ક્રુડ તેલના વપરાશમાં ચીનને પાછળ મૂકી ભારત આગળી નીકળી જશે
- ચીનમાં વીજ વાહનોની સંખ્યામાં વધારો થતા તેની ક્રુડની માગમાં ઘટાડો થશે
મુંબઈ : વિશ્વના નજર હવે ચીન કરતા ભારત તરફ વધુ વળી રહી છે, તેને જોતા આગામી દિવસોમાં ક્રુડ તેલની માગની દ્રષ્ટિએ ચીન કરતા ભારત આગળ નીકળી જશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે.
લોકસંખ્યાની દ્રષ્ટિએ ભારત આમપણ ચીન કરતા આગળ નીકળી ગયું છે ત્યારે, ઉપભોગમાં વધારા સાથે વિકાસની આવશ્યકતા પણ વધી ગઈ છે. જો કે ચીનમાં વીજ સંચાલિત વાહનોની સંખ્યામાં વધારો તેની ક્રુડ તેલની માગમાં ઘટાડાનું એક કારણ બની રહ્યું હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
લોકવસતિમાં વધારાને કારણે વૈશ્વિક માગના ચાલક બળ તરીકે ચીન કરતા ભારત ગમે ત્યારે આગળ નીકળી જશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ક્રુડ ઓઈલ માર્કેટમાં ભારતે આ અગાઉ જ મુખ્ય ભૂમિકા ભજવવાનું શરૂ કરી દીધું છે અને તે રશિયાના ક્રુડ તેલનો વપરાશકાર દેશ બની રહ્યો છે.