ભારતની ક્રૂડ ઓઇલ ડીમાન્ડ ચીનથી વધી જશે
- પશ્ચિમ એશિયા તંગદિલીને કારણે પુરવઠો ખોરવાવાની ભીતિ વધી છે
મુંબઇ, તા. 11 જાન્યુઆરી 2020, શનિવાર
આ વરસની મધ્યમાં ભારતમાં ઓઇલની માગ એટલી હદે વધી જશે કે વપરાશની બાબતમાં એ ચીનને પછાડી દેશે. ઇન્ટરનેશનલ એનર્જીએ આ ભાવિ ભાવના ટિપ્પમી કરી હતી કે એક તરફ ભારતને રીફાઇનરીના ક્ષેત્રમાં વધુ રોકાણની જરૂરિયાત છે તો બીજી તરફ પશ્ચિમ એશિયામાં ઉદ્ભવેલી કટોકટીને કારણે તેલનો પુરવઠો ખોરવાઈ જવાની ભીતિ સતત રહ્યા કરે છે. તો હવે પછીના ચાર વરસમાં દેશમાં ઓઇલની ડિમાન્ડ પ્રતિદિન છ મમિલિયન બેરલના આંકડાને આંબી જશે.
હજી ૨૦૧૭માં દેશમાં ઓઇલની માગ ૪.૪ મિલિયન બેરલ પ્રતિદિન હતી. એક તરફ ઓઇલનો બહોળો વપરાશ છે તો દેશમાં એનું ઉત્પાદન મામુલી માત્રામાં વધ્યું છે. જેને કારણે ભારત ઓઇલના પુરવઠા માટેનો મદાર માત્ર અને માત્ર આયાત પર રહેશે.
હાલમાં પશ્ચિમી એશિયામાં જે તંગદિલી વ્યાપી છે એનાથી જ ભારતના હાલ-બેહાલ થઈ ગયા છે. હવે આ તંગદિલી છમકલામાં પણ ફેરવાય તો ભારત જેવા વિકાસશીલ દેશનાં શા હાલ થાય એની કલ્પાના મુશ્કેલ નથી. એક તરફ દેશમાં ઓઇલની માગ દિન-પ્રતિદિન વધી રહે છે.
તો બીજી તરફ ઓઇલનો પુરવઠો ખોરવાઈ જાય એવા સંજોગો વારંવાર અખબારોના મથાળા બની રહ્યા છે. પશ્ચિમ એશિયામાં તંગદિલી હવે ઓછી થઈ રહી છે તો પણ બ્રેન્ટ ક્રૂડ પ્રાઇઝ સિત્તેર ડોલરને આંબી ગયો છે. એશિયાના અન્ય દેશોની જેમ ભારત ઓઇલ માટે પશ્ચિમ એશિયા પર અવલંબન રાખે છે.
દેશમાં આવતા ઓઇલના પુરવઠાના ૬૫ ટકા હોર્મુઝની ખાડી ઓળંગી આવે છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ રિફાઇનરી ઇન્વેસ્ટમેન્ટ માટે ભારતને આકર્ષક રોકાણ લેખાવ્યુ ંહતું. ખપતની દ્રષ્ટિએ ભારત હવે માત્ર અમેરિકા અને ચીનથી પાછળ છે. હવે પછીના છ મહિનામાં ચીનની ઓઇલ ડિમાન્ડનો આંકડો ધીમે ધીમે ઘટતો જશે અને આ તફાવત પ્રતિ વરસે બહોળો થતો જશે.