ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં ગ્લોબલ માર્કેટ હચમચ્યું, ભારતીય શેરબજારમાં 'બ્લેક મંડે'ની શક્યતા!
Iran Israel War Impact Wall Street Oil Price: મધ્યપૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે. ગુરુવારે મોડી રાત્રે ઇઝરાયલે ઈરાનના મહત્ત્વપૂર્ણ લશ્કરી અને પરમાણુ ઠેકાણાને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. જેની અસર હવે બજાર પર પણ જોવા મળી રહી છે. શુક્રવારે રાતે અમેરિકન શેર બજાર વોલ સ્ટ્રીટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાના કારણે હાલ ભારત સહિત વિશ્વભરના બજારોમાં ગભરાટનો માહોલ છે.
ઈરાન-ઇઝરાયલના વિવાદના કારણે ગ્લોબલ માર્કેટ હચમચ્યું
શુક્રવારે, અમેરિકન શેરબજાર ઈન્ડેક્સ S&P 500 1.1% ઘટ્યો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.8% ઘટ્યો અને નાસ્ડેક 100 1.3% ઘટ્યો. અગાઉ, યુએસ-ચીન વેપાર વાટાઘાટોમાં પ્રગતિએ બજારમાં આશા જગાવી હતી, પરંતુ હવે ક્રૂડ ઓઈલના ભાવ અને મધ્યપૂર્વના દેશોમાં તણાવે બધી આશાઓ નિષ્ફળ કરી દીધી છે.
ભારતીય શેરબજારમાં 'બ્લેક મંડે'ની શક્યતા
હવે આ બંને દેશના વિવાદની ભારતીય શેરબજાર પર પણ અસર પડી છે અને શુક્રવારે સેન્સેક્સ 573 પોઈન્ટ ઘટીને 81,118 પર બંધ થયો. તેમજનિફ્ટીમાં પણ લગભગ 169 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો અને તે 24,718 પર બંધ થયો. જો આ યુદ્ધ ચાલુ રહેશે, તો સોમવારે બજારમાં ઉથલપાથલ થઈ શકે છે.