mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મોંઘવારીમાંથી મળી રાહત, જાન્યુઆરીમાં 5.10 ટકા રહ્યો CPI, ડિસેમ્બરમાં વધ્યું ઔદ્યોગિક ઉત્પાદન

Updated: Feb 12th, 2024

મોંઘવારીમાંથી મળી રાહત, જાન્યુઆરીમાં 5.10 ટકા રહ્યો CPI, ડિસેમ્બરમાં વધ્યું ઔદ્યોગિક ઉત્પાદન 1 - image


Retail Inflation : ખાવા-પીવાની વસ્તુઓના ભાવમાં સામાન્ય ઘટાડાથી જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર 5.1 ટકા રહ્યો જ્યારે ગત ડિસેમ્બરમાં આ દર 5.69 ટકા હતો. જાન્યુઆરીમાં ખાદ્ય વસ્તુઓનો છૂટક મોંઘવારી દર 8.30 ટકા રહ્યો જ્યારે ગત ડિસેમ્બરમાં ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર 9.53 ટકા સુધી પહોંચી ગયો હતો. જોકે, દાળ અને શાકભાજીની છૂટક કિંમતોમાં હજુ પણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે.

ચાલુ વર્ષમાં છૂટક મોંઘવારી દર 5.4 ટકા રહેવાનો અંદાજ

જાન્યુઆરીમાં શાકભાજીના ભાવમાં ગત વર્ષ જાન્યુઆરીની સરખામણીમાં 27.03 ટકા તો દાળના ભાવમાં ગત વર્ષ જાન્યુઆરીની સરખામણીમાં 19.54 ટકાનો વધારો રહ્યો. જોકે, ગત ડિસેમ્બરની સરખામણીમાં વધારો સામાન્ય રીતે ઓછો છે. RBIએ ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં છૂટક મોંઘવારી દર 5.4 ટકા રહેવાનો અંદાજ લગાવાયો છે જ્યારે ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં મોંઘવારી દર 5.2 ટકા રહેવાનો અંદાજ છે. આ હિસાબથી ફેબ્રુઆરી અને માર્ચમાં પણ છૂટક મોંઘવારી દર 5.1-5.3 ટકાની આસપાસ રહેશે.

જાન્યુઆરીમાં ફરી વધ્યા અનાજના ભાવ

સોમવારે સરકાર તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર, જાન્યુઆરીમાં ખાદ્ય તેલ અને વનસ્પતિની કિંમતોમાં ગત વર્ષ જાન્યુઆરીની સરખામણીમાં 14.96 ટકાનો ઘટાડો નોંધાયો. અનાજની કિંમતોમાં પણ ઘટાડો આવ્યો છે અને જાન્યુઆરીમાં અનાજના ભાવમાં 7.83 ટકાનો વધારો જ્યારે ગત કેટલાક મહિનાઓથી આ વધારો 8 ટકાથી વધુ હતો.

ઈંધણ અને વીજની કિંમતોમાં સામાન્ય ઘટાડો

જાન્યુઆરીમાં ફળના ભાવમાં ગત વર્ષ જાન્યુઆરીના મુકાબલે 8.65 ટકા, ઈંડામાં 5.6 ટકા, માંસ અને માછલીમાં 1.19 ટકા તો ખાંડમાં 7.51 ટકાનો વધારો રહ્યો. કપડા અને ફૂટવેરની છૂટક કિંમતોમાં આ વધારો 3.37 ટકા, અવરજવર અને સંચાર સેવામાં 1.96 ટકા તો સ્વાસ્થ્ય સેવામાં 4.83 ટકાના વધારો રહ્યો. ઈંધણ અને વીજ કિંમતોમાં ગત વર્ષ જાન્યુઆરીની સરખામણીમાં 0.60 ટકાનો ઘટાડો રહ્યો.

ડિસેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું

બીજી તરફ ગત ડિસેમ્બર મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનમાં વર્ષ 2022ના ડિસેમ્બરની સરખામણીએ 3.8 ટકાનો વધારો રહ્યો. ગત નવેમ્બરના ઔદ્યોગિત ઉત્પાદનમાં 2.4 ટકાનો વધારો થયો હતો. ચાલુ નાણાકિય વર્ષ 2023-24માં એપ્રિલ-ડિસેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારાનો દર 6.1 ટકા રહ્યો. સરકારી આંકડાઓ અનુસાર, ગત ડિસેમ્બરમાં મેન્યૂફેક્ચરિંગમાં 3.9 ટકા માઈનિંગમાં 5.1 ટકા તો વીજળીમાં 1.2 ટકાનો વધારો રહ્યો.

Gujarat