Business

પોસ્ટ ઑફિસની FD, PPF, NSC પર મળશે આટલું વ્યાજ, સરકારે કરી જાહેરાત

By GS TEAM
30 Jun 20252 mins read
TukuTouch Logo
જો તમે પોસ્ટ ઑફિસની ફિક્સ્ડ ડિપોઝિટ (FD), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ(NSC)ની સ્કીમમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. સરકારે નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટર (જુલાઈથી ડિસેમ્બર) માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યા નથી. આમ સતત છઠ્ઠું એવુ ક્વાર્ટર છે કે, જેમાં સરકારે આ સ્કીમના વ્યાજદર યથાવત્ રાખ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોસ્ટ ઑફિસની FD, PPF, NSC પર મળશે આટલું વ્યાજ, સરકારે કરી જાહેરાત

Interest rates on small savings schemes remain unchanged: જો તમે પોસ્ટ ઑફિસની ફિક્સ્ડ ડિપોઝિટ (FD), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ(NSC)ની સ્કીમમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. સરકારે નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટર (જુલાઈથી ડિસેમ્બર) માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યા નથી. આમ સતત છઠ્ઠું એવુ ક્વાર્ટર છે કે, જેમાં સરકારે આ સ્કીમના વ્યાજદર યથાવત્ રાખ્યા છે.

સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ પર વ્યાજદર યથાવત્ 

નાણા મંત્રાલયે આજે સોમવારે (30 જૂન) જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, 1 જુલાઈ 2025થી 30 ડિસેમ્બર 2025 સુધી ત્રિમાસિક માટે વિવિધ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ પર વ્યાજદર પહેલાની જેમ જ રહેશે. એટલે કે અગાઉ 1 એપ્રિલથી 30 જૂન, 2025 સુધીમાં જે વ્યાજદર લાગુ હતા એ પ્રમાણે રહેશે. 

સ્કિમ પ્રમાણે વ્યાજદર

યોજનાનું નામવ્યાજદરવધારાની માહિતી
સુકન્યા સમૃદ્ધિ યોજના8.20%દીકરીના નામે રોકાણ કરતાં પરિવારો માટે શ્રેષ્ઠ
ત્રણ વર્ષની ટર્મ ડિપોઝિટ7.10%સ્થિર વળતર આપતી FD
PPF7.10%ટેક્સ બચત અને લાંબા ગાળાના રોકાણ માટે લોકપ્રિય
પોસ્ટ ઑફિસ સેવિંગ્સ એકાઉન્ટ4%લિક્વિડ સેવિંગ માટે
કિસાન વિકાસ પત્ર (KVP)7.50%115 મહિનામાં પાકતી મુદત
NSC7.70%મધ્ય-ગાળાના રોકાણ માટે વિશ્વસનીય
માસિક આવક યોજના (MIS)7.40%માસિક આવક શોધી રહેલા નિવૃત્ત અથવા વરિષ્ઠ નાગરિકો માટે


તમને જણાવી દઈએ કે, સરકારે છેલ્લે વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદરમાં ફેરફાર કર્યા હતા. આ પછી સતત છ ત્રિમાસિક સુધી કોઈ પરિવર્તન કર્યો ન હતો.  તેના પરથી એવું લાગે છે કે, હાલ આ યોજનાને સ્થિર રખાશે. મોંઘવારી અને વ્યાજદરોની વૈશ્વિક સ્થિતિને ધ્યાન રાખીને આ પ્રકારે નિર્ણય લેવાયો હોવાની આશંકા છે.

આ પણ વાંચો: સરકારે જીએસટી કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો, અત્યાર સુધીની સૌથી વધુ કમાણી

ના ફાયદો કે નુકસાન

નાના રોકાણકારોને રાહત મળી ન હતી, પરંતુ તેઓ નિરાશ પણ થયા ન હતા. સ્થિર વ્યાજદરનો અર્થ એ છે કે, તમે તમારી રોકાણ યોજનામાં કોઈ મોટા ફેરફાર કર્યા વિના આગળ વધી શકો છો. પરંતુ જો તમે વધુ વળતરની અપેક્ષા રાખતા હોવ, તો તમારે જોખમી વિકલ્પો પણ જોવા પડશે.