Get The App

દેશનું ફોરેક્સ રિઝર્વ 6.725 અબજ ડોલર ઘટ્યું, ગોલ્ડ-ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડાનું પરિણામ

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
દેશનું ફોરેક્સ રિઝર્વ 6.725 અબજ ડોલર ઘટ્યું, ગોલ્ડ-ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડાનું પરિણામ 1 - image


RBI On India Forex Reserves: ભારતનું ફોરેક્સ રિઝર્વ આ ગત સપ્તાહમાં 6.925 અબજ ડોલર ઘટી 695.355 અબજ ડોલર થયું છે. જોકે, તે સપ્ટેમ્બર 2024માં 704.89 અબજ ડોલરના રેકોર્ડ સ્તર નજીક સ્થાન જાળવી રાખ્યું છે. આ ઘટાડો ફોરેન એસેટ્સ અને ગોલ્ડ રિઝર્વમાં ઘટાડાને કારણે નોંધાયો છે. આરબીઆઈએ જણાવ્યું કે, વર્તમાન રિઝર્વ્સ 11 માસની આયાતને કવર કરી શકે છે. ભારતનું ફોરેક્સ રિઝર્વ્સ ગત સપ્તાહે 6.925 અબજ ડોલર ઘટ્યું છે. આરબીઆઈના તાજેતરના વીકલી સ્ટેટિસ્ટિકલ સપ્લિમેન્ટ રિપોર્ટ અનુસાર, 24 ઓક્ટોબર, 2025ના રોજ પૂર્ણ થતાં સપ્તાહમાં દેશની કુલ રિઝર્વ્સ ઘટી તાજેતરના 695.355 અબજ ડોલર થયું હતું. 

ગોલ્ડ રિઝર્વ્સમાં ઘટાડો

આરબીઆઈ રિપોર્ટ અનુસાર, ફોરેક્સ રિઝર્વ્સનો અત્યંત મહત્ત્વનો ભાગ ફોરેન કરન્સી એસેટ્સ છે. જે ઘટી 566.548 અબજ ડોલર થયુ હતું. તેમાં 3.862 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. ગોલ્ડ રિઝર્વ્સ પણ 3.010 અબજ ડોલર ઘટી 105.536 અબજ ડોલર થયુ હતું. આ ઘટાડો વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા અને સોના માટે રોકાણકારોની માંગમાં વધારો થવાને કારણે નોંધાયો હતો.

રિઝર્વ્સ મજબૂત સ્થિતિમાં

ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો નોંધાયો હોવા છતાં હજી પણ સ્થિર અને મજબૂત સ્થિતિમાં છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ હાલમાં જણાવ્યું હતું કે, ભારતનું ફોરેક્સ રિઝર્વ્સ 11 માસથી વધુ આયાતને કવર કરવા માટે પર્યાપ્ત છે. રિઝર્વ  બેન્ક ઓફ ઈન્ડિયા ફોરેન કરન્સી માર્કેટમાં દરમિયાનગિરી કરતાં રૂપિયાનું મૂલ્ય સ્થિર રાખવા માટે ડોલરની ખરીદ-વેચાણની રણનીતિ અપનાવી શકે છે.

ફોરેક્સ રિઝર્વ્સ છેલ્લા બે વર્ષમાં વધ્યું

ફોરેક્સ રિઝર્વ્સ 2024માં 20 અબજ ડોલરથી વધ્યું હતું. જ્યારે 2023માં તેમાં 58 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો હતો. જો કે, 2022માં તેમાં 71 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. વર્તમાન વર્ષ 2025માં કુલ 46 અબજ ડોલરની વૃદ્ધિ જોવા મળી છે. જે ભારતની ફોરેક્સ રિઝર્વની સ્થિતિની મજબૂતી દર્શાવે છે.


દેશનું ફોરેક્સ રિઝર્વ 6.725 અબજ ડોલર ઘટ્યું, ગોલ્ડ-ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડાનું પરિણામ 2 - image

Tags :