Get The App

ભારતીયોએ ક્રિપ્ટોકરન્સીમાં રૂ. 400 કરોડ ગુમાવ્યા

- ૨૦૨૩માં વિશ્વમાં ક્રિપ્ટોમાં છેતરપિંડીથી નુકશાન ૪૫% વધ્યું

- છેતરપિંડીમાં માત્ર ૧૦% ફરિયાદો જ ક્રિપ્ટો સંબંધિત પરંતુ કુલ નુકસાનમાં ૫૦% હિસ્સો

Updated: Sep 11th, 2024

GS TEAM


Google News
Google News
ભારતીયોએ ક્રિપ્ટોકરન્સીમાં રૂ. 400 કરોડ ગુમાવ્યા 1 - image


અમદાવાદ : વૈશ્વિક કરન્સીઓનું સ્થાન મેળવવાની ઘેલછાએ માર્કેટમાં ઉતારવામાં આવેલ ક્રિપ્ટોકરન્સી પર કોઈ પણ ફાઈનાન્શિયલ માર્કેટ રેગ્યુલેટરનો અંકુશ નથી. ક્રિપ્ટોકરન્સીને એક કરન્સીને સ્થાપિત કરવાને બદલે તેનો હવે દિવસે ને દિવસે દુરૂપયોગ વધી રહ્યો છે અને ચોતરફ છેતરપિંડી માટેનું મુખ્ય સાધન બનતું જઈ રહ્યું છે. ૨૦૨૩માં વિશ્વમાં ક્રિપ્ટોમાં છેતરપિંડીથી નુકશાન ૪૫% વધ્યુ છે. જે પૈકી ભારતીયોએ ક્રિપ્ટોકરન્સીમાં રૂ. ૪૦૦ કરોડ ગુમાવ્યા હતા.

તાજેતરના એફબીઆઈના અહેવાલ અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિશ્વભરમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત છેતરપિંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. ૨૦૨૩માં આ કૌભાંડોથી થતા નુકસાનમાં કુલ ૪૫ ટકાનો વધારો થયો છે અને છેતરપિંડીનો આંકડો ૫.૬ અબજ ડોલરને પાર કરી ગયો છે. સૌથી વધુ અમેરિકા અને ત્યારબાદ કેનેડા અને યુકેમાંથી સૌથી વધુ ફરિયાદો મળી છે.

એફબીઆઈના અહેવાલ મુજબ ક્રિપ્ટોકરન્સી સંબંધિત ફરિયાદોની સંખ્યાના સંદર્ભમાં ભારત વૈશ્વિક સ્તરે પાંચમા ક્રમે છે. ૨૦૨૩માં ભારતમાં ક્રિપ્ટો ફ્રોડના કુલ ૮૪૦ કેસ નોંધાયા છે. આ કૌભાંડોમાં ભારતે કુલ ૪,૪૦,૫૪,૨૪૪ મિલિયન ડોલર એટલેકે અંદાજિત ૪૦૦ કરોડ રૂપિયા આસપાસ ગુમાવ્યા છે. આ આંકડા સાથે કુલ નાણાકીય નુકશાનની દ્રષ્ટિએ ભારત વિશ્વના ટોચના ૧૦ દેશોમાં સમાવિષ્ટ છે.

નાણાકીય છેતરપિંડીની માત્ર ૧૦ ટકા ફરિયાદો જ ક્રિપ્ટો સંબંધિત છે. તેમ છતાં ક્રિપ્ટોકરન્સી-સંબંધિત નુકસાન કુલ નુકસાનના લગભગ ૫૦ ટકા આસપાસ છે. ૨૦૨૨માં ક્રિપ્ટો માર્કેટમાં મંદીને પગલે આ ટોકનમાં ફ્રોડનો આંકડો ઘટયો હતો. જોકે ક્રિપ્ટોકરન્સીના ભાવમાં ગત વર્ષે તેજી નોંધાયા બાદ ફ્રોડમાસ્ટર્સનો ફરી રસ વધ્યો હતો. ક્રિપ્ટોકિંગ બિટકોઈનનો ભાવ ગત વર્ષે બમણા કરતા પણ વધુ અને ૨૦૨૪માં લગભગ ૩૫ ટકા વધ્યો છે.

ક્રિપ્ટોકરન્સીમાં છેતરપિંડી માટેની સ્કીમોમાં ટેકનોલોજી સપોર્ટ, કોન્ફિડન્સ અને રોમાંસ, રોકાણ અને સરકારી સ્કેમ સહિતના હથકંડામાંથી ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ ૨૦૨૩માં સૌથી વધુ થયેલ છે. રિપોર્ટ અનુસાર રોકાણના નામે ક્રિપ્ટો ફ્રોડથી નુકશાનનો આંકડો કુલ ફ્રોડમાં ૭૧ ટકા એટલેકે લગભગ ૩.૯૬ અબજ ડોલર સાથે સૌથી વધુ હતો. ૨૦૨૨માં આ આંકડો ૫૩ ટકા સાથે ૨.૫૭ અબજ ડોલર હતો.

વયજૂથ પ્રમાણે જોઈએ તો ૩૦-૩૯ અને ૪૦-૪૯ વર્ષની વયની વ્યક્તિઓએ સૌથી વધુ ક્રિપ્ટોકરન્સી-રોકાણ છેતરપિંડીની ફરિયાદો નોંધાવી હતી (દરેક વય જૂથમાં આશરે ૫૨૦૦ ફરિયાદો) અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના ફરિયાદીઓએ સૌથી વધુ નુકસાન ૧.૨૪ અબજ ડોલરથી વધુનું નુકશાન રિપોર્ટ કર્યું હતું.

ક્રિપ્ટો ફ્રોડનો ભોગ બનેલા ટોચના દેશો

દેશ

ફ્રોડથી નુકસાન

અમેરિકા

,૮૦૯,૭૩૭,૯૫૬

સાયમન

૧૯૫,૬૬૩,૦૨૫

મેક્સિકો

૧૨૬,૯૯૪,૦૫૧

કેનેડા

૭૨,૦૮૦,૪૯૮

યુકે

૫૯,૩૬૭,૦૦૮

ભારત

૪૪,૦૫૪,૨૪૪

ઓસ્ટ્રેલિયા

૨૪,૭૪૭,૫૫૧

ઈઝરાયેલ

૧૯,૬૦૬,૯૯૭

જર્મની

૧૬,૭૬૩,૦૮૪

નાઈઝીરીયા

૧૫,૬૦૮,૪૮૯

(આંકડા મીલીયન ડોલરમાં)

ક્રિપ્ટો ફ્રોડની ફરિયાદો

દેશ

ફરિયાદની સંખ્યા

અમેરિકા

૫૭,૭૬૨

કેનેડા

,૨૩૬

યુકે

૯૬૨

નાઈઝીરીયા

૮૪૧

ભારત

૮૪૦

ઓસ્ટ્રેલિયા

૫૩૭

જર્મની

૪૪૪

ફ્રાન્સ

૩૭૪

દ.આફ્રિકા

૩૪૯

પાકિસ્તાન

૩૨૬

Tags :