Get The App

ભારત ક્રુડની માંગમાં ચીન કરતાં આગળ નિકળી જશે

- નિષ્ણાતોનો અંદાજ છે કે વધતી વસ્તી અને આવકને કારણે, ભારતમાં ક્ડનો વપરાશ ઝડપથી વધશે :

- બીજી તરફ ચીનમાં વપરાશ હવે પ્રમાણમાં ધીમો પડયો

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
ભારત ક્રુડની માંગમાં ચીન કરતાં આગળ નિકળી જશે 1 - image


નવી દિલ્હી : આ વર્ષે, ભારતમાં ક્રૂડ તેલની માંગ ચીન કરતા વધુ ઝડપથી વધી શકે છે. ટ્રાફિગુરા ગુ્રપના અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, અમે ભારતની તેલની માંગ અંગે આશાવાદી છીએ. આ વર્ષે, જો વ્યૂહાત્મક સંગ્રહને બાકાત રાખવામાં આવે તો, ભારતની માંગ ચીન કરતા વધી જશે.

નિષ્ણાતોના મતે, ભારતમાં ક્રૂડના વપરાશમાં વધારો થવાનું મુખ્ય કારણ શહેરોમાં વધતી વસ્તી, વધતી આવક અને જીવનધોરણમાં સુધારો છે. વધતા શહેરીકરણ અને દેશમાં લોકોની આવકમાં વધારો થવાને કારણે, ખાનગી અને વાણિજ્યિક વાહનોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે ક્રૂડનો વપરાશ વધી રહ્યો છે.

તે જ સમયે, ચીનમાં ક્રૂડ ઓઇલનો વપરાશ હવે પ્રમાણમાં ધીમો પડી ગયો છે. ચીનના તેલ વપરાશમાં ફક્ત પેટ્રોકેમિકલ ક્ષેત્ર જ વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. આ ઉપરાંત, આ વર્ષે ચીનમાં કુલ વપરાશમાં વધારો મુખ્યત્વે તેલ સંગ્રહ (સ્ટોકપાઇલિંગ) ને કારણે છે. નિષ્ણાતોના મતે, છેલ્લા કેટલાક મહિનામાં ચીને દરરોજ લગભગ ૨ લાખ બેરલ તેલનો સ્ટોક કર્યા છે. આ સ્ટોકિંગથી વૈશ્વિક તેલના ભાવમાં સ્થિરતા આવી છે, જ્યારે ઓપેકએ ઝડપથી બંધ ક્ષમતા ફરી શરૂ કરી છે.

આજે ચીન તેના વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વમાં વધારો કરી રહ્યું છે અને તેલનો સંગ્રહ કરી રહ્યું છે. પરંતુ લાંબા ગાળે, ચીન આટલો સ્ટોકિંગ ચાલુ રાખી શકશે નહીં અને આવનારા સમયમાં બજારમાં વધારાના તેલને સંપૂર્ણપણે સમાયોજિત કરવું પડકારજનક રહેશે.

આવતા વર્ષે વિશ્વમાં ક્રૂડની માંગ વધવાનું કોઈ મજબૂત કારણ નથી. આવતા વર્ષે ક્રૂડની માંગ દરરોજ લગભગ ૧ મિલિયન બેરલ વધી શકે છે, પરંતુ જો આ માંગમાં વધુ વધારો નહીં થાય તો બજારમાં વધારાનું ક્રૂડ વેચવું મુશ્કેલ બનશે.નિષ્ણાતો માને છે કે આ વર્ષે વૈશ્વિક ક્ડ તેલ બજારની દિશા મોટાભાગે ભારતમાં વધતી માંગ અને ચીનમાં ધીમી વપરાશ વચ્ચે નક્કી થશે. રોકાણકારો અને ક્ડ તેલ ઉત્પાદકો આ પરિવર્તન પર નજીકથી નજર રાખી રહ્યા છે.


Tags :