Get The App

રોકાણકારો દ્વારા ઇન્ડેક્સ ઓપ્શન્સમાં ધૂમ કામકાજ

- આ સેગમેન્ટમાં વલણ સમાપ્તિના દિવસે મોટા પ્રમાણમાં થતું રોકાણ: નિયમનકારની ઇન્ડેક્સ ઓપ્શન્સના કામકાજ પર નજર

- F&O સેગમેન્ટમાં સેબીની કડક માર્ગદર્શિકા અસર વિહોણી

Updated: May 15th, 2025

GS TEAM


Google News
Google News
રોકાણકારો દ્વારા ઇન્ડેક્સ ઓપ્શન્સમાં  ધૂમ કામકાજ 1 - image


અમદાવાદ : ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ) સેગમેન્ટમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની (સેબી)  કડક માર્ગદર્શિકા ઇન્ડેક્સ ઓપ્શન્સમાં વેપાર કરતા રિટેલ રોકાણકારો માટે અવરોધક તરીકે કામ કરી શક્યા નથી, કારણ કે તેમના કામકાજ ઊંચા સ્તરે રહે છે. હકીકતમાં, તો તેમાં થોડો વધારો થયો છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર, માર્ચ ૨૦૨૫માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ઇન્ડેક્સ ઓપ્શન્સના પ્રીમિયમ ટર્નઓવરમાં આ કેટેગરીનો હિસ્સો ૩૫.૭% હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૩૫% અને કોવિડ પહેલાના નાણાકીય વર્ષ ૨૦૧૯માં ૨૭% હતો.

છેલ્લા નાણાકીય વર્ષમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર વ્યક્તિઓનું પ્રીમિયમ ટર્નઓવર રૂ. ૪૮.૪૬ લાખ કરોડ હતું, જે નાણાકીય વર્ષ ૨૦૨૪  કરતા માત્ર ૦.૨% ઓછું છે, પરંતુ પાછલા વર્ષ કરતા ૨૧% થી વધુ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ માં ટર્નઓવર ફક્ત રૂ. ૩.૧ લાખ કરોડ હતું.

બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે બજાર નિયમનકાર ઇન્ડેક્સ ઓપ્શન્સમાં પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યું છે અને હાલમાં વધુ પગલાં લેવાની શક્યતા ચકાસી રહ્યું છે. મુખ્ય ચિંતા એ છે કે ખાસ કરીને વલણ સમાપ્તિના દિવસે મોટા પ્રમાણમાં રોકાણ થાય છે. 

ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટ માટે સુધારેલી માર્ગદર્શિકા ૨૦ નવેમ્બર, ૨૦૨૪ માં રજૂ કરવામાં આવી હતી અને ફેબુ્રઆરી સુધી તબક્કાવાર લાગુ કરવામાં આવી હતી. તેના જુલાઈ ૨૦૨૪ ના કન્સલ્ટેશન પેપરમાં, નિયમનકારે નોંધ્યું હતું કે નાણાકીય વર્ષ૨૦૨૩-૨૪ માટે, ૯.૨ મિલિયન અનન્ય વ્યક્તિઓ અને માલિકી કંપનીઓએ નેશનલ સ્ટોક એક્સચેન્જના ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં વેપાર કર્યો હતો અને કુલ રૂ. ૫૧,૬૮૯ કરોડનું ટ્રેડિંગ નુકસાન સહન કર્યું હતું. આમાંથી, ફક્ત ૧.૪ મિલિયન રોકાણકારોએ ચોખ્ખો નફો કર્યો હતો, એટલે કે ૧૦૦ માંથી આશરે ૮૫ રોકાણકારોએ વેપારમાં નુકસાન કર્યું હતું.

આ પછી, સેબીએ ઓક્ટોબરમાં બજારોમાં ફેરફાર, રિટેલ ભાગીદારીમાં વધારો, ટૂંકા ગાળાના ઇન્ડેક્સ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ ઓફર કરવા અને સમાપ્તિ દિવસે ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝમાં સટ્ટાકીય ટ્રેડિંગ વોલ્યુમમાં વધારો થવાને કારણે અનેક પગલાં લીધા હતા. 

આમાં ઓપ્શન ખરીદનાર પાસેથી ઓપ્શન પ્રીમિયમનું અગાઉથી કલેક્શન, એક્સપાયરી ડે પર કેલેન્ડર સ્પ્રેડ ટ્રીટમેન્ટ દૂર કરવી, પોઝિશન લિમિટનું ઇન્ટ્રા-ડે મોનિટરિંગ, ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ માટે કોન્ટ્રેક્ટ સાઈઝ, સાપ્તાહિક ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટ્સનું તર્કસંગતકરણ અને ઓપ્શન્સ એક્સપાયરી ડે પર ટેલ રિસ્ક કવરેજમાં વધારો શામેલ છે.

ઇન્ડેક્સ ઓપ્શનમાં નોંધાયેલું ટર્નઓવર

નાણાંકીય વર્ષ

ટર્નઓવર (ટકામાં)

૨૦૧૯

૨૭

૨૦૨૦

૨૮.૮૦

૨૦૨૧

૩૧.૫૦

૨૦૨૨

૩૩.૭

૨૦૨૩

૩૫.૧

૨૦૨૪

૩૫

૨૦૨૫

૩૫.૭

Tags :