Get The App

ઈન્ડેક્સ બેઝડ તેજીને વિરામ : સેન્સેક્સ 452 પોઈન્ટ ઘટીને 83606

- નિફટી ૧૨૧ પોઈન્ટ ગબડી ૨૫૫૧૭ : FPIs/FIIની કેશમાં રૂ.૮૩૧ કરોડની ચોખ્ખી વેચવાલી

- બેંકિંગ-ફાઈનાન્સ, ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ : સ્મોલ, મિડ કેપ, હેલ્થકેર શેરોમાં મજબૂતી

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
ઈન્ડેક્સ બેઝડ તેજીને વિરામ : સેન્સેક્સ 452 પોઈન્ટ ઘટીને 83606 1 - image


ભારત-અમેરિકા ટ્રેડ ડિલ પર બજારની નજર : ૨૬ ટકા ટેરિફની આશંકાએ સાવચેતી

મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહના અંતે ચાઈના સાથે ટ્રેડ ડિલ થયાનું અને હવે ભારત સાથે ટૂંક સમયમાં મેગા ટ્રેડ ડિલ થવાના કરેલા નિવેદને અને ઈરાન-ઈઝરાયેલ યુદ્વના અંત વચ્ચે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આક્રમક તેજી જોવાયા બાદ આજે તેજીને ઈન્ડેક્સ બેઝડ વિરામ મળ્યો હતો. ટ્રમ્પની ટ્રેડ ડિલ કેવી હશે અને ભારત પર ૨૬ ટકા જેટલી ટેરિફ લાદવામાં આવી શકે છે એવા અહેવાલ વચ્ચે અનિશ્ચિતતા અને ઈરાને તેના ત્રણ પરમાણું મથકો પર અમેરિકાએ નષ્ટ કર્યાના દાવાના ફગાવી દેતાં અને ઈરાન ટૂંક સમયમાં ન્યુક્લિયર બોમ્બ બનાવી લેશે એવા અહેવાલોએ વૈશ્વિક બજારોમાં આજે સાવચેતી રહી હતી. આ સાથે યુ.એસ. ફેડરલ પર વ્યાજ દરમાં ઘટાડો કરવાના ટ્રમ્પના વધતાં દબાણ વચ્ચે આજે અમેરિકી બજારોમાં રિકવરી રહી હતી. ભારતીય શેર બજારોમાં કેપિટલ ગુડઝ શેરો સાથે હેલ્થકેર શેરોમાં લોકલ ફંડોની આક્રમક ખરીદી સામે બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, મેટલ શેરોમાં ફોરેન ફંડોનું પ્રોફિટ બુકિંગ થતાં સેન્સેક્સ ૪૫૨.૪૪ પોઈન્ટ ઘટીને ૮૩૬૦૬.૪૬ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૨૦.૭૫ પોઈન્ટ ઘટીને ૨૫૫૧૭.૦૫ બંધ રહ્યા હતા.

કર્ણાટક બેંક ટોચના એક્ઝિક્યુટીવોના રાજીનામાએ ઘટયો : એક્સિસ, કોટક ઘટયા : એસબીઆઈ વધ્યો

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. અલબત પસંદગીના બેંકિંગ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ થયું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૪.૯૫ વધીને રૂ.૮૨૦.૩૫, બેંક ઓફ બરોડા રૂ.૭.૩૫ વધીને રૂ.૨૪૮.૭૦, ફેડરલ બેંક રૂ.૪.૬૫ વધીને રૂ.૨૧૩.૧૦ રહ્યા હતા. એક્સિસ બેંક રૂ.૨૫.૮૦ ઘટીને રૂ.૧૧૯૯.૪૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪૪.૯૦ ઘટીને રૂ.૨૧૬૩.૧૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૫.૯૫ ઘટીને રૂ.૧૪૪૫.૮૦, એચડીએફસી બેંક રૂ.૧૩.૭૦ ઘટીને રૂ.૨૦૦૦.૭૦ રહ્યા હતા.  હોમ ફર્સ્ટ રૂ.૯૨.૫૫ ઘટીને રૂ.૧૩૭૭.૭૦, કર્ણાટક બેંકમાં ખર્ચા મામલે ઓડિટરોએ સવાલ ઉઠાવતાં ટોચના એક્ઝિક્યુટીવોના રાજીનામાની નેગેટીવ અસરે શેર રૂ.૧૧.૯૫ ઘટીને રૂ.૧૯૫.૭૫, એસબીઆઈ કાર્ડ રૂ.૩૨.૨૫ ઘટીને રૂ.૯૫૦.૯૦, મોબીક્વિક રૂ.૮.૬૦ ઘટીને રૂ.૨૪૫.૭૦, માસ્ટર ટ્રસ્ટ રૂ.૬.૦૫ ઘટીને રૂ.૧૪૦.૩૦,ચૌલા ફિન રૂ.૨૪.૫૦ ઘટીને રૂ.૧૬૨૯ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૭૮.૩૦ પોઈન્ટ ઘટીને ૬૪૧૭૭.૭૨ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં તેજીને બ્રેક : મારૂતી રૂ.૨૪૬, હીરો રૂ.૮૪ ઘટયા : હ્યુન્ડાઈ, બોશ, ટીઆઈમાં આકર્ષણ

ચોમાસાની સારી પ્રગતિ અને હવે તહેવારોની સીઝન શરૂ થનાર હોઈ વાહનોની ખરીદીનું આકર્ષણ વધવાની અપેક્ષા છતાં આજે ઓટોમોબાઈલ શેરોમાં પણ તેજીને બ્રેક લાગી પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. મારૂતી સુઝુકી રૂ.૨૪૫.૯૫ ઘટીને રૂ.૧૨,૩૯૮.૯૫, હીરો મોટોકોર્પ રૂ.૮૩.૮૫ ઘટીને રૂ.૪૨૩૭, એમઆરએફ રૂ.૧૫૦૭.૭૫ ઘટીને રૂ.૧,૪૧,૯૧૯.૮૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭.૬૦ ઘટીને રૂ.૨૪૪૬.૧૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૧.૩૫ ઘટીને રૂ.૩૧૮૪.૧૫ રહ્યા હતા. અલબત કેટલાક શેરોમાં આકર્ષણે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૨૬.૭૦ વધીને રૂ.૨૨૧૯.૩૫, બોશ રૂ.૩૬૭.૭૦ વધીને રૂ.૩૨,૬૧૯.૯૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૨૨.૯૦ વધીને રૂ.૩૧૦૩.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ૨૬૩.૮૮ પોઈન્ટ ઘટીને ૫૩૪૯૫.૦૨ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૮૪ પોઈન્ટ ઉછળ્યો : અપાર રૂ.૨૭૩, એસકેએફ રૂ.૧૯૬, ટીમકેન રૂ.૧૪૦ ઉછળ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોએ પસંદગીની મોટી ખરીદી કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૮૩.૯૯ પોઈન્ટ ઉછળીને ૭૨૩૩૨.૭૭ બંધ રહ્યો હતો. એસકેએફ ઈન્ડિયા રૂ.૧૯૬.૪૫ ઉછળીને રૂ.૪૮૧૨.૯૦, ટીમકેન રૂ.૧૩૯.૯૫ વધીને રૂ.૩૪૯૩.૪૫, કેઈન્સ રૂ.૨૩૫.૦૫ વધીને રૂ.૬૦૯૮.૩૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૭૨.૬૫ વધીને રૂ.૮૭૦૮.૬૦, ઝેનટેક રૂ.૫૮.૭૫ વધીને રૂ.૧૯૮૧.૯૦, મઝગાંવ ડોક રૂ.૭૪.૫૦ વધીને રૂ.૩૨૪૪, ભારત ડાયનામિક્સ રૂ.૫૩.૧૫ વધીને રૂ.૧૯૪૪.૬૦, સિમેન્સ રૂ.૭૨.૪૦ વધીને રૂ.૩૨૫૨.૧૦, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૩૧૭.૬૫ વધીને રૂ.૧૬,૭૫૯.૯૫, ગ્રાઈન્ડવેલ રૂ.૩૯.૩૫ વધીને રૂ.૧૭૨૬.૭૫ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં ફંડો લેવાલ : સનોફી કન્ઝયુમર રૂ.૬૭૯ વધ્યો : ઈન્દ્રપ્રસ્થ, એપીએલ, નોવાર્ટિસ વધ્યા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી જળવાઈ હતી. સનોફી કન્ઝયુમર હેલ્થકેર રૂ.૬૭૯.૦૫ વધીને રૂ.૫૬૯૫.૨૫, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૩૬.૧૫ વધીને રૂ.૪૮૫.૫૦, એપીએલ લિમિટેડ રૂ.૭૦.૭૫ વધીને રૂ.૧૦૪૨.૬૦, ઈન્ડોકો રૂ.૧૯.૯૫ વધીને રૂ.૩૨૦.૫૦, એનજીએલ ફાઈન રૂ.૫૨.૧૦ વધીને રૂ.૧૦૯૪.૮૫, નાટકો ફાર્મા રૂ.૪૩.૫૫ વધીને રૂ.૯૨૭.૩૦, નોવાર્ટિસ રૂ.૪૯ વધીને રૂ.૧૦૫૧.૯૦, વોખાર્ટ રૂ.૭૪.૪૦ વધીને રૂ.૧૭૧૩.૨૦, ઈપ્કા લેબ રૂ.૫૪.૫૦ વધીને રૂ.૧૩૮૮.૩૦, માર્કસન્સ રૂ.૯.૩૫ વધીને રૂ.૨૬૧.૬૫, આરપીજી લાઈફ રૂ.૮૨.૩૦ વધીને રૂ.૨૪૮૬.૪૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૪૪.૭૧ પોઈન્ટ વધીને ૪૪૨૫૯.૪૧ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજી : ડિક્સન રૂ.૪૭૨ વધીને રૂ.૧૪,૯૫૧ : કલ્યાણ જવેલર્સમાં તેજી

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે પસંદગીની ખરીદી જળવાઈ હતી. ડિક્સન ટેકનોલોજી રૂ.૪૭૨.૩૫ વધીને રૂ.૧૪,૯૫૧.૨૦, કલ્યાણ જવેલર્સ રૂ.૧૧.૧૫ વધીને રૂ.૫૫૫.૭૫, બર્જર પેઈન્ટસ રૂ.૫.૨૦ વધીને રૂ.૫૮૯.૭૦, ટાઈટન કંપની રૂ.૨૦.૬૦ વધીને રૂ.૩૬૮૫.૮૦, બ્લુ સ્ટાર રૂ.૮.૮૦ વધીને રૂ.૧૬૩૬.૯૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૫૦.૩૪ પોઈન્ટ વધીને ૫૯૭૮૪.૧૧ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં મિશ્ર ટ્રેન્ડ : કંટ્રોલ પ્રિન્ટ રૂ.૪૬ વધી રૂ.૮૩૫ : ક્વિક હિલ, બ્લેક બોક્સમાં આકર્ષણ

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. કંટ્રોલ પ્રિન્ટ રૂ.૪૫.૯૦ વધીને રૂ.૮૩૫, ક્વિક હિલ રૂ.૧૭.૮૫ વધીને રૂ.૩૭૦.૮૦, બ્લેક બોક્સ રૂ.૨૪.૯૦ વધીને રૂ.૫૨૩, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૨૨.૪૫ વધીને રૂ.૫૬૫, યુનીઈકોમર્સ રૂ.૨.૯૫ વધીને રૂ.૧૨૬.૧૫, એમ્ફેસીસ રૂ.૫૦.૯૦ વધીને રૂ.૨૮૫૦.૭૦ રહ્યા હતા.જ્યારે ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૧.૫૫ ઘટીને રૂ.૩૪૭.૩૦, આર સિસ્ટમ્સ રૂ.૭.૧૦ ઘટીને રૂ.૪૫૭.૧૦, રામકો સિસ્ટમ્સ રૂ.૫.૯૦ ઘટીને રૂ.૪૦૮, ટાટા એલેક્સી રૂ.૩૯.૬૦ ઘટીને રૂ.૬૩૦૬ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૧.૫૭ પોઈન્ટ વધીને ૩૮૧૨૧.૭૧ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં ફંડો હળવા થયા : અદાણી એન્ટર., ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલમાં પ્રોફિટ બુકિંગ

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે કેટલાક શેરોમાં નફારૂપી વેચવાલી કરતાં નરમાઈ જોવાઈ હતી. અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૯.૫૫ ઘટીને રૂ.૨૬૧૮.૮૦, ટાટા સ્ટીલ રૂ.૧.૬૫ ઘટીને રૂ.૧૫૯.૭૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૯.૭૦ ઘટીને રૂ.૧૦૧૯.૪૦, વેદાન્તા રૂ.૩.૨૦ ઘટીને રૂ.૪૬૦.૮૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૫૪.૭૦ પોઈન્ટ ઘટીને ૩૧૬૯૫.૯૫  બંધ રહ્યો હતો.

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૩૬૨ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ જળવાતાં અને એ ગુ્રપના શેરોમાં લેવાલીએ માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૯૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૬૨ અને ઘટનારની સંખ્યા ૧૭૫૦  રહી હતી.

FPIs/FIIની રૂ.૮૩૧ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૪૯૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે સોમવારે શેરોમાં કેશમાં રૂ.૮૩૧.૫૦  કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૨,૯૬૭.૬૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૭૯૯.૧૦ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૪૯૭.૪૪ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૯૧૪.૫૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૪૧૭.૦૮ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૦૭ લાખ કરોડ વધીને રૂ.૪૬૧.૧૬ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીને આજે વિરામ આપવામાં આવ્યા સામે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં પસંદગીની ખરીદી જળવાતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૧.૦૭  લાખ કરોડ વધીને રૂ.૪૬૧.૧૬  લાખ કરોડ રહ્યું હતું.

Tags :