Get The App

માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

- ગલ્ફ નિકાસકારોનો હિસ્સો ઘટીને લગભગ ૫૫ ટકા થઈ ગયો

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે 1 - image

અમદાવાદ : ઈરાનમાં યુદ્ધ અને વ્યૂહાત્મક હોર્મુઝ સ્ટ્રેટના અવરોધને કારણે ભારતમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી)ની આયાત આ મહિને અડધી થઈ શકે છે. ભારત તેની એલપીજી  જરૂરિયાતોના ૬૦% આયાત કરે છે, જેમાંથી ૮૫-૯૦% સાઉદી અરેબિયા અને ગલ્ફ દેશોમાંથી આવે છે, જે વપરાશકર્તાઓને તેલ અને ગેસ મોકલવા માટે હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ પરિવહન તરીકે કરે છે. માર્ચના પહેલા અઠવાડિયાથી આ સ્ટ્રેટ અસરકારક રીતે બંધ છે.

શિપ-ટ્રેકિંગ ડેટા મુજબ ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા પહેલા, મધ્ય પૂર્વ દરિયાઈ માર્ગે થતા પુરવઠામાં લગભગ ૯૦% હિસ્સો ધરાવતો હતો, જે ગયા વર્ષે ૨૨.૭ મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચ્યો હતો.

જોકે, આ મહિને અત્યાર સુધી, ગલ્ફ નિકાસકારોનો હિસ્સો ઘટીને લગભગ ૫૫ ટકા થઈ ગયો છે, જેમાં લગભગ ૪૦ ટકા આયાત અમેરિકા અને રશિયા અને આર્જેન્ટિનાથી થઈ રહી છે.

શિપ-ટ્રેકિંગ ડેટા સૂચવે છે કે ભારત આ મહિને ૧.૧૯૦ મિલિયન મેટ્રિક ટન એલપીજી આયાત કરવા માટે સક્ષમ છે, જે ફેબુ્રઆરી કરતા દૈનિક ધોરણે ૪૬ ટકા ઓછો છે. એલપીજી મુખ્યત્વે કાર, ગરમી અને અન્ય પેટ્રોકેમિકલ્સના ઉત્પાદન માટે બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. આ મહિનાની શરૂઆતમાં, કેન્દ્રએ ગ્રાહકોને એલપીજી  સિલિન્ડરોની ગભરાટથી ખરીદી ટાળવા અને શક્ય હોય ત્યાં પાઇપ દ્વારા સંચાલિત કુદરતી ગેસ તરફ વળવા કહ્યું હતું.