વર્તમાન નાણાંકીય વર્ષમાં દેશમાં રોજગાર નિર્માણના આંકમાં ચિંતાજનક ઘટાડો
- ગયા વર્ષની સરખામણીએ ૧૬ લાખ નવા રોજગાર ઓછા ઊભા ાૃથવાની ાૃધારણા
મુંબઈ, તા. 13 જાન્યુઆરી 2020, સોમવાર
આર્થિક મંદીએ દેશમાં રોજગાર નિર્માણ પર પ્રતિકૂળ અસર પાડી છે. નાણાં વર્ષ ૨૦૧૯માં નિર્માણ પામેલા ૮૯.૭૦ લાખ નવા રોજગારની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષમાં ૧૬ લાખ નવા રોજગાર ઓછા નિર્માણ પામશે, એમ એક રિપોર્ટમાં જણાવાયું છે.
એસબીઆઈના રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, આસામ અને રાજસ્થાન જેવા કેટલાક રાજ્યોમાં રેમિટેન્સિસમાં ઘટાડો જોવાયો છે, જે કોન્ટ્રેકટ પરના મજુરોની સંખ્યામાં ઘટાડો દર્શાવે છે. નાણાં વર્ષ ૨૦૧૯માં ભારતમાં કુલ ૮૯.૭૦ લાખ નવા રોજગાર નિર્માણ પામ્યા હોવાનું એમ્પ્લોઈઝ પ્રોવેડિન્ટ ફન્ડ ઓફિસના આંકડા જણાવે છે.
નાણાં વર્ષ ૨૦૨૦ના વર્તમાન ટ્રેન્ડને જોતા નવા રોજગાર નિર્માણનો આંક ગયા નાણાં વર્ષની સરખામણીએ ૧૫.૮૦ લાખ ઓછો રહેવાનો અંદાજ મુકાઈ રહ્યો છે એમ રિપોર્ટમાં જણાવાયું છે.
એપ્રિલ-ઓકટોબર ૨૦૧૯ દરમિયાન કુલ નવા પેરોલનો આંક ૪૩.૧૦ લાખ રહ્યો છે, જે વાર્ષિક ધોરણે ગણતરી કરવામાં આવે તો ૭૩.૯૦ લાખ જેટલો થઈ શકે છે.
એમ્પ્લોઈઝ પ્રોવેડિન્ટ ફન્ડ ઓફિસના આંકડામાં સરકારી રોજગાર, રાજ્ય સરકારના રોજગાર તથા ખાનગી રોજગારના આંકડાનો સમાવેશ થતો નથી કારણ કે આ ડેટા નેશનલ પેન્શન સ્કીમ દ્વારા જાળવવામાં આવે છે. નેશનલ પેન્શન સ્કીમમાં પણ વર્તમાન નાણાં વર્ષમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારમાં ૩૯૦૦૦ ઓછા રોજગાર નિર્માણ થવાના વર્તમાન ટ્રેન્ડસ પરથી સંકેત મળે છે, એમ એસબીઆઈના રિપોર્ટમાં જણાવાયું છે.
આસામ, બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં છેલ્લા એક વર્ષમાં સ્થળાંતરિત થયેલા મજુરોના રેમિટેન્સિસના આંકમાં પણ ઘટાડો થયાનુું જોવા મળી રહ્યું છે. બેન્કરપ્સી પ્રક્રિયા હેઠળના કેસોના નિકાલમાં ઢીલને કારણે કંપનીઓ કરાર હેઠળમના કામદારોની સંખ્યા પર કદાચ કાપ મૂકી રહી હોવી જોઈએ.
છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં કામદારો માટે જીવનનિર્વાહ માટે માઈગ્રેશન એક મહત્વનો વિકલ્પ બની રહ્યો છે. અસમાન વિકાસને કારણે કૃ।ષ તથા ઔદ્યોગિક રીતે ઓછા વિકાસ પામેલા રાજ્યોના કર્મચારીઓ રોજગારની તકો શોધવા વિકસિત રાજ્યો તરફ મોટી માત્રામાં સ્થળાંતર થઈ રહ્યાનું જણાય રહ્યું છે.
દિલ્હીમાં ભરપૂર માત્રામાં રોજગારની તકો રહેલી હોવાથી અહીં સ્થળાંતર થનારાની સંખ્યા ઘણી ઊંચી છે, એમ પણ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે. સ્થળાંતરિત થયેલા આ કર્મચારીઓ પોતાના મૂળ વતનમાં નોંધપાત્ર નાણાં મોકલતા હોય છે.