Get The App

છેલ્લા એક દાયકામાં અધધ... રૂ.4.70 ટ્રિલિયનની કૃષિ લોન રાઈટ ઓફ કરાઈ

- નાણાં વર્ષ ૨૦૧૫થી દેશના દસ મોટા રાજ્યોએ કુલ રૂપિયા ૩૦૦૨૪૦ કરોડની લોન માફ કરી

Updated: Jan 13th, 2020

GS TEAM

Google News
Google News
છેલ્લા એક દાયકામાં અધધ... રૂ.4.70 ટ્રિલિયનની કૃષિ લોન રાઈટ ઓફ કરાઈ 1 - image

મુંબઈ, તા. 13 જાન્યુઆરી 2020, સોમવાર

છેલ્લા એક દાયકામાં દેશના વિવિધ રાજ્યોએ એકત્રિત રીતે રૂપિયા ૪.૭૦ ટ્રિલિયનની ખેત લોન્સને રાઈટ ઓફ્ફ કરી છે.  નાણાં વર્ષ ૨૦૧૯માં  કુલ બેડલોન્સમાં ફાર્મ લોન્સ એનપીઅનો હિસ્સો ૧૨.૪૦ ટકા અથવા રૂપિયા ૧.૧૦ ટ્રિલિયન રહ્યો હતો. 

ગયા નાણાં વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રની એનપીએનો ંઆંક રૂપિયા ૮૭૯૦૦૦ કરોડ રહ્યો હતો. નાણાં વર્ષ ૨૦૧૬માં એનપીએનો કુલ આંક રૂપિયા ૫,૬૬,૬૨૦ કરોડ રહ્યો હતો જેમાં ખેત ક્ષેત્રની બેડ  લોન્સનો આંક રૂપિયા ૪૮૮૦૦ કરોડ અથવા કુલ બેડ લોન્સના ૮.૬૦ ટકા રહ્યો હતો એમ એક રિપોર્ટમાં જણાવાયું છે. 

ગયા નાણાં વર્ષમાં કૃષિ ક્ષેત્રની એનપીએ રૂપિયા ૧.૧૦ ટ્રિલિયન હોવા છતાં, છેલ્લા એક વર્ષમાં સરકારો દ્વારા માફ કરાયેલી રૂપિયા ૩.૧૪ ટ્રિલિયનની કૃષિ લોન્સના આંકને જોતા સરકારી તિજોરી અથવા બેન્ક પર મળીને કુલ રૂપિયા ૪.૨૦ ટ્રિલિયનનો બોજો પડયો છે અને મહારાષ્ટ્ર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રૂપિયા ૪૫૦૦૦-૫૧૦૦૦ કરોડના રાઈટ ઓફ્ફને આમાં ઉમેરવામાં આવે તો, આંક વધીને રૂપિયા ૪.૭૦ ટ્રિલિયન જેટલો થવા જાય છે. 

નાણાં વર્ષ ૨૦૧૫થી દેશના દસ મોટા રાજ્યોએ  કુલ રૂપિયા ૩૦૦૨૪૦ કરોડની લોન માફ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી દેવા માફીના આંકને આમાં ઉમેરવામાં આવે તો આ રકમ વધીને રૂપિયા ૪ ટ્રિલિયન સુધી જઈ શકે છે, એમ રિપોર્ટમાં જણાવાયું છે. જે વર્ષોમાં ફાર્મ લોન્સ રિટનઓફ્ફ કરવામાં આવે છે તે વર્ષમાં નવી લોન્સના ઈનટેકમાં જોરદાર ઘટાડો થતાં હોવાનું પણ અભ્યાસમાં જણાયાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 


Tags :