For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચેરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટ 30 જૂન સુધી ટેક્સ ઓથોરિટી પાસે રજિસ્ટ્રેશન કરાવી શકશે, CBDTએ મુદ્દત વધારી

Updated: Apr 25th, 2024

ચેરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટ 30 જૂન સુધી ટેક્સ ઓથોરિટી પાસે રજિસ્ટ્રેશન કરાવી શકશે, CBDTએ મુદ્દત વધારી

Form 10A, 10AB Filling deadline: આવકવેરા વિભાગે ચેરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટનું ટેક્સ ઓથોરિટી સમક્ષ રજિસ્ટ્રેશન કરાવવાની મુદ્દત લંબાવી 30 જૂન કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ ટ્રસ્ટ, સંસ્થાઓ અને ફંડ્સ દ્વારા ફોર્મ 10 એ અને ફોર્મ 10એબીનું ફાઈલિંગ કરવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવી હતી.

સીબીડીટીએ જણાવ્યું હતું કે, "સીબીડીટી દ્વારા 30 સપ્ટેમ્બર, 2023ની અંતિમ તારીખ પછી આ ફોર્મ ભરવાની નિયત તારીખ વધુ લંબાવવાની રજૂઆતોને ધ્યાનમાં રાખીને, અને કરદાતાઓની વાસ્તવિક મુશ્કેલીઓ ટાળવા માટે, CBDTએ ફોર્મ ભરવાની નિયત તારીખ 10A/ફોર્મ 10AB જૂન 30, 2024 સુધી લંબાવી છે."

શું છે 10A અને 10 AB

ફોર્મ 10A એ ટ્રસ્ટ/સંસ્થાઓ દ્વારા દાખલ કરાયેલ એક અરજી ફોર્મ છે જેઓ આવકવેરા મુક્તિ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ફોર્મ 10 AB ટ્રસ્ટ/સંસ્થાઓ દ્વારા તેમની કાયમી નોંધણીને રિન્યૂ કરવા માટે ફાઇલ કરવામાં આવે છે.

સીબીડીટીએ વધુમાં સ્પષ્ટતા કરી કે જો આવા કોઈ વર્તમાન ટ્રસ્ટ, સંસ્થા અથવા ફંડ વિસ્તૃત નિયત તારીખની અંદર AY 2022-23 માટે ફોર્મ 10A ફાઇલ કરવામાં નિષ્ફળ ગયા હોય, અને ત્યારબાદ, નવી એન્ટિટી તરીકે કામચલાઉ નોંધણી માટે અરજી કરી હોય અને ફોર્મ 10AC પ્રાપ્ત કરવા માગતા હોય તો તે મેળવી શકે છે. 30 જૂન, 2024 સુધી ફોર્મ 10Aમાં ફોર્મ 10AC રજૂ કરી હાલના ટ્રસ્ટ, સંસ્થા અથવા ફંડ તરીકે AY 2022-23 માટે નોંધણી માટે અરજી કરી શકાશે.

સીબીડીટીએ જણાવ્યું હતું કે જે ટ્રસ્ટો, સંસ્થાઓ અથવા ફંડો રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવા માટેની અરજીઓ મોડેથી ફાઇલ કરવા અથવા ખોટા સેક્શન કોડ હેઠળ ફાઇલ કરવાને કારણે નકારી કાઢવામાં આવી હતી, તેઓ પણ 30 જૂન, 2024ની વિસ્તૃત સમયમર્યાદામાં ફોર્મ 10ABમાં નવી અરજી સબમિટ કરી શકે છે.

  Article Content Image

Gujarat