બ્લેક મંડે! મિડકેપ-સ્મોલ કેપ સ્ટોક્સમાં સુનામી, શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
બ્લેક મંડે! મિડકેપ-સ્મોલ કેપ સ્ટોક્સમાં સુનામી, શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ 1 - image


Share Market Update : ભારતીય શેર બજારના રોકાણકારો માટે આ અઠવાડિયે પહેલું ટ્રેડિંગ સત્ર ખુબ જ નિરાશાજનક રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક માટે આજનું સત્ર બ્લેક મંડે સાબિત થયું છે. આજે ટ્રેડિંગમાં બેંકિંગ સ્ટોક્સમાં પણ ખુબ વેચાણ જોવા મળ્યું છે. ટ્રેડિંગ ખતમ થવા પર BSE સેન્સેક્સ 523 પોઈન્ટના ઘટાડા સાથે 71,072 પોઈન્ટ પર બંધ થયો છે જ્યારે NSEનું નિફ્ટી 166 પોઈન્ટના ઘટાડા સાથે 21,616 પોઈન્ટ પર ક્લોજ થયું છે.

સેક્ટરના શું છે હાલ?

આજે ટ્રેડમાં મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં સુનામી જોવા મળી છે. નિફ્ટીનું મિડ કેપ ઈન્ડેક્સ 1213 અને નિફ્ટનું સ્મોલ કેપ ઈન્ડેક્સ 652 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું છે. જ્યારે BSE મિડ કેપ 1038 અને BSE સ્મોલ કેપ 1443 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે. આ સિવાય બેંક શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 752 પોઈન્ટ ઘટીને 44,882 પોઈન્ટ પર બંધ થયું છે. નિફ્ટી પીએસયૂ ઈન્ડેક્સ 308 ટકા ઘટીને બંધ થયું છે. આ સિવાય એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઘટીને બંધ થયા. માત્ર હેલ્થકેર, ફાર્મા અને આઈટી સ્ટોક્સમાં તેજી જોવા મળી.

ઈન્ડેક્સનું નામબંધ થવાનું લેવલઉછાળોઘટાડોટકામાં ફેરફાર
BSE Sensex71,072.4971,756.5870,922.57-0.73%
BSE SmallCap44,206.7845,822.1244,089.45-3.16%
India VIX16.0616.5415.453.98%
NIFTY Midcap 10047,675.8049,142.9047,526.55-2.48%
NIFTY Smallcap 10015,617.0516,295.9515,560.30-4.01%
NIfty smallcap 507,274.157,573.207,250.30-3.55%
Nifty 10022,042.1022,301.9022,001.70-0.92%
Nifty 20011,914.1012,088.1511,890.15-1.17%
Nifty 5021,616.0521,831.7021,574.75-0.76%


8 લાખ કરોડ ઘટ્યું માર્કેટ કેપ

શેર બજારમાં આ ઘટાડાને લઈને બજારમાં લિસ્ટેડ કંપનીઓમાં માર્કેટ વેલ્યૂમાં મોટો ખાડો પડ્યો છે. આજે ટ્રેડિંગ પૂર્ણ થવા પર BSE પર લિસ્ટે કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને 378.85 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે જે છેલ્લા ટ્રેડિંગ સત્રમાં 368.43 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. આજના ટ્રેડમાં બજારના માર્કેટ વેલ્યૂમાં 7.58 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે.


Google NewsGoogle News