વેરા મારફતની આવક અંદાજ કરતા રૂ. 2.50 ટ્રિલિયન ઓછી રહેવા ધારણા
- વ્યક્તિગત આવક વેરામાં સુાૃધારો કરવા અને ડીડીટી પડતો મૂકવા અનુરોાૃધ
નવી દિલ્હી, તા. 20 જાન્યુઆરી 2020, સોમવાર
વર્તમાન નાણાં વર્ષના અંતે સરકારની વેરા મારફતની આવક તેના અંદાજ કરતા રૂપિયા ૨.૫૦ ટ્રિલિયન ઓછી રહેવા અથવા જીડીપીના ૧.૨૦ ટકા સુધી સીમિત રહેવાની ધારણાં છે, એમ ભૂતપૂર્વ નાણાં સચિવ સુભાષ ચન્દ્ર ગર્ગે જણાવ્યું હતું અને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેકસ (ડીડીટી) નાબુદ કરવા અનુરોધ કર્યો છે.
ટેકસ રેવેન્યુના દ્રષ્ટિકોણથી ૨૦૧૯-૨૦નું વર્ષ મંદ બિનઉપજાવ જોવાઈ રહ્યું છે. વર્તમાન નાણાં વર્ષમાં વેરા મારફતની આવક રૂપિયા ૨.૫૦ ટ્રિલિયન ઓછી રહેવા વકી છે. વ્યક્તિગત આવક વેરામાં સુધારો કરવા અને ડીડીટી પડતો મૂકવા પણ તેમણે રજુઆત કરી છે.
વર્તમાન નાણાં વર્ષમાં સરકારે વેરા મારફતની આવકનો અંદાજ રૂપિયા ૨૪.૫૯ ટ્રિલિયન મૂકયો છે. રાજ્યોના રૂપિયા ૮.૦૯ ટ્રિલિયનને બાજુ પર મૂકતા કેન્દ્રની નેટ ટેકસ રેવેન્યુ બજેટ અંદાજ પ્રમાણે રૂપિયા ૧૬.૫૦ ટ્રિલિયન રહે છે.
નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં રૂપિયા ૧૩.૩૭ ટ્રિલિયનની નેટ ટેકસ રેવેન્યુની સરખામણીએ વર્તમાન વર્ષનો આંક રૂપિયા ૩.૧૩ ટ્રિલિયન ઊંચો રખાયો છે. વર્તમાન નાણાં વર્ષમાં એકસાઈઝ, કોર્પોરેટ ટેકસ અને કસ્ટમ્સ ટેકસની વસૂલીનો વૃદ્ધિ દર નેગેટિવ રહેવા ધારણાં છે.
કેન્દ્રની વેરા મારફતની ગ્રોસ આવકમાં એટલી મોટી ખાધ જોવાઈ રહી છે જે બિન-વેરા મારફતની આવક કે ખર્ચમાં કપાત કરવાથી પણ પૂરી શકાય એમ નથી.