Get The App

ભારતની બેન્કિંગ સિસ્ટમમાં ઉલટી ગંગાના દોર જેવી સ્થિતિ

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
ભારતની બેન્કિંગ સિસ્ટમમાં ઉલટી ગંગાના દોર જેવી સ્થિતિ 1 - image


- FY25માં સૌપ્રથમ વખત સરકારી બેંકો કરતા ખાનગી બેંકોની વધુ ફરિયાદો RBI સમક્ષ નોંધાઈ 

અમદાવાદ : ભારતીય બેંકિંગ સિસ્ટમની ક્યારેય પણ વાત થાય તો સામાન્ય રીતે ખાનગી બેંકોને સર્વિસના મામલે સરકારી બેંકો કરતા ચઢિયાતી માનવામાં આવે છે. બેંકના ખાતેદારોથી લઈને લોનધારકોને ખાનગી કરતા સરકારી બેંકો સામે વધુ વાંધા અને ફરિયાદો હોય છે પરંતુ, નાણાંકીય વર્ષ ૨૦૨૫થી એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છે. ૨૦૨૫ના વર્ષમાં સરકારી કરતા વધુ ફરિયાદો ખાનગી બેંક સામે ઉભી થઈ છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના લોકપાલ યોજનાના વાર્ષિક અહેવાલના ડેટા અનુસાર ખાનગી ક્ષેત્રની બેંકો સામે મળેલી ફરિયાદોનો હિસ્સો આ વર્ષે સૌથી વધુ હતો.

 ૨૦૨૪-૨૫માં કુલ ફરિયાદોના ૩૭.૫૩ ટકા હિસ્સો માત્ર ખાનગી બેંકોનો હતો, જે ૨૦૨૩-૨૪માં ૩૪.૩૯ ટકા હતો.

 સામે પક્ષે જાહેર ક્ષેત્રની બેંક સામે મળેલી ફરિયાદોનો હિસ્સો ૨૦૨૪-૨૫માં મળેલી કુલ ફરિયાદોના ૩૪.૮૦ ટકા હતો. અગાઉના વર્ષની વાત કરીએ તો ૨૦૨૩-૨૪માં સરકારી બેંકોનો હિસ્સો ૩૮.૩૨ ટકા હતો

માર્ચ, ૨૦૨૫માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કેન્દ્રીય બેંકને એકંદરે ૨.૯૬ લાખ ફરિયાદો મળી હતી, જે પાછલા વર્ષમાં મળેલી ૨.૯૩ લાખ ફરિયાદો કરતાં ૧ ટકા જ વધુ છે. તેમાંથી મોટાભાગની ૮૭ ટકા ફરિયાદો તો વ્યક્તિગત હતી.

ધબેંકો વિરુદ્ધની ફરિયાદોનો હિસ્સો ૮૧.૫૩ ટકા હતો... ત્યારબાદ ૨૦૨૪-૨૫ દરમિયાન એનબીએફસીનો હિસ્સો ૧૪.૮૦ ટકા હતો... 

આરબીઆઈ લોકપાલની કચેરીએ ૨૦૨૪-૨૫ દરમિયાન ૨.૯૦ લાખ ફરિયાદોનો નિકાલ કર્યો (અગાઉના વર્ષની પેન્ડિંગ ફરિયાદો સહિત).... કુલ ફરિયાદોના ૬૨.૧૬ ટકા જેટલી એટલે કે ૧.૮૦ લાખ ફરિયાદો સ્વીકારી શકાય તેવી ફરિયાદો તરીકે ચિહ્નિત કરવામાં આવી હતી, જ્યારે બાકીની ફરિયાદો કોઈ ખાસ નહોતી તેથી અસ્વીકૃતિ કરવામાં આવી હતી. હવે તેમાંથી ૫૧.૯૧ ટકા સ્વીકૃત ફરિયાદો પરસ્પર સમાધાન, સમાધાન અથવા મધ્યસ્થી દ્વારા ઉકેલવામાં આવી હતી જ્યારે ૪૩.૩૬ ટકા સ્વીકૃત ફરિયાદો નકારી કાઢવામાં આવી હતી.' તેમ અહેવાલમાં જણાવાયું છે.

લોન સંબંધિત સૌથી વધુ ફરિયાદો :

માર્ચ, ૨૦૨૫ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં લોન અને એડવાન્સિસ સંબંધિત ફરિયાદો સૌથી વધુ હતી, ત્યારબાદ બેંકો વિરુદ્ધ ડિપોઝિટ એકાઉન્ટ સંબંધિત ફરિયાદો આવી, જે ઇલેક્ટ્રોનિક અને મોબાઇલ બેંકિંગ ફરિયાદોને પાછળ છોડીને ગત નાણાકીય વર્ષમાં ફરિયાદોની બીજી સૌથી મોટી કેટેગરી બની ગઈ છે.

લોકપાલને મળેલી કુલ ફરિયાદોમાં, લોન અને એડવાન્સિસ ૨૦૨૪-૨૫માં સૌથી વધુ ૨૯.૨૫ ટકા હતી, ક્રેડિટ કાર્ડ સંબંધિત ફરિયાદોમાં ૨૦.૦૪ ટકાનો વધારો થયો છે અને તે ફરિયાદોમાં બીજા ક્રમે સૌથી વધુ ફાળો આપનાર બની છે જ્યારે મોબાઇલ કે ઇલેક્ટ્રોનિક બેંકિંગ ફરિયાદોમાં વાર્ષિક ધોરણે ૧૨.૭૪ ટકા ઘટાડો થયો છે.

બેંકો સામે લોન અને એડવાન્સ સંબંધિત ફરિયાદો કુલ ફરિયાદોના ૨૧.૭૦ ટકા હતી, જોકે એક વર્ષ પહેલા આ રેશિયો ૨૨.૪૭ ટકા હતો. ડિપોઝિટ એકાઉન્ટ સંબંધિત ફરિયાદો કુલ ફરિયાદોના ૨૦.૬૩ ટકા હતી, જે ૨૦૨૩-૨૪માં ૧૯.૧૫ ટકા હતી જ્યારે ત્રીજા ક્રમની મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક બેંકિંગ ફરિયાદો ૧૯.૩૩ ટકા હતી,જે વર્ષ અગાઉ ૨૨.૪૮ ટકા હતી. એનબીએફસી સહિત, ક્રેડિટ કાર્ડ લોકપાલને ફરિયાદોનો બીજો સૌથી મોટો સ્ત્રોત હતો.

RBIને મળેલી ફરિયાદો 

ફરિયાદોનો પ્રકાર

૨૦૨૨-૨૩

૨૦૨૩-૨૪

૨૦૨૪-૨૫

-

 (એપ્રિલ-માર્ચ)

(એપ્રિલ-માર્ચ)

(એપ્રિલ-માર્ચ)*

લોન અને એડવાન્સ

૩૯,૫૭૯ (૨૦.૧%)

૫૪,૩૩૬ (૨૨.૪%)

૫૨,૪૨૭ (૨૧.૭%)

બચત ખાતા સંબંધિત

૩૩,૬૧૨ (૧૭.૦%)

૪૬,૩૧૫ (૧૯.૧%)

૪૯,૮૩૩ (૨૦.૬%)

મોબાઈલ કે ઈલેક્ટ્રોનિક બેંકિંગ

૩૯,૮૫૫ (૨૦.૨%)

૫૪,૩૬૪ (૨૨.૪%)

૪૬,૭૦૦ (૧૯.૩%)

ક્રેડિટ કાર્ડ્સ

૨૪,૫૪૯ (૧૨.૪%)

૩૩,૧૯૮ (૧૩.૭%)

૪૧,૪૫૭ (૧૭.૨%)

એટીએમ કે ડેબિટ કાર્ડ

૨૮,૬૩૫ (૧૪.૫%)

૨૫,૧૭૩ (૧૦.૪%)

૧૮,૦૪૨ (૭.૪%)

રેમિટન્સ

,૯૩૭ (૧.૪%)

,૦૯૯ (૧.૬%)

,૭૦૨ (૧.૫%)

પેરા બેંકિંગ

,૮૪૬ (૧.૨%)

,૪૬૮ (૧.૮%)

,૩૧૩ (૧.૯%)

પેન્શન ચૂકવણી

,૩૭૭ (૨.૨%)

,૧૦૪ (૧.૭%)

,૭૧૭ (૧.૧%)

નોટ અને સિક્કા

,૫૯૦ (૦.૪%)

,૪૮૯ (૦.૫%)

,૨૮૧ (૦.૫%)

અન્ય પ્રોડક્ટો અને સવસ

૨૦,૧૧૦ (૧૦.૨%)

૧૫,૩૩૭ (૬.૩%)

૨૩,૦૨૧ (૯.૫%)

કુલ (બેંકો)

,૯૬,૬૩૫

,૪૧,૮૩૧

,૪૧,૬૦૧

Tags :