29 વર્ષ બાદ ઇન્ટેલ ઇન્ડિયાના હેડ નિવૃત્તિ રાયે કંપનીમાંથી રાજીનામું આપ્યું
નવી દિલ્હી,તા. 24 જૂન 2023, શનિવાર
ઈન્ટેલ ઈન્ડિયાના વડા નિવૃત્તિ રાયે 29 વર્ષ બાદ કંપનીમાંથી રાજીનામું આપ્યું છે. નિવૃત્તિ રાય ભારતમાં ઇન્ટેલ ફાઉન્ડ્રી સર્વિસીસના હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ હતા. નિવૃત્તિ રાય ફેબ્રુઆરી 1994માં ઇન્ટેલમાં ડિઝાઇન એન્જિનિયર તરીકે જોડાયા હતા.
ઈન્ટેલ ઈન્ડિયાના ભારતના વડા અને ઈન્ટેલ ફાઉન્ડ્રી સર્વિસના વાઇસ પ્રેસિડેન્ટ નિવૃત્તિ રાય 29 વર્ષ બાદ કંપની છોડી રહ્યા છે. ઇન્ટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નિવૃતિના નેતૃત્વમાં ઇન્ટેલ ઇન્ડિયાએ શાનદાર પ્રગતિ કરી છે. ઇન્ટેલની સાથે એક ડિઝાઇન એન્જિનિયરની શરૂઆત કરનાર રાયે 1994થી 2005 સુધી યુએસમાં કંપની સાથે કામ કર્યું હતુ. સપ્ટેમ્બર 2005માં તે ગ્રુપમાં ચિપસેટ એન્જિનિયરિંગ અને ઈન્ટએક્ચ્યુઅલ પ્રોપર્ટી ડેવલપમેન્ટમાં સીનિયર ડાયરેક્ટર તરીકે બેંગ્લોર ગયા હતા.
નિવૃત્તિ રાયે વર્ષ 2022માં મહિલા સશક્તિકરણમાં તેમના અસાધારણ યોગદાન બદલ નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. યુએસની બહાર, ભારત ઇન્ટેલનું સૌથી મોટું એન્જિનિયરિંગ સેન્ટર છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં ઈન્ટેલમાંથી આ બીજું મોટું રાજીનામું છે. ગત વર્ષે નવેમ્બરમાં કંપનીની ફાઉન્ડ્રી સર્વિસિસના પ્રમુખ રણધીર ઠાકુરે કંપની છોડી હતી.