Get The App

મેમાં ઔદ્યોગિક ઉત્પાદનનો દર ઘટીને 1.2 ટકા : 9 મહિનાના તળિયે

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
મેમાં ઔદ્યોગિક ઉત્પાદનનો દર ઘટીને 1.2 ટકા : 9 મહિનાના તળિયે 1 - image


- એપ્રિલના ઔૈદ્યોગિક ઉત્પાદન દરને સંશોધિત કરી  2.6 ટકા કરાયો

- મેન્યુફેકચરિંગ, માઇનિંગ અને વીજળી સક્ટરના નબળા દેખાવને કારણે મેમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો 

- ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન (આઇઆઇપી) આધારિત  ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર ગયા વર્ષના મે મહિનામાં 6.3 ટકા રહ્યો હતો

નવી દિલ્હી : દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર મેમાં ૧.૨ ટકા રહ્યો છે. જે ૯ મહિનાની નીચલી સપાટી છે. મેન્યુફેકચરિંગ, માઇનિંગ અને વીજળી સેક્ટરના નબળા પ્રદર્શનને કારણે ઔદ્યોગિક ઉત્પાદનને અસર થઇ છે. સોમવારે જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. 

ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન (આઇઆઇપી)ના દ્વારા માપવામાં આવતો  ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર ગયા વર્ષના મે મહિનામાં ૬.૩ ટકા રહ્યો હતો. 

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ)એ એપ્રિલના ઔદ્યોગિક ઉત્પાદન દરને સંશોધિત કરી ૨.૬ ટકા કર્યો હતોે. ગયા મહિને એપ્રિલનો ઔદ્યોગિક ઉત્પાદન દર ૨.૭ ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો.

એનએસઓના આંકડા અનુસાર મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં ઉત્પાદન વૃદ્ધિનો દર ચાલુ વર્ષે મેમાં ઘટી ૨.૬ ટકા રહ્યો છે. જે એક વર્ષ પહેલા આ જ મહિનામાં ૫.૧ ટકા હતો.

જ્યારે માઇનિંગ ઉત્પાદનમાં ૦.૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે એક વર્ષ પહેલા તેમાં ૬.૬ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. વીજળી ઉત્પાદનમાં ૫.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં તેમાં ૧૩.૭ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. 

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના એપ્રિલ-મે સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે ૧.૮ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 

Tags :