Get The App

વિશ્વમાં ઝડપી ડિજિટલ પેમેન્ટમાં UPI સાથે ભારત અવ્વલ, દર મહિને 18 અબજ ટ્રાન્ઝેક્શન

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વમાં ઝડપી ડિજિટલ પેમેન્ટમાં UPI સાથે ભારત અવ્વલ, દર મહિને 18 અબજ ટ્રાન્ઝેક્શન 1 - image


India tops global fast payments with UPI: ભારત ઝડપી ડિજિટલ ચુકવણીના સંદર્ભમાં હવે વિશ્વમાં અગ્રણી બન્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના નવા અહેવાલ 'રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ ગ્રોઇંગ ટ્રેન્ડ: ઈમ્પોર્ટન્ટ્સ ઓફ ઇન્ટરઓપરેબિલિટી' અનુસાર, ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) આ ક્રાંતિનો મુખ્ય આધાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા 2016 માં લોન્ચ UPI આજે ભારતમાં નાણાકીય વ્યવહાર કરવામાં સૌથી ઝડપી, સરળ અને સૌથી વિશ્વસનીય માર્ગ બન્યું છે. 

યુપીઆઈ દ્વારા મલ્ટીપલ બેન્ક ખાતાઓને એક જ મોબાઇલ એપ્લિકેશન સાથે લિંક કરી ગણતરીની સેકન્ડમાં  પેમેન્ટ થઈ રહ્યા છે.

દરમહિને 18 અબજનું ટ્રાન્ઝેક્શન

આજે ભારતમાં દરમહિને  18 અબજથી વધુ ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. જૂન 2025માં યુપીઆઈએ 18.39 અબજના ટ્રાન્ઝેક્શન દ્વારા 24.03 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી થઈ છે. ગયા વર્ષે જૂનમાં આ આંકડો 13.88 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતાં. જે છેલ્લા એક વર્ષમાં લગભગ 32%નો વધારો દર્શાવે છે.

આ પણ વાંચોઃ 285 ફેરફાર, અડધી કલમો હટી... આવતીકાલે લોકસભામાં રજૂ થશે નવા ઈનકમ ટેક્સ બિલનો સમીક્ષા રિપોર્ટ

49.1 કરોડ લોકો યુપીઆઈ યુઝર્સ

આજે દેશભરમાં 49.1 કરોડ લોકો 65 લાખ વેપારીઓ UPI સાથે જોડાયેલા છે. 675 બેન્કો UPI  સેવા પૂરી પાડે છે. જેથી કોઈપણ વ્યક્તિ કોઈપણ બેન્કમાંથી કોઈપણ ખાતામાં ઝડપથી ઓનલાઈન ચૂકવણી કરી શકે છે. જેમાં બેન્ક ખાતું ચેક કરવાની જરૂર પડતી નથી. ભારતમાં તમામ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાંથી 85 ટકા ટ્રાન્ઝેક્શન યુપીઆઈ મારફત થઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં 50 ટકા રિઅલ-ટાઈમ ડિજિટલ પેમેન્ટ ફક્ત ભારતના યુપીઆઈ દ્વારા થાય છે.

વિશ્વના સાત દેશોમાં યુપીઆઈ સેવા

યુપીઆઈ હવે ભારત પૂરતું મર્યાદિત નથી. આ સેવા સાત દેશોમાં શરૂ થઈ છે. જેમાં UAE, સિંગાપોર, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, ફ્રાન્સ અને મોરેશિયસ સામેલ છે. ફ્રાન્સમાં પણ UPI સેવા શરૂ કરવી એ ભારત માટે એક મોટું પગલું છે, કારણ કે તે યુરોપમાં UPIની પહેલી એન્ટ્રી છે. હવે ત્યાં રહેતા ભારતીયો કોઈપણ વિદેશી ટ્રાન્ઝેક્શનની ઝંઝટમાં પડ્યા વિના સરળતાથી ચુકવણી કરી શકે છે. પીઆઈબી અનુસાર, ભારત ઇચ્છે છે કે UPI ને BRICS દેશોની એક સામાન્ય ડિજિટલ ચુકવણી પ્રણાલી બનાવવામાં આવે. જો આવું થાય, તો તે વિદેશથી પૈસા મોકલવાનું સરળ બનાવશે, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપશે અને ભારતના ડિજિટલ નેતૃત્વને વધુ મજબૂત બનાવશે.

જન ધનથી શરૂ થઈ હતી યુપીઆઈ સેવા

UPI ની આ સફળતાનો પાયો વર્ષો પહેલાં જન ધન યોજના સાથે નાખવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ, જુલાઈ 2025 સુધી 55.83 કરોડ બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે. આ યોજનાએ પહેલીવાર કરોડો લોકોને બેન્કિંગ સુવિધાઓ આપી, સરકારી યોજનાઓના પૈસા સીધા ખાતામાં આવવા લાગ્યા અને લોકોને સુરક્ષિત બચતનો વિકલ્પ મળ્યો.

વિશ્વમાં ઝડપી ડિજિટલ પેમેન્ટમાં UPI સાથે ભારત અવ્વલ, દર મહિને 18 અબજ ટ્રાન્ઝેક્શન 2 - image

Tags :