દેશી-આયાતી ખાદ્યતેલોમાં ઉતરાણ પૂર્વે રેકોર્ડ તેજીનો પતંગ આખરે કપાયો
- એરંડા તથા દિવેલમાં પણ નરમ હવામાન: ઘરઆંગણે ઉંચા ભાવોએ નવી માગ રુંધાઈ: વાયદા બજારમાં પણ તેજીના વળતા પાણી
- વિશ્વ બજારમાં મલેશિયા તથા અમેરિકાના બજારો ગબડયા
મુંબઈ, તા. 13 જાન્યુઆરી 2020, સોમવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે ઉંચા મથાળે નવી માગ ધીમી પડતાં તથા વિશ્વ બજાર પણ ઘટાડા પર રહેતાં ઘરઆંગણે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતોલમાં તેજીને બ્રેક લાગી ભાવ પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. ઉતરાણ પૂર્વે બજારમાં આજે તેજીનો પતંગ કપાયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. મલેશિયામાં આજે પાંમતેલનો વાયદો ઘટી છેલ્લે ૩૯,૪૩, ૪૯ તથા ૫૮ પોઈન્ટ માઈનસમાં બંધ રહ્યો હતો જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ શાંત હતા.
દરમિયાન, અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદાનું પ્રોજેકશન આજે સાંજે ૨૪થી ૨૫ પોઈન્ટ માઈનસમાં રહ્યાના નિર્દેશો મળ્યા હતા. મુંબઈ બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના ઉંચેથી ઘટી રૂ.૯૦૦ની અંદર રૂ.૮૯૮ તથા જેએનપીટીના રૂ.૮૯૫ રહ્યા હતા. હવાલા રિસેલમાં આજે રૂ.૮૯૬થી ૮૯૮માં માંડ ૫૦થી ૧૦૦ ટનના વેપારો થયા હતા જ્યારે રિફાઈનરીઓના ડાયરેકટ ડિલીવરીના ભાવ ઓલ જાન્યુઆરીના રૂ.૯૧૦ રહેતાં તેમાં ખાસ વેપારો ન હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે ક્રૂડપામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૮૩૫ રહ્યા હતા. જ્યારે વાયદા બજારમાં સીપીઓના ભાવ રૂ.૮૩૬.૫૦ રહ્યા પછી નીચામાં રૂ.૮૨૯.૫૦ થઈ સાંજે ભાવ રૂ.૮૩૧.૫૦ રહ્યા હતા. જ્યારે સોયાતેલ વાયદાના ભાવ આજે ઉંચામાં રૂ.૯૩૯.૮૦ રહ્યા પછી નીચામાં ભાવ રૂ.૯૩૧.૨૦ થઈ સાંજે ભાવ રૂ.૯૩૪.૫૦ બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે સિંગતેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૭૦ વાળા રૂ.૧૧૬૦ રહ્યા હતા. જ્યારે રાજકોટ બાજુ ભાવપ ઉંચેથી ઘટી રૂ.૧૧૨૫ તથા ૧૫ કિલોના રૂ.૧૭૯૦થી ૧૮૦૦ રહ્યા હતા ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૮૭૦થી ૮૭૫ વાળા રૂ.૮૬૫થી ૮૭૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ.૯૨૫ રહ્યા હતા.
સોયાતેલના ભાવ ડિગમના રૂ.૯૦૫ વાળા રૂ.૯૦૦ જ્યારે રિફા.ના રૂ.૯૩૦ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૯૦૦ તથા રિફા.ના રૂ.૯૩૫ બોલાતા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૯૪૦ રહ્યા હતા. કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૩૪૦ વાળા રૂ.૧૩૫૦ રહ્યા હતા.
દક્ષિણનાસમાચાર પ્રોત્સાહક હતા. દિવેલના ભાવ આજે રૂ.સાત નરમ રહ્યા હતા જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૪૨૨૫ વાળા રૂ.૪૧૯૦ બોલાયા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે સિંગખોળના ભાવ ટનના રૂ.૨૮૦૦૦ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળના ભાવ રૂ.૨૩૬૦૦ વાળા રૂ.૨૩૫૦૦ રહ્યા હતા. જ્યારે સોયાખોળના ભાવ ટનના રૂ.૩૬૫૨૦થી ૩૬૫૨૫ વાળા રૂ.૩૬૩૧૦થી ૩૬૩૧૫ રહ્યા હતા. જોકે એરંડા ખોળના ભાવ રૂ.૫૧૫૦ વાળા રૂ.૫૨૫૦ રહ્યા હતા.
ભારતમાં રિફા. પામતેલ પર આયાત અંકુશોના પગલે હવે મલેશિયાના બજાર પર અસર દેખાવા માંડી છે. દરમિયાન, ઘરઆંગણે આજે સોયાબીનની આવકો મધ્ય પ્રદેશ બાજુ આજે સવા લાખ ગુણી આવી હતી તથા સોયાબીનના હાજર ભાવ ત્યાં રૂ.૪૧૫૦થી ૪૪૦૦ રહ્યા હતા. ત્યાં આજે સોયાતેલના ભાવ રૂ.૮૯૫થી ૯૦૦ તથા રિફા.ના રૂ.૯૪૦થી ૯૪૫ રહ્યા હતા. યુક્રેનમાં સનફલાવર ખોળના ભાવ નરમ રહ્યા હતા. મગફળીની આવકો આજે સવારે ગોંડલ બાજુ આશરે ૩૦ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૪૪ હજાર ગુણી આવી હતી તથા મથકોએ હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૮૮૦થી ૧૦૦૦ બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, એરંડા વાયદા બજારમાં આજે ભાવ ઘટી સાંજે રૂ.૪૨ નરમ રહ્યા હતા. અમેરિકાના બજારોમાં આજે સાંજે પ્રોજેકશનમાં ભાવ સોયાતેલ ઉપરાંત સોયાબીન તથા સોયાખોળના વાયદાના પણ માઈનસમાં રહ્યા હતા જ્યારે ન્યુયોર્ક કોટન વાયદાના ભાવ આજે સાંજે પ્લસમાં રહ્યા હતા.