For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શું તમે જૂની ચલણી નોટો કે સિક્કાનું સંગ્રહ કરવાના શોખીન છો? તો RBIની આ ગાઈડલાઈન વાંચી લો

RBIની આવી કોઈપણ હરાજી કે વેચાણમાં કોઈ ભૂમિકા નથી

RBIએ જણાવ્યું કે આવા ઓનલાઈન સિક્કા વેચવા કે ખરીદવામાં લોકો સાથે છેતરપિંડી થાય છે

Updated: May 26th, 2023

Article Content Image

image : Wikipedia 

જો તમે પણ જૂના સિક્કા, નોટોનું કલેક્શન કરવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજકાલ બજારમાં જૂની નોટો અને સિક્કાઓની હરાજી થઈ રહી છે. આ નોટોની દરરોજ ઓનલાઈન માર્કેટમાં હરાજી થઈ રહી છે. ધીરે ધીરે આ નોટોની હરાજી કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. આ ક્રેઝ જોઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લોકોને ચેતવણી આપી છે. આવો જાણીએ RBIએ શું ચેતવણી આપી છે?

શું છે RBIની ચેતવણી?

RBIએ પહેલા જ કહ્યું છે કે જૂના સિક્કા કે નોટોને લગતા સમાચાર ફક્ત કેન્દ્રીય બેન્કના હવાલાથી જ આવે છે. જ્યારે RBIની આવી કોઈપણ હરાજી કે વેચાણમાં કોઈ ભૂમિકા નથી. જો તમે જૂની નોટો અથવા સિક્કા વેચવા માંગતા હોવ તો તમારે પણ RBIની ગાઈડલાઈન્સ વાંચી લેવી જોઈએ. RBIએ જણાવ્યું કે આવા ઓનલાઈન સિક્કા વેચવા કે ખરીદવામાં લોકો સાથે છેતરપિંડી થાય છે. લોકોને છેતરવાની આ એક રીત છે. આ રીતે લોકો ગ્રાહકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમારે આ પ્રકારની છેતરપિંડીથી હંમેશા સાવચેત રહેવું જોઈએ.

આ છેતરપિંડીનું તંત્ર કેવી રીતે કામ કરે છે?

આવા ઘણા મામલા RBIના ધ્યાન પર આવ્યા છે, જેમાં RBIના નામનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ છેતરપિંડી કરતા ઓનલાઈન પ્લેટફોર્મ પર લોકો પાસેથી ચાર્જ, કમિશન અથવા ટેક્સની માંગ કરવામાં આવે છે. લોકોનો દાવો છે કે જો તેઓ જૂની નોટો વેચશે તો તેમને લાખો રૂપિયા મળશે. આ પ્રકારની  કોઈપણ પ્રવૃત્તિઓમાં RBI સામેલ નથી.

રિઝર્વ બેંકના નામે છેતરાશો નહીં?

RBIએ ખુલાસો કર્યો છે કે RBI ન તો આવી કોઈ બાબતોમાં સામેલ છે અને ન તો તેના વતી આવી કોઈ ડીલ કરવામાં આવે છે. આ ફક્ત લોકોનો વિશ્વાસ જીતવાની માત્ર એક રીત છે. લોકો આરબીઆઈ પર વિશ્વાસ કરે છે, તેના કારણે તેઓ આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બને છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કોઈ પણ સંસ્થા, કંપની અથવા વ્યક્તિને આવી ટ્રાન્ઝેક્શન ફી લેવા માટે અધિકૃત કર્યા નથી. લોકોએ આ પ્રકારની છેતરપિંડીથી બચવું જોઈએ. જો તમે ક્યારેય આવી કોઈ જાહેરાત જુઓ છો, તો તમે તેના વિશે સાયબર સેલને જાણ કરી શકો છો. જો શક્ય હશે તો આવા છેતરપિંડી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


Gujarat