Get The App

ભારતીય ઈ-કોમર્સ કંપનીઓ ટેરિફમાં ચીનને માત આપી શકવા માટે સક્ષમ

- જો સરકાર બેંકિંગ, કસ્ટમ્સ અને નિકાસ પ્રમોશનમાં અવરોધોને ઝડપથી દૂર કરે તો વધુ સરળતા જોવાશે

Updated: Apr 15th, 2025

GS TEAM


Google News
Google News
ભારતીય ઈ-કોમર્સ કંપનીઓ ટેરિફમાં ચીનને માત આપી શકવા માટે સક્ષમ 1 - image


નવી દિલ્હી : ચીનમાંથી નીચા મૂલ્યની ઈ-કોમર્સ આયાત પર યુએસ ટેરિફને ભારતીય ઓનલાઈન નિકાસકારો માટે મોટી તકો ખોલી છે, જો સરકાર સમયસર સહાય પૂરી પાડે તો તેઓ આ ક્ષેત્રે આગળ વધી શકે છે. 

રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટીવે જણાવ્યું હતું કે એક લાખથી વધુ ઈ-કોમર્સ વિક્રેતાઓ અને પાંચ અબજ ડોલરની વર્તમાન નિકાસ સાથે, ભારત ચીન દ્વારા છોડવામાં આવેલા અંતરને ભરવા માટે સારી સ્થિતિમાં છે, ખાસ કરીને હસ્તકલા, ફેશન અને હોમ એસેસરીઝ જેવા કસ્ટમાઇઝ્ડ, નાના બેચ ઉત્પાદનોના ક્ષેત્રમાં. 

યુએસ ૨ મેથી ચીન અને હોંગકોંગની ૮૦૦ ડોલર કરતાં ઓછી કિંમતની ઈ-કોમર્સ નિકાસ પર ૧૨૦ ટકાનો ભારે ટેરિફ ફટકારશે, તેમની ડયુટી ફ્રી એન્ટ્રી સમાપ્ત થશે. આ પગલાથી ચીનની સપ્લાય ચેઈનમાં વિક્ષેપ પડશે અને અન્ય દેશો માટે દરવાજા ખુલશે તેવી અપેક્ષા છે. 

ચીનની કંપનીઓ શીન અને ટેમુ આ ક્ષેત્રની મુખ્ય કંપનીઓ છે. ૨૦૨૪ માં, સમગ્ર વિશ્વમાંથી ૧.૪ બિલિયન ડોલરથી વધુ ઓછા મૂલ્યના પેકેજો યુએસમાં આવ્યા હતા, જેમાં એકલા ચીન ૪૬ અબજ ડોલરના આવા માલની નિકાસ કરે છે.

ભારત આ ગેપને ભરવા માટે સારી રીતે સ્થિત છે, ખાસ કરીને હેન્ડીક્રાફ્ટ, ફેશન અને હોમ એસેસરીઝ જેવા નાના-બેચ ઉત્પાદનોમાં, જો તે બેંકિંગ, કસ્ટમ્સ અને નિકાસ પ્રમોશનમાં અવરોધોને ઝડપથી દૂર કરે તો તે આગળ વધી શકો છો. ભારતની વર્તમાન ટ્રેડિંગ સિસ્ટમ હજુ પણ મોટા, પરંપરાગત નિકાસકારોની તરફેણ કરે છે, નાના ઓનલાઈન વિક્રેતાઓને નહીં. 

ભારતીય બેંકો ઈ- કોમર્સ નિકાસના ઊંચા જથ્થા અને નાના મૂલ્યની પ્રકૃતિને નિયંત્રિત કરવા માટે સંઘર્ષ કરે છે. આરબીઆઈના નિયમો જાહેર કરેલ આયાત મૂલ્ય અને અંતિમ ચુકવણી વચ્ચે માત્ર ૨૫ ટકાના તફાવતને મંજૂરી આપે છે, જે ઓનલાઈન નિકાસ માટે ખૂબ જ કડક છે જ્યાં ડિસ્કાઉન્ટ, વળતર અને પ્લેટફોર્મ ચાર્જ ઘણીવાર મોટા તફાવત તરફ દોરી જાય છે.

Tags :