બજારમાં મોટી સંખ્યામાં ફરતી થયેલી 500ની નકલી નોટને લઈને કેન્દ્ર સરકારનું હાઈ એલર્ટ
Fake Note: બજારમાં 500 રૂપિયાની નકલી નોટ ફરતી થઈ છે, જે હૂબહૂ અસલી જેવી જ દેખાઈ છે. ગૃહ મંત્રાલયે પણ તેના પર ચિંતા વ્યક્ત કરતા હાઈ એલર્ટ જાહેર કર્યું છે. સરકારે ચેતવણી જાહેર કરી છે કે 500ની આ નકલી નોટ ઘણી હદ સુધી અસલી જેવી દેખાય છે અને સામાન્ય રીતે તેમાં ફરક શોધવો અઘરો છે, પરંતુ સરકારે કેટલીક એવા ઓળખ ચિહ્નો જણાવ્યા છે, જેની મદદથી નકલી નોટોને ઓળખવી શક્ય થશે. તો તમારા હાથમાં આવી નકલી નોટ આવે તો તમારે ઓળખવી સરળ પડશે.
ગૃહ મંત્રાલયે હાઈ એલર્ટ જાહેર કરતા કહ્યું કે, બજારમાં નવા પ્રકારની નકલી 500 રૂપિયાની નોટ ફરતી થઈ છે. આ એલર્ટ DRI, FIU, CBI, NIA, SEBI જેવી મુખ્ય નાણાકીય અને નિયમનકારી સંસ્થાઓની સાથે શેર કર્યું છે. એલર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, નકલી નોટ ગુણવત્તા અને પ્રિન્ટના મામલે અસલી નોટોથી ખુબ મળતી આવે છે, જેનાથી તેને ઓળખવી ખુબ મુશ્કેલ થઈ રહી છે. તેનો રંગ અને બનાવટ પણ મળતા આવે છે.
શું છે બંને નોટમાં ફરક?
ગૃહ મંત્રાલયે ચેતવણી આપી છે કે નકલી નોટોની ગુણવત્તા અને તેનો દેખાવ અસલી નોટોથી ખૂબ જ મળતી આવે છે. નકલી નોટોમાં 'RESERVE BANK OF INDIA' ના વાક્યમાં 'RESERVE' માં ભૂલથી 'E' ના બદલે 'A' લખાયેલું છે. જેનાથી આવી નોટોને ઓળખી શકાય છે.