ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં 3.436 અબજ ડોલરનો હાઈ જમ્પ
મુંબઇ, 6 જુન 2020 શનિવાર
ભારતની અસ્કયામતમાં થયેલ વધારા અને વિદેશી રોકાણકારોની લેવાલીને પગલે ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં 3.436 અબજ ડોલરનો હાઈ જમ્પ જોવા મળ્યો છે.29મી મેના રોજ પુરા થતા સપ્તાહમાં કુલ ફોરેક્સ રીઝર્વ 493.48 અબજ ડોલરના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું છે.
RBIના સાપ્તાહિક રીપોર્ટ અનુસાર ગત સપ્તાહે પણ કોરોના મહામારી છતા વિદેશી મુદ્રા ભંડારમાં 3 અબજ ડોલરનો ઉછાળો જોવા મળ્યો હતો અને ગત સપ્તાહે પણ 490.044 અબજ ડોલરના હાઈએસ્ટ લેવલે પહોંચ્યું હતુ.
29મી મે ના રોજ પુરા થતા અઠવાડિયામાં ફોરેક્સ રીઝર્વમાં મહત્વનો ભાગ ધરાવતા ફોરેક્સ કરન્સી એસેટમાં 3.503 અબજ ડોલરનો વધારો નોંધાયો હતો અને તે 455.208 અબજ ડોલર પર પહોંચ્યું છે.
સોનાના રીઝર્વમાં ઘટાડો યથાવત રહ્યો છે અને કુલ મૂલ્ય970 મિલિયન ડોલર ઘટીને 32.682 અબજ ડોલર થયું છે. 22મી નવેમ્બરના અઠવાડિયામાં SDR 40 લાખ ડોલર વિના ફેરફાર 1.432 અબજ ડોલર પર સ્થિર રહ્યું છે અને IMF પાસે રહેલ રીઝર્વ 31 મિલિયન ડોલર વધીને4.158 અબજ ડોલર પર પહોંચ્યું છે.