Get The App

8 ટકા જીડીપી વૃદ્વિ હાંસલ કરવા ભારતે શ્રમિક ઉત્પાદકતામાં 6.3 ટકાની વૃદ્વિ કરવી જરૂરી

- વૈશ્વિક નાણા કટોકટીના પરિણામે અન્ય દેશોની સાથે ભારતની શ્રમિક ઉત્પાદકતા વૃદ્વિ પણ દબાણ હેઠળ

Updated: Jan 9th, 2020

GS TEAM

Google News
Google News
8 ટકા  જીડીપી વૃદ્વિ હાંસલ કરવા ભારતે શ્રમિક ઉત્પાદકતામાં 6.3 ટકાની વૃદ્વિ કરવી જરૂરી 1 - image

મુંબઈ, તા. 09 જાન્યુઆરી 2020, ગુરૂવાર

ભારતે આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિ ૮ ટકા હાંસલ કરવા માટે શ્રમિક ઉત્પાદકતા વૃદ્વિ વધારીને ૬.૩ ટકા મેળવવી જરૂરી હોવાનું ઈન્ડિયા રેટીંગ્સ એન્ડ રીસર્ચ દ્વારા જણાવાયું છે. ભારતે નાણાકીય વર્ષ ૨૦૧૯માં ૫.૨ ટકાની શ્રમિક ઉત્પાદકતા વૃદ્વિ હાંસલ કરી હતી. 

ઈન્ડિયા રેટીંગ્સ એન્ડ રીસર્ચ(ઈન્ડ-રા) દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે, ભારતે ૮ટકા જીડીપી વૃદ્વિ હાંસલ કરવા માટે તેની શ્રમિક ઉત્પાદક વૃદ્વિ ૬.૩ ટકા મેળવવી જરૂરી છે. આ ઉપરાંત ૯ ટકા જીડીપી વૃદ્વિ હાંસલ કરવા માટે શ્રમિક ઉત્પાદકતા વૃદ્વિ ૭.૩ ટકા મેળવવી જરૂરી રહેશે. 

જે નાણાકીય વર્ષ ૨૦૧૯માં હાંસલ કરાયેલી વૃદ્વિ કરતાં ૪૦.૪ ટકાવધુ મેળવવી પડશે. મંદ પડેલી વૃદ્વિથી નજીકના સમયમાં આ વૃદ્વિ મેળવી શકાય એમ નથી, પરંતુ આ  હાંસલ નહીં કરી શકાય એવું નથી. રેટીંગ એજન્સીનું વધુ કહેવું છે ક, આ પ્રકારની ઉચ્ચી શ્રમિક ઉત્પાદકતા વૃદ્વિ ભૂતકાળમાં હાંસલ કરાયેલી છે.

 વર્ષ ૨૦૦૮ની વૈશ્વિક નાણા કટોકટીના પરિણામે અન્ય દેશોની સાથે ભારતની શ્રમિક ઉત્પાદકતા વૃદ્વિ પણ દબાણ હેઠળ આવી છે, જે ખા નાણાકીય વર્ષ ૨૦૧૧ થી નાણાકીય વર્ષ ૨૦૧૫ દરમિયાન જોવાયું છે. જો કે ત્યારબાદ નાણાકીય વર્ષ ૨૦૧૬ થી નાણાકીય વર્ષ ૨૦૧૯માં ૫.૮ ટકાની વૃદ્વિ હાંસલ થઈ શકી હતી. 

ભારત માટે આ ઉત્પાદકતા વૃદ્વિ હાંસલ કરવા બે મોરચે પડકાર છે. પ્રથમ જીડીપી વૃદ્વિ દર હાંસલ કરવા શ્રમિક ઉત્પાદકતા વધારવી કઈ રીતે અને બીજું મંદ પડેલા ક્ષેત્રોમાં વૃદ્વિ કઈરહી લાવવી અને મધ્યમ થી લાંબાગાળા માટે તેને કઈ રીતે જાળવવી. કન્સ્ટ્રકશન, કૃષિ અને માઈનીંગ ક્ષેત્રે પીછેહઠ જોવાઈ રહી છે. 


Tags :