Business

BIG NEWS : કેન્દ્ર સરકારે ઇન્કમ ટેક્સ બિલ પાછું ખેંચ્યું, 11 ઑગસ્ટે નવું બિલ આવશે; જાણો કોને-કોને અસર

By GS TEAM
8 Aug 20252 mins read
TukuTouch Logo
ચાલુ નાણાકીય વર્ષના બજેટથી ચર્ચામાં રહેલું ઇન્કમ ટેક્સ બિલ 2025ને આજે લોકસભામાં પાછું ખેંચવામાં આવ્યું છે. આવકવેરાના કાયદાઓના સરળીકરણના ઉદ્દેશ સાથે ઇન્કમ ટેક્સ બિલ, 1961ના સ્થાને રજૂ કરવામાં આવેલી ઇન્કમ ટેક્સ બિલ 2025 રદ થયું છે. તેમાં વધુ સુધારાની જરૂર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બિલ માટે બૈજયંત પાંડાના નેતૃત્વ હેઠળ ઘડાયેલી કમિટી હવે નવા સુધારા સાથેનું વર્ઝન 11 ઑગસ્ટના રોજ રજૂ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

BIG NEWS : કેન્દ્ર સરકારે ઇન્કમ ટેક્સ બિલ પાછું ખેંચ્યું, 11 ઑગસ્ટે નવું બિલ આવશે; જાણો કોને-કોને અસર

Income-Tax Bill 2025 Withdrawn: ચાલુ નાણાકીય વર્ષના બજેટથી ચર્ચામાં રહેલું ઇન્કમ ટેક્સ બિલ 2025ને આજે લોકસભામાં પાછું ખેંચવામાં આવ્યું છે. આવકવેરાના કાયદાઓના સરળીકરણના ઉદ્દેશ સાથે ઇન્કમ ટેક્સ બિલ, 1961ના સ્થાને રજૂ કરવામાં આવેલી ઇન્કમ ટેક્સ બિલ 2025 રદ થયું છે. તેમાં વધુ સુધારાની જરૂર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બિલ માટે બૈજયંત પાંડાના નેતૃત્વ હેઠળ ઘડાયેલી કમિટી હવે નવા સુધારા સાથેનું વર્ઝન 11 ઑગસ્ટના રોજ રજૂ કરશે.

કમિટીની ભલામણો અને મુખ્ય મુદ્દા

  • 1961ના જૂના ઇન્કમ ટેક્સ ઍક્ટના સ્થાને નવું બિલ લાવવાની જોગવાઈ
  • 31 સભ્યોની કમિટીએ બિલ પર અનેક મહત્ત્વપૂર્ણ ભલામણો આપી
  • કમિટીએ ધાર્મિક- અને અમુક સંસ્થાઓને મળતાં ગુપ્ત દાન પર છૂટ રજૂ કરવાની ભલામણ કરી છે. 
  • કરદતાઓએ આઇટીઆર ફાઇલિંગની અંતિમ તારીખ બાદ પણ કોઈ પેનલ્ટી વિના ટીડીએસ રિફંડ ક્લેમ કરવાની મંજૂરી આપતી ભલામણ

એનજીઓને રાહત આપવાની જોગવાઈ

સરકારના આ નવા બિલમાં એનજીઓને મળતાં ગુપ્ત દાનને ટેક્સમાંથી બાકાત રાખવાની ભલામણ કરવામાં આવી છે. ધાર્મિક ટ્રસ્ટ માટે મળતું દાન જ ટેક્સમાંથી બાકાત રાખવાની જોગવાઈ કરી છે. જ્યારે આ ધાર્મિક ટ્રસ્ટ  હૉસ્પિટલ, શાળા અને અન્ય ચેરિટેબલ ગતિવિધિઓનું પણ સંચાલન કરે છે. ત્યારે તેને મળતા દાન પર ટેક્સ લાગુ થશે. 

એનપીઓ અને કરદાતાઓ માટે રાહતના સંકેતો

બૈજયંત પાંડાની આગેવાની હેઠળની આ કમિટીની ભલામણોને નવા બિલમાં સમાવવામાં આવે, તો તે વ્યક્તિગત કરદાતાઓ અને બિન-લાભકારી સંસ્થાઓ બંનેને રાહત આપી શકે તેમ હતી. જેમાં કર પ્રણાલીને સરળ બનાવવાની સાથે, આ સૂચનો ભારતની સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને નાણાકીય સ્થિરતા પણ પ્રદાન કરવાની જોગવાઈ હતી. પરંતુ તેને પાછું ખેંચી તેમાં વધુ સુધારાની જરૂર હોવાના સંકેતો જણાઈ રહ્યા છે.