે. તમે બેન્કમાંથી હોમ લોન લઈને ઘર તો ખરીદી લો છો પરંતુ તેની લોનનું રીપેમેન્ટ ખૂબ લાંબા સમય સુધી ચાલે છે. સામાન્યરીતે બેન્ક દ્વારા લોન ઓફર કરવાનો સમયગાળો 30 વર્ષ સુધીનો હોય છે. પરંતુ હવે 40 વર્ષ સુધીની લોન પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. જેમાં તમને લોન્ગ પીરિયડ માટે પોતાની જરૂરિયાતોના હિસાબે હોમ લોનનું ટેન્યોર નક્કી કરવાની તક મળે છે. લોન્ગ ટર્મ માટે હોમ લોન લેવી સરળ જરૂર લાગે છે કેમ કે તેમાં લોનનો EMI ઓછો રહે છે. જોકે, આ એટલુ સરળ હોતુ નથી.

લાંબો સમયગાળો હોવાથી તાત્કાલિક કોઈ આર્થિક બોજ નહીં

લોનના સમયગાળાનો અર્થ તે સમય સાથે છે જેના હેઠળ તમે બેન્ક કે નાણાકીય સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલા ઈક્વેટેડ મંથલી ઈન્સ્ટોલમેન્ટ સાથે સમગ્ર હોમ લોનની ચૂકવણી કરો છો. હાઉસિંગ લોન મોટુ દેવુ હોય છે, જ્યાં લોનની રકમ મોટી હોય છે. તેથી એક વખતમાં લોનની સમગ્ર રકમ ચૂકવવી મુશ્કેલ હોય છે. લોન રીપેમેન્ટનો લાંબો સમયગાળો હોવાના કારણે લોકો પર તાત્કાલિક કોઈ આર્થિક બોજ આવતો નથી પરંતુ લાંબી રીપેમેન્ટ સમયગાળોનો અર્થ છે કે જે વ્યક્તિએ લોન લીધી છે, તેણે ખૂબ લાંબી ઉંમર સુધી તેને ચૂકવવી પડશે. ઉદાહરણ તરીકે 30-37 વર્ષની વ્યક્તિ માર્કેટમાં ઉપલબ્ધ 40 વર્ષની લોન માટે 70-75 વર્ષની ઉંમર સુધી પહોંચ્યા સુધી લોન ચૂકવી શકે છે. આ વાત પેપર્સમાં સારી લાગે છે પરંતુ તમારે એ વિચારવુ પડશે કે તેઓ નિવૃત થયા બાદ રૂપિયા કેવી રીતે ચૂકવશે કેમ કે એ ઉંમરમાં પણ તેઓ કામ કરતા રહ્યા, એવુ કદાચ બધા કેસમાં સંભવ નથી. 

આ રીતે હોમ લોનનો EMI ઘટાડી શકો છો

જોકે, લોન રીપેમેન્ટનો સમયગાળો વધારવાનો ફાયદો એ છે કે દર મહિને હોમ લોનનો EMI ઘટતો જાય છે. આનાથી લોન સસ્તી બને છે કેમ કે લોનમાં EMIની એમાઉન્ટ માટે દરેક પહેલા એ જોવે છે કે તેની ઈનકમના આધારે તે સસ્તી છે કે નહીં. એવુ શક્ય છે કે વ્યક્તિને મોટી લોન રકમની જરૂરિયાત હોય, પરંતુ જો તે 20થી 25 વર્ષના સમયગાળા પર રહે છે, તો EMIની રકમ ખૂબ વધુ હશે. તેથી લાંબા સમયગાળાથી EMIને ઓછો કરવામાં મદદ કરશે અને તેને સસ્તી બનાવશે, પરંતુ આનું સસ્તુપણુ જોવુ દગો પણ હોઈ શકે છે.

લોન્ગ પીરિયડની લોન રીપેમેન્ટ પર આપવુ પડશે વધુ વ્યાજ

જો તમે લાંબા સમયગાળા માટે એક મોટી રકમની લોન લો છો, તો તેની એક નકારાત્મક અસર પણ હશે. તે છે વ્યાજ. આનાથી લોનનો સમયગાળો તો લાંબો હશે જ આ સાથે જ વ્યાજની ચૂકવણી પણ વધુ કરવી પડશે. જુદી-જુદી બેન્કોમાં લોનના વ્યાજદરમાં પણ અંતર હોય છે. તમારે લોન લેતા પહેલા ખર્ચને લઈને વિશ્લેષણ કરી લેવુ જોઈએ અને તેને રીપેમેન્ટના પ્લાનમાં સામેલ કરવુ જોઈએ. આ સિવાય તમે લોનના શરૂઆતી વર્ષોમાં ઉપલબ્ધ ફંડથી લોનની અમુક રકમને ચૂકવી શકો છો, કેમ કે આનાથી વ્યાજમાં ઘટાડો આવશે.

હોમ લોન લેતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

હોમ લોન લેતી વખતે લોનની રકમ અને તેને ચૂકવવાની રીતને લઈને સ્પષ્ટ રણનીતિ હોવી જોઈએ. જો લોનની રકમ મોટી છે અને રીપેમેન્ટનો સમયગાળો લાંબો છે, તો તેની અસર પણ મોટી હશે પરંતુ એ બાબતનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ કે લોનનું રીપેમેન્ટ કેવી રીતે થશે. દરમિયાન સારુ એ રહેશે કે શરૂઆતી વર્ષોમાં લોનના કેટલાક ભાગને ચૂકવી દેવામાં આવે. તેનાથી તમે વ્યાજ તરીકે ચૂકવવી પડતી રકમને ઓછી કરી શકશો. ઘણા લોકો EMIની રકમ કે વ્યાજદર જોઈને લોન લેવાનો નિર્ણય લઈ લે છે, જેની પર પણ ધ્યાન આપવુ જોઈએ. કેમ કે આ સારી રીત નથી. જો વ્યાજ દર વધી રહ્યા છે તો તમારે તે અનુસાર લોનનો ખર્ચ અને અસરને પણ ગણતરીમાં સામેલ કરવા પડશે કેમ કે મોટાભાગની હોમ લોન ફ્લોટિંગ હોય છે.

વ્યક્તિ પાસે એ નક્કી કરવા માટે પૂર્ણ તક હોવી જોઈએ કે જો વ્યાજ દર ના મુદ્દે બાબતો યોગ્ય નહીં રહે તો તેની નાણાકીય સ્થિતિ પર કોઈ દબાણ પડશે નહીં. લાંબા સમયગાળાની લોન સસ્તી જોવામાં લાગે છે પરંતુ તેનો ખર્ચ વધુ હોય છે.