વિતેલા ઓકટોબર મહિના દરમિયાન વ્યક્તિગત ઈન્કમ ટેકસ અને કોર્પોરેટ ટેકસની વસૂલાત 17% ઓછી
- સાત મહિનાના ગાળામાં વસૂલીનો વૃદ્ધિ દર ઘણો જ નીચો જોવા મળી રહ્યો છે
મુંબઈ, તા.26 નવેમ્બર 2019, મંગળવાર
વ્યક્તિગત ઈન્કમ ટેકસ અને કોર્પોરેટ ટેકસની વસૂલી ઓકટોબરમાં ૧૭ ટકા ઓછી રહી છે. ૨૦૧૮ના ઓકટોબરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસિઝે રૂપિયા ૬૧૪૭૫ કરોડની વસૂલી કરી હતી જે વર્તમાન વર્ષના ઓકટોબરમાં રૂપિયા ૫૦૭૧૫ કરોડ રહી છે, એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.
વર્તમાન નાણાં વર્ષના એપ્રિલાૃથી ઓકટોબરના સાત મહિના દરમિયાન ડાયરેકટ ટેકસની વસૂલીનો આંક રૂપિયા ૫.૧૮ ટ્રિલિયન (ગ્રોસ કલેકશન ઓછા રિફન્ડ) રહ્યો હતો એમ નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી માહિતી પરાૃથી જણાય છે. જ્યારે ૨૦૧૮ના આ ગાળામાં આ આંક રૂપિયા ૫.૦૭ ટ્રિલિયન રહ્યો હતો.
આમ સાત મહિનાના ગાળામાં વસૂલીનો વૃદ્ધિ દર ઘણો જ નીચો જોવા મળી રહ્યો છે. વેરા વસૂલીના આંકનો આાૃધાર દેશના આૃર્થતંત્રની સિૃથતિ કેવી રહે છે તેના પર રહેતો હોય છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રાૃથમ ત્રિમાસિકમાં દેશનો આિાૃર્થક વિકાસ દર ઘટીને પાંચ ટકા રહ્યો હતો, છ વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો.
વેરા વસૂલીના આંકમાં કોર્પોરેટ ટેકસમાં કપાતની અસર હજુ જોવા મળી નાૃથી કારણ કે હજુ ઘણી કંપનીઓએ પોતાની પસંદગી પર નિર્ણય કર્યો નાૃથી એમ વેરા ક્ષેત્રના એક નિષ્ણાતે જણાવ્યું હતું.
કોર્પોરેટ ટેકસમાં કપાતને કારણે વેરા વસૂલી પર કેટલી અસર પડશે તેનો અંદાજ હાલમાં જાણી શકવાનું મુશકેલ છે. આગામી નાણાં વર્ષના બજેટની રજુઆત વખતે આ હકીકત સ્પષ્ટ ાૃથશે.
સરકારે કોર્પોરેટ ટેકસ ૨૫ ટકા પરાૃથી ઘટાડી ૧૫ ટકા કર્યો છે. આ ઘટાડો એડવાન્સ ટેકસ ચૂકવવાની ૧૫ સપ્ટેમ્બરની ડેડલાઈન બાદ કરાયો હતો, માટે તેની અસર જોવા મળતા વાર લાગશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.