Get The App

ટ્રમ્પના ટેરિફની 'ઈફેક્ટ', ભારતીય કંપનીઓએ રશિયાથી ઓઈલ આયાત અટકાવી : રિપોર્ટ

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પના ટેરિફની 'ઈફેક્ટ', ભારતીય કંપનીઓએ રશિયાથી ઓઈલ આયાત અટકાવી : રિપોર્ટ 1 - image


Indian Oil Company Stop Import From Russia : ટેરિફ અંગે અમેરિકાના દબાણ વચ્ચે ભારત સરકારની ઘણી ઓઈલ રિફાઇનરીઓએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું કામચલાઉ ધોરણે બંધ કરી દીધું છે. 

કઈ-કઈ કંપનીઓએ આયાત બંધ કરી? 

તેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને મેંગલોર રિફાઇનરી પેટ્રોકેમિકલ જેવી તેલ રિફાઇનરીઓનો સમાવેશ થાય છે. તેમણે હાલ માટે રશિયાથી ક્રૂડ ઓઇલ આયાત કરવા પર હાલ પૂરતી રોક લગાવી છે. તેના બદલે, આ કંપનીઓ ઓઈલ ખરીદવા માટે મધ્ય પૂર્વ અને આફ્રિકા તરફ વળી છે.

સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળી

અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ ભારતીય સરકારી કંપનીઓએ ગયા અઠવાડિયાથી ક્રૂડ ઓઇલ આયાત કર્યું નથી. જોકે અત્યાર સુધી આ કંપનીઓ અને સરકાર તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ટ્રમ્પની ધમકીની અસર! 

જોકે, રિલાયન્સ અને નાયરા જેવી ભારતની ખાનગી તેલ રિફાઇનરીઓ હજુ પણ વાર્ષિક સોદા હેઠળ રશિયન તેલ આયાત કરી રહી છે. 2022 થી ભારત જે સસ્તા દરે રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું હતું તેમાં ઘટાડો થઇ ગયો છે.  ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવા બદલ ભારત પર 100 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પે 90 થી વધુ દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. 1 ઓગસ્ટથી ભારત પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર વધારાના દંડ પણ લાદી શકે છે.

Tags :